________________
૩ર : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કેટલાક બધી બાજુ અગ્નિ સળગાવે છે, કાંટાની પથારીમાં સૂવે છે, નદીના પાણીમાં ઊભા રહે છે, ઊંધા લટકે છે વગેરે વાત કરી છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું છે :
દૂર દૂરારાä યચ્ચ દૂરે વ્યવસ્થિતમ્ !
તત્સર્વ તપસા સાધ્ય તપો હિ દુરતિક્રમણ્ છે. અન્ય રીતે તત્ત્વાર્થસૂત્ર” જણાવે છે :
“તપસા નિર્જરા ચ !' બધ્ધ, નિધત્ત અને અનિકાચિત કર્મો તપ વડે વીખરાઈ શકે છેજ્યારે નિકાચિત કર્મો ભોગવવાં પડે છે.
ઉપવાસ તપની સાથે સંકળાયેલ બીના તે પારણું છે, તેમાં યોગ્ય વિવેક રાખવો જોઈએ. પારણામાં મિતભૂક રહેવું જોઈએ. માસખમણ પછી પારણું કરાવનારને ન્યાય આપી પોતાની પ્રકૃતિ બગડે નહિ તે માટે દરેક પાસેથી એક એક કોળિયો જ લેવો જોઈએ. નહિ તો આવા પારણા પછી ઉપવાસીનું મૃત્યુ થવાનું જોવા મળે છે.
ઉપવાસ કરવાનો ઇરાદો નિયાણું હોવું ન જોઈએ. તેથી તેનું ફળ નષ્ટ થાય છે. ત્રણ માસના ઉપવાસી અગ્નિશર્માને ભવોભવ વેર વાળે તેવું નિયાણું કરે છે. સંભૂતિ મુનિએ ચક્રવર્તીની પત્નીના વાળના સ્પર્શથી તપના ફળ રૂપે સુંદરી સ્ત્રીના પતિ થવાનું નિયાણું કર્યું હતું. અગ્નિશર્માએ દ્વેષથી નિયાણું કર્યું. તેવી રીતે મોહગર્ભિત નિયાણું પણ થઈ શકે જેમ કે બીજા જન્મમાં કુરૂપ, દરિદ્રી, નીચ ફળાદિની વાંછના રાખે કે જેથી તે ધર્મ કરી શકે. પરંતુ આવી વ્યક્તિ ધર્મ કરી શકે તેવી આશા આકાશકુસુમ જેવી છે. વૈયાવચ્ચી નંદિષેણે હાથ વેચી ગધેડો ખરીદ્યો હતો. કામાતુર સોની કુમારનંદી પાંચસો સોનામહોર આપી રૂપવતી કન્યા સાથે લગ્ન કરતો. હાસા-પ્રહાસા બે વ્યંતરીઓમાં આસક્ત કુમારનંદીને પંચશીલ દ્વીપ પર આવવા માટે અનશન નિયાણું કરી જન્મ લેવાનું જણાવ્યું, અગ્નિમાં પડી બળી મરવાનું જણાવ્યું. તેમ કર્યું અને ઢોલિયો થયો !
નિયાણું માટે સંસ્કૃત ભાષાનો શબ્દ નિદાન છે. તે નિ + દો ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. ધર્મ એક કલ્પવૃક્ષ છે. સમ્યગ્દર્શનના વિસ્તારથી તેનું મૂળ દઢ થયું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના ઊંચા સ્કંધ છે, દાન-શીલ-તપ-ભાવના તેની શાખા-પ્રશાખા છે, દેવ-મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ સુખસંપત્તિ પુષ્પો છે, મોક્ષ તેના ફળરૂપે છે. જેનું નિયાણારૂપી કુહાડીથી ઉચ્છિન્ન કરાય છે તેથી મોહ, રાગ, દ્વેષાદિથી કરાતું નિયાણું વર્જ્ય છે.
મકાનમાં પ્રવેશવા માટે તેના દ્વાર સુધી પહોંચવું જેમ આવશ્યક છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org