Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 34
________________ પ જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ‘આત્માએ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, આત્મા પોતે પરમાત્મા છે' એ જૈન શાસનના હાર્દ સમાન મૌલિક સત્ય છે. જૈન દર્શનમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ તથા ધર્મકથાનુયોગ એ ચારને તત્ત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ દર્શાવી છે. ત્રણેયના નિષ્કર્ષરૂપે મુમુક્ષુ જીવો સાધનાને વિકસાવી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા જે રીતે ઉત્થાન કરતાં રહ્યાં તેમાં તેમના જીવનની મંગલમય સાધનાનું સુરેખ આલેખન ચોથા ધર્મકથાનુયોગમાં સંકલિત થયેલ છે. ધર્મકથાનુયોગનું સાહિત્ય આબાલવૃદ્ધ સર્વ માટે ખૂબ જ ઉપકારક છે. ઉપર જણાવેલા અનુયોગનું ચાર ભાગમાં વિભાજન કોણે કર્યું તેની ચર્ચા દરમ્યાન આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૬૯માં સ્પષ્ટીકરણ છે કે શ્રુતધર આર્ય વજ્રના સુશિષ્ય આર્ય રક્ષિતસૂરિએ આ પૃથક્કરણ કર્યું હતું. સૌ પ્રથમ આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઘોર તપ સાડાબાર વર્ષના છદ્મસ્થપર્યાયમાં પ્રાયઃ મૌન સાથે ૪૧૬૬ ચૌવિહાર ઉપવાસ કર્યા જેમાં પારણાના દિવસો ૩૪૯ તથા દરેક તપમાં વિવિધ અભિગ્રહો રાખ્યા હતા. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર સ્વામીનો ‘દીર્ઘ તપસ્વી' એ નામથી ઉલ્લેખ છે. ૧૯મા મલ્લીનાથ સહિત સાત સાગરિતોએ માસિક ભિક્ષુપ્રતિમા વહન કરી હતી. તેઓએ ખુડ્ડાગ ‘સીહનિક્કીલિય’ તપ, જે બે વર્ષ ૨૮ રાતદિને આરાધ્યું. ત્યારપછી ‘મહાલયં સીહનિક્કીલિય તપ' આરાધી ઘણા ‘ચઉત્થ-છઠ્ઠમ-દસમદુવાલસ-માસદ્ધમાસ તપ' કરતા હતા. (આ લેખમાં અવતરણો શ્રી કમલમુનિએ તૈયાર કરેલાં ધમ્મકહાનુયોગ નામના ગ્રંથમાંથી આપ્યાં છે.) બાલ તપસ્વી મોરિયાપુત્ત તામલી અણગારે પ્રવ્રજ્યા અંગિકાર કરી પાદોવગમણ લેહણા કરી તથા ૬૦,૦૦૦ વર્ષ, સંલેહણા ક૨ી શરીર સૂકવી દીધું. મૃત્યુ બાદ ઈશાન કલ્પમાં જન્મ્યા. સિરિદેવીનો પુત્ર અઈમુત્તઅ છ વર્ષની નાની વયે દીક્ષા લે છે. પાણીમાં હોડી તરાવવાની બાળસુલભ ચેષ્ટા કર્યા પછી તેણે અપકાયની હિંસા કરી છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56