Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૩૮ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આયંબિલ કરવાનું. આવી સુદીર્ઘ તપશ્ચર્યા કરનારાઓમાં કેટલાંક નામો આ પ્રમાણે ગણાવી શકાય : ૬૦,૦૦૦ વર્ષના આયંબિલ કરનાર ભગવાન ઋષભદેવની પુત્રી સુંદરી. ૬૦,૦૦૦ વર્ષના આયંબિલ કરનાર સામલી તાપસ, જે પારણાના દિવસે જે વાપરાતો તેને એકવીસ વખત ધોઈ સત્ત્વહીન કરી દેતો; વૈયાવચ્ચી નંદિપેણ; વર્ધમાન તપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે અદ્ભુતરૂપ તથા લબ્ધિના ધારક ૭૦૦ વર્ષ સુધી ૧૬-૧૬ રોગ સહન કરનારા ચક્રવર્તી સનતકુમાર. ઉપરના લખાણના પૃથક્કરણરૂપે તત્ત્વચિંતનનાં સંદર્ભમાં આટલું જણાવી શકાય કે બાહ્ય તપમાં તાકાત વધારવા માટે આવ્યંતર તપનું અથવા આત્યંતર તપમાં બાહ્ય તપનું મિશ્રણ કર્યા વગર છૂટકો નથી. આત્યંતર તપની જેમ બાહ્ય તપમાં પણ અનંત શક્તિની વિદ્યમાનતા નકારી શકાય તેમ નથી. જો બાહ્ય તપ મુક્તિમહેલના દ્વાર સુધી પહોચાડી શકવા સમર્થ છે; તો આત્યંતર તપ તે મહેલમાં પ્રવેશ કરાવીને મુક્તિસુંદરીનું હરણ સહેલાઈથી કરાવવા માટે પૂર્ણ સમર્થ છે. તપ કરવાનો શુભ આશય માર્દવ અને વિનયાદિ ગુણો સંપાદન કરવાનો છે, કેમ કે વિનયની સુંદર વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય : “વિનયતિ દૂરિ કરોતિ અષ્ટવિધકર્માણિ ઇતિ વિનયઃ” જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારો છે જેવા કે : વિનય, વૈયાવૃત્ય, જ્ઞાન, ધ્યાન, જપ, તપ. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહામંગલકારી કહ્યું છે, કારણ કે બાહ્ય અને આંતર રિદ્ધિસિદ્ધિ તપથી પેદા થાય છે; મંત્રો-તંત્રો તપથી ફળીભૂત થાય છે. આ લોકમાં અને પરલોકમાં અનેક પ્રકારની સંપત્તિઓ તપના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. પ૦ પ્રકારની લબ્ધિ અને અષ્ટ મહાસિદ્ધિ તપના બળે પ્રાપ્ત થાય છે. સંપત્તિની જેમ આપત્તિઓ તપથી દૂર થાય છે, રોગાદિ વિપત્તિઓ દૂર થાય છે. ભવરોગ અને ભાવરોગરૂપ કર્મનો જડમૂળથી નાશ કરવામાં તપ અપૂર્વ ઔષધરૂપ છે. આત્માને નિર્મળ અને ઉચ્ચતમ બનાવનાર તપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો તપ વડે નિર્મળ થાય છે. કર્મનિર્જરાનું મહાન સાધન તપ છે. તેનાથી નિબિડમાં નિબિડ નિકાચિત કર્મોનો ભાંગીને ભુક્કો કરાય છે. તપ ખરેખર અચિંત્ય પ્રભાવશાળી અને ઉન્નતમાં ઉન્નત દશા પ્રાપ્ત કરાવનાર છે. તપની તાકાત અનેરી છે તેથી લખ્યું છે : અથિર પિ થિર વંપિ સજુએ દુલહંપિ તહ સુલહાં ! દુઝે પિ સુરજઝ, તવેણ સંપન્જએ કર્જ II યદ્ દૂર યક્ દુરારાધ્ય યચ્ચ દૂરે વ્યવસ્થિતમ્ | તત્સર્વ તપસા સાધ્ય તપો હિ દુરતિક્રમણ્ / કિ બહુણા ભણિએણે જે કસ્સવિ તહવિ કWવિ સુહાઈ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56