Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૦ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન વિશિષ્ટ ફળ હોય તો અમે પણ આગામી ભવમાં આવું ભોગસમૃદ્ધ જીવન મેળવીએ. ભગવાને તેઓને આ વિચાર માટે બોલાવ્યા, મીઠો ઠપકો આપ્યો તથા પ્રાયશ્ચિત્ત કરવા કહ્યું. ‘વિજયતક્કરણાય'માં ભદ્રાના પતિ ધણ સાર્થવાહને દેવદિન નામનો પુત્ર હોય છે. વિજયતસ્કર તેને ઉપાડી જાય છે અને કૂવામાં ફેંકી દે છે. પુત્રની ભાળ મળ્યા પછી ચોરને જેલમાં પૂરવામાં આવે છે. કોઈ વાર ધણ સાર્થવાહને અલ્પ ગુના માટે તેની સાથે પૂરવામાં આવે છે. દીર્ઘશંકા નિવારણાર્થે ધણ સાર્થવાહ પોતાના ભોજનમાંથી થોડું ચોરને આપે છે. પત્નીને આ ગમતું નથી. અવધિ પછી છૂટા થયેલા સાર્થવાહ રાજગૃહમાં પ્રવચન સાંભળી પ્રવ્રજ્યા લે છે. ઘણા વર્ષો સંયમ પાળી ભત્તપાણીનો પરિત્યાગ કરી માસિક સંલેખણા કરી મહાવિદેહમાં સિદ્ધિ મેળવે છે. જૈન ધર્મના બે મૌલિક સિદ્ધાંતો તે અહિંસા અને તપ છે. તેથી તેને “અહિંસા પરમો ધર્મ' ગણાવ્યો છે. અહિંસા માટે તપ પણ આવશ્યક છે. અતધર આચાર્ય શäભવસૂરિએ પોતાના પુત્ર મયંક માટે દશવૈકાલિકસૂત્રની રવાના કરી જેની પ્રથમ ગાથા નીચે પ્રમાણે છે : ધમ્મો મંગલમુક્કિૐ અહિંસા સંજમો તવો | દેવાવિ ત નમસ્યતિ જમ્મુ ધમ્મ સયા મણો છે. અહીં પણ અહિંસા, સંયમ તપને સ્થાન અપાયું છે. ભગવાન મહાવીર કોઈ વાર છ8, અઠ્ઠમ, દસમ કોઈ વાર દુવાલસ તથા અડધા મહિનાના કે મહિનાના ઉપવાસમાં પાણી પણ પીતા નહિ. આ ચાર આગમના બે વિભાગમાંથી ઉવહાણસુવની નિક્યુત્તિ (ગા. ૨૭૫-૨૭૬)માં કહ્યું છે કે જ્યારે જે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે તેઓ પોતાના તીર્થમાં “ઓહાણ સુય” અધ્યયનમાં પોતે કરેલી તપશ્ચર્યા વર્ણવે છે. ધર્મકહાનુયોગમાંથી વિવિધ તપ અંગેની માહિતીનું વિહંગાવલોકન કર્યા પછી તપ વિષે થોડો વિચાર રજૂ કરું છું. ‘તપ સા નિર્જરા ચ' એ સૂત્ર આપનાર ઉમાસ્વાતિ મહારાજે તપથી નિર્જરા કર્મોની થાય એવું સૂચન કર્યું છે. અનિકાચિત કર્મો તો અન્ય રીતે ક્ષય થાય છે; પરંતુ નિકાચિત કર્મો તો ભોગવવાં જ પડે. તપ વડે નિકાચિત કર્મો દ્વારા જે અનુબંધ થવાનો હોય તેનો ક્ષય કે નાશ થઈ શકે છે. “તાપમતિ ઇતિ તપઃ” ચાર કષાયો તથા આંતરિક રાગદ્વેષાદિ શત્રુઓનો ક્ષય તપ દ્વારા થાય તે ઇચ્છનીય છે; કારણ કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિ રેવ.' કર્મોનું આવાગમન ઇચ્છાથી થાય છે, અને ઇચ્છા આકાશ જેટલી વિસ્તૃત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56