________________
૧૨ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભાવમાં આરૂઢ થઈ શુક્લ ધ્યાન લાગતાં, ક્ષપક શ્રેણિ માંડતાં, પ્રથમ મોહનીય કર્મનો ત્યારબાદ બાકીના જ્ઞાનાવરણીયાદિ સમસ્ત ઘાતી કર્મનો સર્વથા નાશ કરી તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ઉપરના પાંચ પ્રસંગો જોયા પછી વૈદિક ધર્મમાંથી કંઈક જુદો એવો એકલવ્યનો પ્રસંગ જોઈએ.
એકલવ્યની જાતિને લીધે ગુરુ ધનુર્વિદ્યા શીખવવા સંમત થતા નથી. એકલવ્યે તેથી હતાશ થયા વગર નિષ્ઠા અને ખંતપૂર્વક ધનુર્વિદ્યામાં પારંગત થવા દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી. તેણે જાણે કે સાક્ષાત્ ભાવભર્યા ઉમળકા સાથે માટીના ગુરુમાં સાચા ગુરુની પ્રતિષ્ઠા કરી ધનુર્વિદ્યામાં એક્કો બની ગયો. બ્રાહ્મણ દ્રોણાચાર્યથી નિમ્ન કોટી અને જાતિના એકલવ્યની આ સિદ્ધિ સહન ન થઈ શકવાથી વિદ્યા શીખવવાની ફી તરીકે તેને જમણા હાથનો અંગૂઠો કાપી આપી ગુરુદક્ષિણામાંથી મુક્ત થવા જણાવ્યું. સવાયા અર્જુન જેવા બનેલા એકલવ્યે કોઈપણ પ્રકારના કચવાટ વગર પોતાનો અંગૂઠો કાપીને ગુરુ સમક્ષ ધરી દઈ, ગુરુ પ્રત્યેના ઋણમાંથી મુક્ત થઈ, ગુરુ કરતાં પોતાની પ્રતિષ્ઠા તથા પોતાનું ગૌરવ સદા માટે વધારી દીધું.
આમ, ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ગુરુનો મહિમા ઘણો મોટો છે. સાચા વત્સલ ગુરુ પોતાના કરતાં પણ પોતાના શિષ્યો આગળ વધે, વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી અંતરની સાચી ભાવના ધરાવતા હોય છે અને એવી આશિષ આપતા હોય છે. પોતાના કરતાં પોતાના શિષ્યો વધુ પ્રગતિ કરે તો તેથી તેમને દ્વેષ કે મત્સર થતો નથી, પણ અપાર હર્ષ થાય છે. પોતાના કરતાં પોતાના શિષ્યને પોતાની ઉપસ્થિતિમાં વહેલું કેવળજ્ઞાન થાય તો ગુરુ તેવા કેવળ શિષ્યનાં ચરણમાં વિનયપૂર્વક ભાવપૂર્વક મસ્તક નમાવી કૃતકૃત્યતા અનુભવે છે. ગુરુશિષ્યના આ સંબંધના વિનયનું તત્ત્વ ઉભયપક્ષે રહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org