________________
સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ૪૩ ભગવાન બુદ્ધે કે તેના અનુયાયીએ પ્રતિપાદિત કરેલા ક્ષણિકવાદના સિદ્ધાંતમાં રહેલી વિસંવાદિતા જરા જોઈએ. બુદ્ધે કહ્યું છે કે ૮૦ જન્મો પહેલાં કરેલા દુષ્કૃત્યનું ફળ ૮૦ ભવ પછી તે ભોગવી રહ્યા છે. ક્ષણિકવાદ સાથે આ ઘટના ઘટી શકે તેમ નથી, કારણ કે જો બધું ક્ષણિક છે એટલે કે તેનું અસ્તિત્વ બીજી ક્ષણે નષ્ટ થાય છે તો પછી પહેલી ક્ષણ અને બીજી ક્ષણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત ન કરી શકાતો હોવાથી બંને વ્યક્તિ જુદી જુદી છે. તો પછી પૂર્વના ૮૦ જન્મ પહેલાંની વ્યક્તિ અને ત્યારબાદના ૮૦ ભવ પછીની વ્યક્તિ ક્ષણિકવાદના હિસાબે કેવી રીતે એક હોઈ શકે ? તેથી ક્ષણિકવાદનો સિદ્ધાંત ટકી શકતો નથી.
બીજું, બુદ્ધને ગાળ દેનાર તથા તેમના પર ઘૂંકનાર વ્યક્તિઓ ક્ષણિકવાદના સિદ્ધાંત પ્રમાણે ઘટી શકતી નથી. બંને વ્યક્તિઓ તથા બુદ્ધ ક્ષણ પછી બદલાતા હોવાથી કોણ કોના પર થુંકે ? કોણ કોને ગાળ દે?
ત્રીજો નાનો પ્રસંગ ગૌતમ બુદ્ધ અને શ્રીમંત યુવાન શિષ્ય અંકમાલનો છે. એક વાર અંકમાલે આની પાસે આવીને કહ્યું : “હું ધર્મોપદેશ આપી જગતનો ઉદ્ધાર કરવા માગું છું. મને તે માટેની યાત્રાનો પ્રારંભ કરવાની રજા આપો.”
બુદ્ધે કહ્યું “તે માટે તું પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કર.'
ગુરુદેવ, મેં દશ વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યો છે અને હું ૨૪ કલાકમાં પારંગત બની ચૂક્યો છું.'
બુદ્ધે કહ્યું: “હું ફરી બોલાવું ત્યારે આવજે.” પરીક્ષા માટે બુદ્ધ વેશપલ્ટો કરાવી એક શિષ્યને તેની પાસે મોકલ્યો. તેણે તેનું ઘોર અપમાન કર્યું. અંકમાલ ખૂબ ચિડાયો અને ગુસ્સામાં તેની પાછળ દોડ્યો.
બીજે દિવસે બે શિષ્યોને રાજદૂતના વેશમાં મોલ્યા. તેમણે કહ્યું : “અમે સમ્રાટ હર્ષના અનુયાયી છીએ. રાજા તમને મંત્રીપદ પર આરૂઢ કરવા ઉત્સુક છે.' આ વાત સાંભળી તે ખૂબ હર્ષાવિત થયો અને સમ્રાટની માંગણી સ્વીકારવા કટિબદ્ધ થયો.
સાંજે સ્વયં બુદ્ધ પોતાની શિષ્યા આમ્રપાલીને લઈ તેની પાસે પહોંચ્યા. વાતચીત દરમ્યાન તે વારંવાર આમ્રપાલી સામે ટીકી ટીકીને જોતો હતો.
ત્યારપછી ગૌતમ બુદ્ધ તેને કહ્યું : “તેં ૨૪ નહીં પણ ૨૪૦૦ કલામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હોય પણ તે ક્રોધ, લોભ અને કામ ઉપર વિજય મેળવ્યો છે? નથી મેળવ્યો. હું તે ત્રણ કષાયોથી પરાજિત છો તે જ તારી માગણીની અયોગ્યતાનાં પ્રમાણપત્રો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org