Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 42
________________ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૨ ૩૩ મુક્તિ-મોક્ષ-કેવળજ્ઞાન-સિદ્ધશિલાના પ્રાસાદમાં પહોંચવા માટે તેના દ્વારરૂપ બાર પ્રકારનાં તપની આવશ્યકતા છે. તપશ્ચર્યા કરનારને આટલી શ્રદ્ધા જરૂર હોય છે કે મારાં કર્મોને નાબૂદ કરવા હું તપ કરું છું. સૂત્રકાર મહાશયે ફરમાવી દીધું છે કે નવાં પાપોને અટકાવવા અને જૂનાં પાપોથી મુક્ત થવું હોય તો તપ સિવાય બીજું એકે શસ્ત્ર નથી. આ રહ્યું તે સૂત્ર : ‘તપસા નિર્જરા ચ.’ બાહ્ય તેમ આવ્યંતર બંને પ્રકારની તપશ્ચર્યા પોતપોતાના સ્થાને મુખ્ય છે. એકને મુખ્ય અને બીજાને ગૌણ માનવાની ભૂલ કોઈ કાળે કરવી નહિ. બાહ્ય તપની તાકાત વધારવા માટે આત્યંતર તપનું તથા આભ્યાંતર તપનું મિશ્રણ કર્યા વગર છૂટકો નથી. બંનેમાં અનંત શક્તિ છે, માટે બાહ્ય તપના સ્થાને બાહ્ય તપ બળવાન છે, અને આપ્યંતરના સ્થાને આભ્યાંતર તપ બળવાન છે. દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં અહિંસા-સંયમ અને તપની આરાધનાને ધર્મ કહ્યો છે : ‘ધમ્મો મંગલમુક્કિä અહિંસા સજમો તવો.' સંક્ષેપમાં કહેવું હોય તો શાસ્ત્રજ્ઞો કહે છે કે મનની શાંતિ અને સ્વાધીનતા માટે બાહ્ય તપ જ પૂર્ણ સમર્થ છે. વિહંગાવલોકન રૂપે કહેવું હોય તો વાનગીઓમાં ભટકતા મનને વશ કરવા માટે અનશન, પારણામાં તથા એકાસણું-આયંબિલમાં આસક્તિ દૂર કરવા માટે ઉણોદરી તપ; જુદા જુદા પદાર્થોની ઇચ્છામાં અનાદિકાળથી ટેવાયેલા મનને અંકુશમાં લાવવા માટે વૃત્તિસંક્ષેપ; પાપના મૂળ કારણરૂપ શરીર તથા ઇન્દ્રિયોના સુંવાળાપણાના ભાવમાં રાચતા મન માટે કાયક્લેશ; શરીર તથા અંગોપાંગોને જાણીબૂઝીને ગોપાવી દેવામાં એટલે કે ભોગવાયેલી માયાના ચક્કરમાં જ્યારે મન ફસાતું જાય ત્યારે સંલીનતા તપ વશ કરે છે. રાઈ-દેવસી પ્રતિક્રમણની આઠ ગાથાઓમાં ૬-૭ ગાથામાં બાર તપનો નિર્દેશ કરી પોતાની શક્તિથી અધિક નહિ તેમ ગોપાવ્યા વગરનો પરાક્રમ તપની આરાધના માટે કરવાનો નિર્દેશ કરાયો છે. (ગા. ૮) સર્વ તપોમાં ઉત્કૃષ્ટ કક્ષાનું તપ તે સ્વાધ્યાય છે. તે અંગે કહેવાયું છે કે ‘સ્વાધ્યાય સમો તપઃ ન ભૂતો ન ભવિષ્યતિ'. સાધુ-સાધ્વીના દૈનિક કર્મમાં સ્વાધ્યાયને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહ્યું છે કે તપ નહિ કરે તો ચલાવી શકાય પરંતુ સ્વાધ્યાય તો થવો જ જોઈએ ! તેઓના નિત્ય ક્રમમાં પ્રથમ અને દ્વિતીય પ્રહરમાં અનુક્રમે સ્વાધ્યાય અને ધ્યાન, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી, ચોથામાં વળી સ્વાધ્યાય, રાત્રે પણ એક પ્રહર માત્ર નિદ્રા અને બીજા ત્રણમાં સ્વાધ્યાય અને ધ્યાન. તેથી કહ્યું છે કે : પઢમ પોરિસીએ સાયં બીયં શાણું શિયાયહ { તઈયાએ ભિક્ખાચરિયું ચઉત્શી વિ સજ્ઝાયં જૈન-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56