Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 22
________________ તિજયપહત્તમાં આંકડાની યોજના જૈન પરંપરા પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રત્યેક દસ ક્રોડાકોડ સાગરોપમની હોય છે. તે દરેકમાં ત્રીજા અને ચોથા આરામાં ચોવીસ તીર્થકરો તીર્થ પ્રવર્તાવ છે. આપણી આ અવસર્પિણીના ત્રીજા તીર્થકર અજિતનાથ ભગવાન થયા. તે સમયે ઉત્કૃષ્ટ તીર્થકરોની સંખ્યા એકસો સિત્તેરની ગણાવાય છે. ભારત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં અજિતનાથના સમયમાં ભરતક્ષેત્રમાં પાંચ, ઐરાવત ક્ષેત્રમાં પાંચ અને મહાવિદેહક્ષેત્રની બત્રીસ વિજયોમાં પ્રત્યેકમાં પાંચ પાંચ એટલે ૩૨ ૪ ૫ = ૧૬૦ + ૫ + ૫ = ૧૭૦ની સંખ્યામાં તીર્થંકરો થયા હતા. આ માટેના કેટલાક ઉલ્લેખો જોઈએ. શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન કે જે રાઈપ્રતિક્રમણમાં કરાતું હોય છે તેની બીજી ગાથામાં આ પ્રમાણે ઉલ્લેખ છે : કસ્મભૂમિહિં કમ્મભૂમિહિ, પઢમસંઘયણિ, ઉકકોસયસત્તરિચય, જિણવરાણ વિહરંત લબ્બઈ. કર્મભૂમિ જે ૧૫ છે તેમાં પઢમસંઘયણિવાળા ઉત્કૃષ્ટ, ૧૭૦ જિનવરો થયા હતા. રાઈપ્રતિક્રમણમાં બોલતા “તીર્થવંદના” – “સકલતીર્થ” સૂત્રમાં તારંગે શ્રી અજિતજુહાર એવો ઉલ્લેખ છે. નવસ્મરણ જે અત્યંત પ્રભાવક ગણાવાય છે અને જેનો નિત્ય પાઠ ભાવિકો ઉલ્લાસપૂર્વક કરે છે તેમાં ચોથું સ્મરણ તિજયપહુર સ્મરણ તરીકે સ્થાન પામ્યું છે. તેની નવમી ગાથામાં આ પ્રમાણે ઉલ્લેખ છે : “પંચદસકમ્મભૂમિસુ ઉપ્પન સત્તરિ જિણાણસય' પંદર કર્મભૂમિમાં એકસો સિત્તેર (સિત્તેર અને સો) જિનેશ્વરી ઉત્પન્ન થયા છે. આ જ સ્મરણમાં ૧૭૦ સંખ્યા બધી રીતે જેનો સરવાળો ૧૭૦ થાય તેવો ઉલ્લેખ એક સુંદર યંત્ર રૂપે આ પ્રમાણે કરાયો છે: (ગાથા ૨ થી ૫) પણવીસા (૨૫) ય અસીઆ (૮૦) પન્નરસ (૧૫) પન્નાસ (૫૦) જિનવર સમૂહો નાસેઉ સયલદૂરિએ ભવિયાણ ભત્તિજુરાણું ||રા વીસા (૨૦) પણયાલાવિ (૪૫) ય તીસા (૩૦) પન્નતરિ (૭૫) જિણવજિંદા / ગહજૂઅરમુખસાઈણિ – ધોરગ્વસગ્ગ પણાસંતુ ફll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56