________________
શિષ્યાત્ ઇચ્છેત્ પરાજયમ્ ૨૭ તેમણે જાણ્યું કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે. પોતે કેવળીની આશાતના કરી તેથી પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં તેમણે ડૂબકી લગાવી. ઉચ્ચ ભાવના ભાવતાં ભાવતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ રીતે મૃગાવતી શિષ્યા ગુરુણી આર્યા ચંદનબાળા કરતાં એક ડગલું આગળ નીકળી ગયાં હતાં.
બીજો પ્રસંગ શીતલાચાર્ય અને તેના ભાણેજ શિષ્યોનો છે. વંદનના મહિમા પર શીતલાચાર્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેમનાં બહેન કર્મવશાત્ સંસારી હતાં. તેમને ચાર પુત્રો હતા. સંસારમાં હોવા છતાં ભાઈના ચારિત્ર પ્રત્યે અનુરાગ હતો. શીતલાચાર્યનાં બહેન પ્રતિદિન પોતાના પુત્રોને ચારિત્રધર્મની વાત કરે. મામા મહારાજના ગુણોનું હરરોજ અનુમોદન કરે. ચારે ભાઈના મનમાં બીજ રોપાઈ ગયું. બીજ અંકુરિત થઈ એક સમયે સંયમનું ફળ મનોરથના વૃક્ષને આવ્યું. ચારે ભાણિયાઓએ ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી.
સંયમધર્મની પરિણતી થતાં એક દિવસ ચારે ભાણિયાઓને મામાગુરુને વંદન કરવાની ભાવના થઈ. વિહાર કર્યો. જ્યાં મામા હતા તે સ્થાને જતા હતા. રસ્તામાં રાત્રિ થતાં રોકાઈ જવું પડ્યું. પોતાના આગમનના સમાચાર આચાર્ય મહારાજને મોકલાવ્યા કે કાલે પ્રભાતે વંદન કરવા તેઓ આવશે.
તેઓ રાત્રે પ્રતિક્રમણ કરી એક જ ભાવના ભાવતા રહ્યા કે આવતી કાલે પ્રભાતે આચાર્ય ભગવંતનાં દર્શન-વંદન કરી કૃતકૃત્ય થઈશું. તેમની ભાવનાની ધારા શુક્લ ધ્યાનની ધારામાં બદલાઈ ગઈ અને ચારેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માટે જ ‘ધર્મ પ્રતિ મૂલ ભૂતા વંદના' એમ કહેવાય છે. તેઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા, માત્ર વંદનાની શુભ ભાવનાથી ! તેથી ‘ભાવે કેવળજ્ઞાન' કહ્યું છે.
સંદેશો મળી જતાં શીતલાચાર્ય ચારેની રાહ જુએ છે. ઘણો સમય થઈ ગયો. મુનિવરો ન આવતાં સૂરિ સામે આવ્યા, પણ કોઈ ભાણેજ ઊભા ન થયા. પણ આ શું? મને જોવા છતાં નથી ઊભા થતાં, નથી સામે આવતાં. શીતલાચાર્ય વિચારમાં પડી ગયા. વિનય તો ધર્મનો પ્રાણ છે. આપણે જાણીએ છીએ કે મુનિવરો તો વળી છે.
સહેજ ચિડાઈને આચાર્યે મુનિઓને કટાક્ષમાં કહ્યું : ‘હું તમને વંદન કરું ?’ જવાબ મળ્યો, ‘જેવી તમારી ભાવના.' તેઓ ચોંકી ગયા, સ્તબ્ધ થઈ ગયા. શીતલાચાર્યે ગુસ્સામાં વંદન કર્યું ત્યારે તેઓ બોલ્યા : ‘તમે દ્રવ્યવંદન
કર્યું છે.'
‘શી રીતે જાણ્યું ?' ‘જ્ઞાનથી.’
‘કયા જ્ઞાનથી ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org