________________
૮ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
“અપ્રતિપાતિ... જ્ઞાનથી.”
સાંભળતાં જ શીતલાચાર્યને વજઘાત થયો. ‘હું ! મેં કેવળીની આશાતના કરી ! અહો ! કેટલું મને પાપ લાગ્યું? કેવો હું ઘોર પાપી !' એક જોરદાર આંચકો લાગ્યો. એમનો કર્મનો મહેલ કકડભૂસ થઈ તૂટી ગયો. તેમણે કેવલી ભગવંતોનાં ચરણોમાં ભાવવંદના કરી, આંસુથી પગ પખાળતાં સૂરિ મહારાજ પણ કેવળી થયા. કહેવાય છે “વંદના પાપ નિકંદના.' ભાવપૂર્વક વંદનાથી કર્મોનું નિકંદન નીકળી ગયું.
ત્રીજો પ્રસંગ ચંડરુદ્રાચાર્યનો લઈએ. નામ પ્રમાણે આ આચાર્ય દુર્વાસાના અવતાર સમાન ખૂબ ક્રોધી હતા. તેથી તેમનું “ચંડરુદ્રાચાર્ય' એવું નામ પડી ગયું હતું. આચાર્ય હોવાથી વિશાળ શિષ્ય પરિવાર હતો. પોતાના સ્વભાવથી સુપરિચિત આચાર્ય હંમેશાં શિષ્યોથી જરા છેટે રહેતા. એક વખત એક ગામમાં
જ્યાં સ્થિરતા કરી રહ્યા હતા ત્યાં કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને એક યુવાનનું ટોળું ગુરુ મહારાજનાં દર્શન-વંદન માટે આવી ચઢ્યું. તે યુવાનોમાં એક યુવાનનાં તાજાં લગ્ન થયેલાં હતાં. યુવાનોએ ટીખળ કરતાં કહ્યું : “આને દીક્ષા આપો.' વારંવાર કહેવાથી કુપિત થયેલા આચાર્યે તે તાજા પરણેલા યુવાનને માથેથી પકડી લોચ કરી નાંખ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું. બીજા યુવાનો પરિસ્થિતિ જાણી રફુચક્કર થઈ ગયા. આ યુવાને વિચાર કરી પરિસ્થિતિનો મુકાબલો કરવાનો દઢ નિશ્ચય કરી, ગુરુ મહારાજને ત્યાંથી વિહાર કરી જવા જણાવ્યું કેમ કે જે તેના કુટુંબીજનો જાણશે તો કંઈક નવાજૂની થશે.
રાત અંધારી હતી. આપધર્મ તરીકે વિહાર કરવો પડ્યો. રસ્તો ખાડાટેકરાવાળો અપરિચિત હતો, છતાં પણ ગુરુને પોતાના ખભે બેસાડી નૂતન શિષ્ય કર્મના વિપાકનો વિમર્શ કરતો કરતો જઈ રહ્યો હતો. ખાડા-ટેકરાવાળી જમીનને લીધે ગુરુને આંચકા ખમવા પડતા હતા. ક્રોધાયમાન ગુરુ વારંવાર શિષ્યને તાજા મંડેલા માથામાં દાંડાથી પ્રહાર કરતા. શિષ્ય સમતાપૂર્વક કર્મક્ષયના શુભ ભાવથી સહન કરી લેતો. આ રીતે શુભ ભાવ ભાવતાં ભાવતાં, ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તેણે કેવળજ્ઞાન ઉપામ્યું. હવે અંધારામાં રસ્તો દેખી શકવાથી શિષ્ય સારી રીતે ચાલી રહ્યો હતો. ગુરુ પૂછે છે, “કેમ સોટી વાગવાથી હવે ભાન થયું ને ?'
શિષ્ય કહે છે : “આપની કૃપાથી.” રસ્તો કેવી રીતે જણાય છે ?' આપના પ્રભાવથી થયેલા જ્ઞાનના બળે.' કેવું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?' અપ્રતિપાતિ !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org