Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ૨૪ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઠાણેણં, મોણેણં, ઝાણેણં, આ ત્રણ શબ્દો પણ સૂચવે છે કે આ કાયોત્સર્ગના અનુષ્ઠાનમાં ઉપયોગ અને જયણા યોગ્ય પ્રમાણમાં સાચવવા જ જોઈએ; કારણ કે જૈનોનાં પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. સંસમાને સાચવનાર નોકર ચિલાતીપુત્રે જ્યારે તેનું માથું લઈ ભાગવા માંડ્યું અને જ્યારે માર્ગમાં મળેલા મુનિએ ત્રણ પદમાં (સંવેગ-વિવેક-સંવર') ધર્મનું રહસ્ય સમાઈ જાય છે એવો ઉપદેશ આપ્યો ત્યારે તેના ઉપર વિચાર કરતાં તત્ત્વ સમજી નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ પ્રસ્થાપિત કરી મન અને કાયાના વ્યાપારને બંધ કર્યા. મેરુ માફક અનિશ્ચલપણે કાઉસગ્નમાં રહી આ ત્રણ પદોની અનુપ્રેક્ષા કરવા લાગ્યો. જિનકલ્પ સંબંધી ક્રિયા જે આકરી છે તે વિષે ધર્મબિંદુમાં લખ્યું છે કે : વચનગુરુતા–પ્રભુનાં શાસ્ત્ર-વચન એ જ ગુરુ, અલ્પઉપધિપણું, શરીરની ટાપટીપ-સાફસૂફી ન કરવી, શાસ્ત્રમાં કહેલા અપવાદનો ત્યાગ, ગામમાં એક રાત્રિ, શહેરમાં પાંચ વગેરે પ્રમાણે વિહાર કરવો, નિયતકાલે જ ભિક્ષા લેવા જવું, ઘણે ભાગે કાઉસગ્ગ ધ્યાનમાં રહેવું, દેશના ન આપવી, ધ્યાનમાં એકાગ્રતા રાખવી.” કાઉસગ્ગ ધ્યાનમાં રહેનારી ઘણી વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ ન કરતાં, સોમિલ સસરાએ માથા પર માટીની પાળ બાંધી તેમાં અંગારા મૂક્યા. ત્યારે પણ ગજસુકુમાલ કાઉસગ્ગ ધ્યાનમાંથી વિચલિત ન થયા તે કાઉસગ્ગનું ગૌરવ તથા મહત્ત્વાદિ બતાવે છે. G Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56