Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જાણ્યા પછી પણગ-દગ પર ચિંતન કરવા માંડે છે અને તે મહાવીર સ્વામીના જણાવ્યા પ્રમાણે અંતકૃત કેવળી બને છે. ઘણાં વર્ષો સુધી દીક્ષાપર્યાય પછી ગુણરત્ન તપ કરી વિપુલ પર્વત પર સિદ્ધ થશે. શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર દીક્ષા લે છે. છેલ્લે સંથારો આવવાથી ધૂળ વગેરે તથા પાદપ્રહારાદિથી કષ્ટકારી જીવન તરફ ઘૃણા થયા પછી મહાવીર સ્વામી પાસે પહોંચી દીક્ષાત્યાગ કરવાની અભિલાષા વ્યક્ત કરે છે; ત્યારે ભગવાન તેને પૂર્વજન્મમાં સુમેરુપ્રભના ભવનું હાથી તરીકેના જીવનનું વર્ણન વિગતે કરે છે. ત્યારબાદ મેઘકુમાર દીક્ષા ચાલુ રાખવાનો સંકલ્પ કરે છે. મેધ ભિક્ષુપડિમા ધારણ કરે છે; ગુણરત્નસંવત્સર તપ તથા ઘણાં બધાં છઠ, દેશ, બાર, અડધો માસ, પૂર્ણમાસાદિ તપ કરે છે તથા વિપુલ પર્વત પર અનશન કરે છે. શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા સાર્થવાહપુત્ર ધન્ના અણગાર દીક્ષિત થયા પછી ભગવાનની અનુજ્ઞા મેળવી હર્ષપૂર્વક જીવે ત્યાં સુધી છછઠ્ઠના આયંબિલ તપ સાથે કાકંદી નગરીમાં પ્રવેશી આયંબિલોચિત ભોજન ગ્રહણ કર્યું તથા સામાયિકાદિ અગિયાર અંગો ભણે છે અને એવું ઉત્કૃષ્ટ તપ કરે છે કે તેનું શરીર સુકાઈને લાકડું થઈ ગયું અને હાડપિંજર જેવા શરીરનું આબેહૂબ વર્ણન પૃષ્ઠ ૧૦૦-૧૦૨માં કર્યું છે. શ્રેણિક રાજાના પ્રશ્નના ઉત્તરમાં પૃષ્ઠ ૧૦૩ પર ભગવાને જણાવ્યું છે કે તેના ચૌદ હજાર શ્રમણોમાં ધન્ના અણગારનું સ્થાન પ્રથમ છે; ત્યાર પછી તેઓ સર્વાર્થસિદ્ધિમાં જઈ મહાવિદેહમાં સિદ્ધિ મેળવશે. ચિલાતિપુત્ર ધણસાર્થવાહની પુત્રીની સારસંભાળ તથા ચાકરી કરતો હોય છે. શેઠના ઘરમાંથી સુસમાનું અપહરણ કરી તેનો વધ કરે છે. લોહીથી ખરડાયેલા હાથવાળો ચિલાતિપુત્ર પછીથી મુનિના સંપર્કમાં આવતાં પ્રવ્રજ્યા અંગિકાર કરે છે. રાજગૃહમાં મહાવીર સ્વામી પાસે મુનિવ્રત ધારણ કરે છે; અગિયાર અંગ ભણી માસિક સંલેહણા કરી મહાવિદેહમાં સિદ્ધ થશે. કંડરિક અને પુંડરિક બે રાજપુત્રોમાં પુંડરેકે પછીથી દીક્ષા લીધી હતી. તેણે પ્રાણાતિપાદિનું પ્રત્યાહાર કરી, પચ્ચક્ખાણ સહિત અસણ-પાણ-ખાઈમસાઈમનો ત્યાગ કરી જીવે ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી મૃત્યુ પછી સર્વાર્થસિદ્ધ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ; મહાવિદેહમાં સિદ્ધિ પામશે. પાંડવોની પત્ની દ્રૌપદીનું વિસ્તૃત ચરિત્ર વર્ણવીને છેલ્લે દ્રૌપદી આર્યા સુવર્ણા પાસે દીક્ષા લઈ અગિયાર અંગો ભણી ઘણાં વર્ષ સંયમ પાળી માસિક સંલેખણા કરી, આત્માને લાગેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરી આલોચના વગેરે કરી બ્રહ્મલોકમાં જન્મી મહાવિદેહમાં સિદ્ધિ મેળવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56