Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આજકાલ પર્યુષણ કે અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં એકાસણુ, ક્ષીર એકાસણુ, દીપ એકાસણુ, આયંબિલ, વર્ષીતપ, આયંબિલની ઓળી (જ વર્ષમાં બે વાર આવે છે જે સાડા ચાર વર્ષે પૂરી થતાં ઉજમણું કરી પૂરી થાય છે), વર્ધમાન તપની ઓળી જે કેટલાંક સો કે ૧૦૮ સુધી કરે છે. વળી, શ્રેણિતપ, સાંકળી અટ્ટમ, મોક્ષ દંડ તપ, પૌષધ, એક, બે, ત્રણ, ચાર, આઠ, પંદર, મહિનાના, બે મહિનાના ઉપવાસ કરે છે. અકબરના વખતમાં શ્રાવિકા ચંપાએ છ માસના ઉપવાસ કર્યા હતા. અંતગડદસામાં ધારિણીના પુત્રોએ બાલ બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ ૧૨ ભિક્ષુપ્રતિમાનું પાલન કરી “ગુણરત્નસંવત્સર' તપ કરી શત્રુંજયગિરિએ અનશન કરી મોક્ષે ગયા તેની નોંધ કરી છે. તપનો ખરો ઉદેશ કર્મક્ષય છે. વિદ્યતરજમલ કરવી તે તપનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. રજ અને મલ એટલે વર્તમાનમાં બંધાયેલાં કર્મો અથવા કર્મરજ અને મોહના મેલ; અથવા અનિકાચિત બાંધેલાં કર્મો તે રજ અને નિકાચિત બાંધેલાં કર્મો તે મલ કહેવાય. આને જેમ રાગ અને દ્વેષની ગ્રંથિ તોડી નિગ્રંથ થવાનું ફળ મળવું જોઈએ. મહાન આચાર્ય શäભવસૂરિ કૃત દશવૈકાલિક સૂત્રના ૮મા આચાર પ્રસિધિનામક અધ્યાયની ૬૩મી ગાથામાં આમ છે : તવે રયસ્ય વિસુજ...ઈ જં સિ મલ પુરેકર્ડ (પૂર્વે કરેલાં પાપો તપથી વિશુદ્ધ થાય છે). આ બધાં વિવેચનનો સાર માત્ર એટલો જણાવી શકાય છે : ઈગ-હુતિ-માસકખમણે સંવચ્છરમવિ અણસિઓ હુક્કા . સઝાયઝાણરહિઓ એગોવાસફલ પિ ન લભિન્ઝા છે' કોઈ એક સાધક સતત એક, બે, ત્રણ મહિના સુધી ઉપવાસ કરે અથવા એક વર્ષ સુધી અણસણ કરે પરંતુ તે દિવસોમાં જો એ સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત હશે તો એને એક ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત ન થાય. - દશવૈકાલિક સૂત્રની આઠમા “આચાર પ્રસિધિનામકમધ્યયન'ની ૬૩મી ગાથા નીચે પ્રમાણે છે : સઝાય-સક્ઝાણ-રયસ્સ તાઈણો, અપાપભાવસ તવે રચસ્સ; વિસુઝઈ જ સિ માં પુરેકર્ડ, સમીરિએ રુપ્પમલ વ જોઈણા. (૩) સ્વાધ્યાય, સદ્ધયાનમાં તન્મય એવો તપસ્વી જે નિષ્પાપ એવા ભાવમાં તદાકાર થઈ, પૂર્વે કરેલાં પાપના મળને વિશુદ્ધ કરે છે, જેવી રીતે અગ્નિ પ્રશસ્ત ધાતુના મળને શુદ્ધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56