Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિષે કિંચિત્ + ૩૫ વળી, નવમા “વિનયસમાધ્યયન'ની ચતુર્થ ઉદેશની ચોથી ગાથા આ પ્રમાણે છે : ચઉળિયા ખલુ તવસમહી ભવઇ, જહા નો ઇહલોગક્યા એ તવમહિઠિજજા ૧, નો પરલોગઠયાએ તવમહિઠિ ૨, નો કિત્તિ વયેગ સદસિલોગઠયાએ તવમહિથ્રિજ્જો ૩, નન્નત્ય નિક્કરઠાયાએ તવમહિદ્ધિજ્જા ચાર પ્રકારે સમ્યગુ રીતે તપ આચરી શકાય, જેમ કે આ લોકની આશાથી તપ ન આચરવું જોઈએ, પરલોકની કામનાથી તપ ન આદરવું જોઈએ, કીર્તિપ્રશંસા મોટાઈ માટે તપ ન કરવું જોઈએ – સકામ, નિર્જરા સિવાય કોઈ પણ આશયથી તપ તપવું ન જોઈએ. આ ઉપરના વાક્યાંશનો છાયાનુવાદ છે. ક્યાં આ આદર્શ, ક્યાં આજની કીર્તિ, પ્રસિદ્ધિ, અભિમાન, ઈર્ષા, હુંસાતુંસી, માયા, કપટાદિથી થતું તપ ! દશવૈકાલિક”ની પ્રથમ ચૂલિકાની ૧૮મી ગાથામાં કહ્યું છે કે : પાવાણં ચ ખલુ ભો કડાણ કમ્માણ પુવિ દુચ્ચેિન્નાણું દુપ્પડિઝંતાણું લેતા મુખો નલ્થિ અવેઈત્તા તવસાવા ઝોસઈત્તા ૧૮ આનો ભાવાનુવાદ આ પ્રમાણે નિર્દેશી શકાય : કરેલાં પાપકર્મો જે પૂર્વ ભવોમાં એકત્રિત થયેલાં છે, જેના પ્રતિકારરૂપે આલોચનાદિ કર્યા નથી તે ભોગવ્યા વગર છૂટકો નથી, ભોગવીને મુક્ત થવાય અથવા તપથી બાળી-સુકાવી નાંખીને. અહીં પણ તપરૂપી અગ્નિ વડે પૂર્વોનાં ક બાળી નંખાય છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. ઉપવાસાદિ બાર પ્રકારનાં ગમે તે તપ હોય પણ ચરિતાર્થ કરવા હોય તો રસવર્જ રસોપ્યસ્ય નિવર્તત' એ સૂત્ર ધ્યાનમાં રહેવું જોઈએ. પુંડરિક અને કંડરિક બે ભાઈમાંથી કંડરિક હજારો વર્ષ સુધી ઉપવાસ કરે છે પણ આસક્તિનો ત્યાગ ન કર્યો હોવાથી એક દિવસ દીક્ષા છોડી રાજ્ય અંગિકાર કરે છે, અકરાંતરની જેમ ખાય છે, અસ્વસ્થ બને છે, રૌદ્ર ધ્યાનમાં ચઢી નરકે જાય છે; જ્યારે પુંડરિકે આટલાં વર્ષો અનાસક્તિથી સુખોપભોગવ્યા અને દીક્ષા લઈ ઉપયોગ-જયણા સહિતનું ચારિત્ર પાળી કાયાનું કલ્યાણ કર્યું. કહેવામાં આવે છે કે મેરુ પર્વત જેટલો ઊંચો થાય તેટલો મુહપત્તિ અને ઓઘાનો ઢગલો કર્યો છતાં પણ મુક્તિ દૂરની દૂર રહી; કારણ કે આટલી બધી તપશ્ચર્યા એકડા વગરના મીંડા જેવી હતી, શૂન્ય પરિણામવાળી હતી, તેથી તેનું અંતિમ પરિણામ શૂન્ય જ રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56