________________
કાયોત્સર્ગ - ૨૧ દરમ્યાન પ્રારંભથી અંત સુધી કાઉસગ્ગમાં નિશ્ચલ રહે છે અને તેના પ્રતાપે અને પ્રભાવે અણિશુદ્ધ રીતે પાર પડે છે.
બાહુબલીનો કાયોત્સર્ગ સુપ્રસિદ્ધ છે. એક વર્ષ સુધી ખાવાનું, પીવાનું, બોલવાનું, બધું જ બંધ હતું અને કાઉસગ્ગમાં ઊભા રહ્યા. તેની દાઢીના વાળમાં પક્ષીઓએ માળા કર્યા ! તથા શરીર પર વેલા વીંટળાઈ ગયા !
એક સમય એવો હતો કે સાધુ સમુદાયનો કલ્પ આચાર (સાધ્વાચાર) જેમાં સંગ્રહાયેલો છે, તે કલ્પસૂત્ર પર્યુષણના પવિત્ર પર્વ દરમ્યાન આચાર્ય કે ગુરુવર્યના મુખે વાંચન ધાય ત્યારે મુનિગણ તેને કાઉસગ્ગમાં ઊભા ઊભા એકચિત્તે શ્રવણ કરે.
કાયોત્સર્ગમાં મનના નિયંત્રણ ઉપરાંત વચન તથા કાયાની પ્રવૃત્તિ પણ બંધ કરવાની છે. ૧૩ આગારો ઉપરાંત ૪ પ્રસંગોની છૂટ રહે છે. કાયોત્સર્ગનો ભંગ કે તેની વિરાધના ન થવી જોઈએ. જેવી રીતે સોનાનો ઘડો ભાંગી નાખીએ તો પણ તેની કિંમતમાં થોડો ઘટાડો થાય પણ સંપૂર્ણ શૂન્ય ન થાય; પરંતુ માટીનો ઘડો તૂટતાં તેના ઠીકરાની કશી કિંમત ન ઊપજે; તેવી રીતે, આગારોથી કાઉસગ્ગનો ભંગ કે વિરાધના ન થાય. કારણ કે આ આગારો શરીરના પ્રાકૃતિક ધર્મો છે.
બીજું, કાઉસગ્ગ આઠ કે સોળ નવકારાદિનો હોય છે. તેમાં આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ મુકરર કરાયું છે. એક પાદચરણ--લીટી બરાબર એક શ્વાસોશ્વાસ ગણાય છે. કાઉસગ્ગમાં શ્વાસ રોકી પ્રાણાયામાદિ કરવાની ના પાડી છે કારણ કે શ્વાસ વધુ રોકાઈ જાય તો મૃત્યુ પણ સંભવે.
ખેડૂત ખેતરને તૈયાર કર્યા પછી જ બીની રોપણી કરે છે. તેવી રીતે કાઉસગ્ગ કરતાં પહેલાં કેટલાક આવશ્યક ગુણધર્મો વ્યક્તિએ ચરિતાર્થ કરેલા હોવા જોઈએ. તે ગુણધર્મો : રાતે કે દિવસે કાયિક, વાચિક અને માનસિક અતિચાર ન થવા જોઈએ. ઉત્સૂત્ર, ઉન્માર્ગ, ન ક૨વા જેવાં કૃત્યો, કલ્પ વિરુદ્ધનું, દુષ્ટ ધ્યાન, દુષ્ટ ચિંતન, અનાચાર, અનિચ્છનીય વર્તણૂક, શ્રાવકને અનુચિત એવો ક્રિયાકલાપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સમતા, ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો તથા બાર પ્રકારના શ્રાવકોચિત ધર્મોનું ઉલ્લંઘન ન થાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. આ પ્રતિપાદિત કરે છે કે કાઉસગ્ગ એ અત્યંત ગૌરવશાળી વિધિ છે તેથી વેઠ કે જેમ તેમ કરી નાંખવાની ક્રિયા નથી; કારણ કે તે એક વિશિષ્ટ ધ્યાન માર્ગે લઈ જનારી ધાર્મિક અનુષ્ઠાન વિધિ છે. તે યોગ્ય રીતે પાર પડે તે માટે લેભાગુ રીતે ન ક૨વી જોઈએ. એટલું જ નહિ પરંતુ તલ્લીન, તન્મય, તદ્નચિત્ત તથા તદાકાર થવાનો પ્રયત્ન હંમેશાં હોવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org