________________
૨૮ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
જૈન તેમજ બૌદ્ધ દર્શનમાં મનુષ્યતર પ્રાણીસૃષ્ટિ પણ સિદ્ધ થાય છે તેનાં ઉદાહરણો મળે છે. જાતકકથા તેનું ઉદાહરણ છે.
નંદમણિયારે દુષ્ટની સોબતથી સમ્યકત્વ ગુમાવી મિથ્યાત્વ મેળવ્યું ત્યારે ધનાઢ્ય નંદમણિયાર વાવ બંધાવે છે જેને ચિત્રસભા, મહાનસશાળા, તિગિચ્છશાળા, અલંકાર સભાથી વિભૂષિત કરે છે. તેમાં રહેલી આસક્તિથી મરીને દેડકા તરીકે જન્મે છે.
દેડકો મહાવીર સ્વામીના સમવસરણમાં જઈ રહેલા રાજા શ્રેણિકના ઘોડાના પગ નીચે કચરાઈ જવાથી હતોત્સાહ થયા વગર એક બાજુ સરકી જઈ પચ્ચકખાણ સહિત અસણ-પાણ-ખાઈમ-સાઈમ ભોજન ત્યજી છેલ્લા શ્વાસ સુધી સર્વ વોસરાવી દેવત્વ પામે છે.
ઉપાસકદશાના દશ અધ્યાયોમાં પ્રથમ ઉપાસક આણંદ ગાથાપતિનો વિસ્તૃત ઉલ્લેખ છે. આણંદ તથા તેમની પત્ની ભગવાન મહાવીરની વાણી સાંભળી પત્ની સાથે અણુવ્રતાદિ ગ્રહણ કરે છે. આટલું વિપુલ ધન તથા વૈભવ હોવા છતાં, ભગવાનની વાણીના પ્રભાવથી તપશ્ચર્યાના બળ વડે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને શીલવ્રત, ગુણ-વિરતિ, પ્રત્યાખ્યાન, પૌષધ-ઉપવાસાદિથી વીશ વર્ષ સુધી શ્રમણોપાસક તરીકે જીવી અગિયાર ઉપાસકની પડિમા વહી માસિક સંલેખના કરી અરુણાભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી બીજા ઉપાસકમાં કામદેવનું વર્ણન છે. દેવ તેને પિશાચનું રૂપ લઈ, હાથી લઈ, સર્પ થઈ, ઉપસર્ગો કરે છે. તેમાંથી પાર ન પડે ત્યાં સુધી પડિમાં ધારણ કરે છે જેના ઉપસર્ગ સહન કરવાના સમતા ગુણની ભગવાન પ્રશંસા કરે છે. કામદેવ યથાસૂત્ર એક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ-અગિયાર પડિમા આરાધ છે અને તેથી જેનું શરીર હાડકા-ચામડી દેખાય તેવું થાય છે, સૂકું, માંસ વગરનું, કડકડ અવાજ કરે તેવું બને છે. અગિયાર પડિમા પછી માસિક સંલેખના કરી અરુણાભ વિમાનમાં જન્મી મહાવિદેહમાંથી સિદ્ધિ મેળવશે.
લગભગ બધા જ ઉપાસકોના જીવનમાં સાધનાના માર્ગે જવાના પ્રસંગો એકસરખા જ છે. પૃષ્ઠ ૩૧૨-૩૧૬માં ત્રીજા ઉપાસક ચુલુણીવિયગાહાવઈનો પ્રસંગ વર્ણવ્યો છે. પતિ-પત્ની બંને ચારિત્રધર્મ સ્વીકારે છે. સાનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો સહે છે. છેલ્લે અનશન કરી દેવલોકમાં જન્મ તથા સિદ્ધિ મેળવે છે.
ચોથા ઉપાસક સુરાદેવગાહાવઈ છે. ભગવાનનું સમવસરણ. ત્યાં જવું. પ્રવચનની અસર. તેના ત્રણ પુત્રોનું તેની સમક્ષ મૃત્યુ. તેના શરીરને રોગિષ્ઠ બનાવ્યું; સુરાદેવની ઉપાસક પડિમા સ્વીકારતી વિગત; અનશન અને સિદ્ધિ મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org