Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ શિધ્યાત્ ઇચ્છતુ પરાજયમ્ - ૧૧ નાસ્તિક ઉપાય શોધી કાઢ્યો. રાતના ઊપડ્યો. એ ઉદ્યાનમાં લાકડાં ભેગાં કરી મુનિની આસપાસ ગોઠવી દીધાં. લાકડાં સળગાવી ઘરભેગો થઈ ગયો. હાશ ! હવે મુનિ સળગી જશે. લોકો યાદ પણ નહીં કરે. મારો કાંટો ગયો.' મુનિની રાખ જોવા તે હરખ અનુભવી રહ્યો છે. પરંતુ આ શું? ત્યાં ને ત્યાં મુનિને રાખની વચમાં ધ્યાનમાં ઊભેલા જોઈ સ્તબ્ધ બની ગયો. આ શું? મુનિ બળ્યા નહીં ? તપના પ્રભાવ પર નાસ્તિકને આશ્ચર્ય અને ધર્મબુદ્ધિ થાય છે. લલિતાંગ મુનિની રક્ષા થઈ એ જોઈ અસંમત દિધૂઢ થઈ ગયો. કેવો તપાદિનો પ્રભાવ તથા પરચો ! બે અસંભવિત કાર્યોનો પરિપાક જઈ (નદીનો પ્રવાહ કશું ન કરી શક્યો, તથા અગ્નિ બાળી ન શક્યો) આ કેવું સમજી ન શકાય તેવું આશ્ચર્ય ! ધર્મ સિવાય અહીં કયું તત્ત્વ કાર્ય કરી ગયું, કયું તત્ત્વ કાર્યરત થયું ! આજ સુધી જે ધર્મને પોતે નિરર્થક ગણતો, વિટંબણાકારી ગણતો તેનો આવો પ્રભાવ અને પરચો જઈ તે હવે કંઈક ખંચકાયો. શું તે કુદરતના નિયમને પણ આંબી શકે ? ઉથલાવી શકે ? બે કુદરત વિરોધી ઘટના જોયા પછી નાસ્તિકને પારાવાર પસ્તાવો થયો. ઠીક જ લખ્યું છે કે : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે” ત્યારબાદ, નાસ્તિક અસંમતને સમર્થ ધર્મને સાધનારા મહાત્મા પ્રત્યે ઈષ, ધર્મ અને ધર્મા પ્રત્યેનો દ્વેષ અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ જાગ્યો અને તે તત્ત્વોએ આત્મા, પરમાત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે પર શ્રદ્ધા ઊભી કરી. ધર્માત્મા મુનિ બંને સંકટો તરી શક્યા. ન ડૂળ્યા. ન બળ્યા એ એમના ધર્મને આભારી હતું. શરીર જડ છે, પૌગલિક છે, આત્મા વિશિષ્ટ તત્ત્વ છે. પુણ્ય, પાપ, ધર્માદિ છે. મેં આત્માને ભૂલી માત્ર શરીર પ્રત્યે દૃષ્ટિ રાખી તેથી જીવનને ગોઝારાં અપકૃત્ય-દુષ્કૃત્યભર્યું બનાવ્યું. તેના જીવનમાં પરિણતિ થઈ, પાપ પશ્ચાત્તાપથી દુષ્કૃત્ય બીજ નષ્ટ થયું. બસ, અસંમત નાસ્તિકે મનથી કાયા ને કાયિક સુખાદિની પરાધીનતા ત્યજી, આત્માનું ખરેખ, સ્વાતંત્ર્ય અજમાવી વીર્ષોલ્લાસ પ્રગટાવ્યો. અશુભ ભાવનાથી આત્માને અલગ કરી, અલિપ્ત કરતો કરતો તે શુભ ભાવોમાં ચઢ્યો. શરીરઆત્માનો ભેદ રામજતો, અનાસક્ત ભાવમાં ચઢી ચિંતનમાં ચિત્ત પરોવી, શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56