________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૦ ૩૧ વ્યાપક હોય છે. તેથી યોગ્ય કહેવાયું છે કે “ઇચ્છાનિરોધ: તપ' ખાવા-પીવાનું બંધ કરવું તેના કરતાં શરીરને સતાવતી વિવિધ ઇચ્છાઓને રોકવી એ ખરું તપ છે, કારણ કે કહ્યું છે આસક્તિનો ત્યાગ એ ખરેખર ત્યાગ છે. રસવર્જ રસોડપિ અસ્ય પર દવા નિવર્તતે.
ધર્મના ચાર પ્રકારો તે દાન, શીલ, તપ અને ભાવના છે. ખાવુંપીવું બંધ કરવું તે તપ નથી. તપ અનેક રીતે થઈ શકે. ઉપવાસ કરવો તે જ તપ નથી. તપના પ્રકારોમાંથી ગમે તેથી તપ થઈ શકે. કષ્ટ સહેવું એ તપ નથી કારણ કે તેની પાછળ જીવનશુદ્ધિ કે કર્મક્ષયનો ઉદ્દેશ હોતો નથી. કષ્ટ જો સ્વેચ્છાથી કે સમભાવપૂર્વક ન થાય તો તેથી ધર્મનુબંધી સકામ નિર્જરા ન થાય; એ અકામ નિર્જરા નિષ્પાદક હોય છે. તેથી તપ બળત્કારથી કે અનિચ્છાથી ન થવું જોઈએ. સમભાવપૂર્વક ઈચ્છાઓને વિવિધ વિષયોમાંથી રોકવી તે તપ છે. જૈનાચાર્યે કહ્યું છે : “ઇચ્છાનિરોધઃ તપ:'
વિષયવાસનામાંથી જન્મેલાં કર્મોના મેલ દૂર કરી શુદ્ધ આત્મગુણરૂપી ઘી મેળવવા માટે ઉપવાસ તપના અગ્નિથી શરીર, ઇન્દ્રિયો, મનરૂપી વાસણને તપાવી કર્મોનો કચરો અને વિષયકષાયોની વિકૃતિ અલગ પડી જાય છે. તપનું નામ સાંભળતાં એક, બે, ત્રણ, આઠ, પંદર, મા ખમણાદિ મનમાં આવે છે. આહારપાણી છોડવાને આપણે તપ કહીએ છીએ. ઘણા ઉપવાસીને તપસ્વી કહીએ છીએ.
અગ્નિશર્મા મા ખમણ પારણે ગુણસેનના દરવાજે પહોંચી જતો પરંતુ ત્રણે વાર નિરાશ થવાથી નિયાણું કરે છે. તપ નિરર્થક બન્યું. શરીરને તપાવ્યા કરતાં આત્માનું પતન કરનારા રાગ-દ્વેષ, કષાય, વિષયવાસના, પરિગ્રહાદિની આસક્તિ સૂકવી નાંખવા તે ખરું તપ છે.
એક જૈન ધર્મના સાધુએ સંથારો (અનશન) કર્યો. તેને જોઈ બીજા સાધુએ ગુરુ પાસે સંથારા માટે અનુમતિ માગી. ગુરુએ અનિચ્છા બતાવી કહ્યું કે તું હજી તે માટે યોગ્ય બન્યો નથી. ગુરુએ બાર વર્ષ સાધના કરવા જણાવ્યું. બાર વર્ષની સાધના પછી ફરી અનુમતિ માગી. હું યોગ્ય છે? ગુરુએ કહ્યું, “હે વત્સ, યોગ્યતા મેળવવામાં હજી થોડું બાકી છે.'
તેથી તેણે પોતાની આંગળી વાળીને તોડી નાંખી.
ગુરુએ કહ્યું, “તારા શરીરને ખૂબ સૂકવ્યું છે, હાડપિંજર બનાવ્યું; પરંતુ તેમાં રહેલા રાગદ્વેષ, વિષય, કષાય, વાસના જેવા કર્મશત્રુના જનકને સૂકવ્યા નથી.' ત્યાર પછી તે માટે તેણે તૈયારી કરી.
ઉવવાઈ (ઔપપાતિક) સૂત્રમાં જળસમાધિ, પહાડ પરથી પડી જવું, અગ્નિસ્નાન કરનારા તપસ્વીઓની આત્મહત્યા એક પ્રકારની ઘેલછા છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org