Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ સ્થૂલિભદ્ર સમકક્ષ એક સાકેત ભિક્ષુ જૈન મહાપુરુષોનો ઇતિહાસ જાણનાર પ્રત્યેક જિનના અનુયાયી આરાધનાનિષ્ઠ જૈન નીચેના શ્લોકથી સુપરિચિત હોય જ : बमंगलं भगवान् वीरो, मंगलं गौतम प्रभुः । मंगलं स्थूलिभद्राया, जैन धर्मोस्तु मंगलम् ॥ મંત્રી શકટાલનો આ જ્યેષ્ઠ પુત્ર કોશા વેશ્યાના પાશમાં જકડાઈને માતાપિતા-ભાઈ-બહેનનો ત્યાગ કરી વેશ્યાને ત્યાં બાર-બાર વર્ષો સુધી પડ્યોપાથર્યો રહે છે. જ્યારે નાનો ભાઈ રક્તરંગી નાગી તલવાર હાથમાં ઝાલી ભાઈને સંબોધે છે ત્યારે તેની આંખ ખૂલી જાય છે અને રાજાને આલોચવાનું કહી લોચ કરીને ધર્મલાભ કહેતો ઊભો રહે છે. ત્યારપછી ફરી સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞાનુસાર કોશાને ત્યાં ચાતુર્માસ રહી, અણીશુદ્ધ ચારિત્ર જાળવી પાછા ફરે છે ત્યારે “દુષ્કર, અતિદુષ્કર' કહી ગુરુ તેને નવાજે છે. તેથી ચોર્યાશી ચોવીસી સુધી સ્થૂલિભદ્રને યાદ કરતો સમાજ શ્રદ્ધાંજલિ અર્પણ કરતો રહેશે. આની સામે ચકલા-ચકલીનું મૈથુન જોઈ આપમેળે પ્રાયશ્ચિત્ત કરનાર લમણા સાધ્વી એસી-ચોર્યાશી સુધી ગર્તમાં ફેંકાઈ જાય છે. સ્થૂલિભદ્રના પ્રસંગ જેવો જ એક પ્રસંગ બુદ્ધના સમયનો જોઈએ. એક સાકેત (બૌદ્ધ) ભિક્ષુને એક વેશ્યાએ ચાતુર્માસ માટે આમંત્રણ આપતાં કહ્યું કે આપના સાંનિધ્યમાં મારું મન ખૂબ સંતોષ અને આનંદ પામશે. સાધારણ કોટિનો કોઈ પણ ભિક્ષુ આવા આમંત્રણથી આશ્ચર્ય તથા વિમાસણમાં પડી જાત. વેશ્યાને ત્યાં ચોમાસાની વાત કેટલી બેહૂદી, વિસંગત અને અપવાદભરેલી હતી ! વેશ્યાના મનમાં નિમંત્રણ સ્વીકારવા વિષે શંકા, સંશય હતો, કારણ કે ક્યાં સાધુનું સદાચરણ અને ક્યાં વેશ્યાની નારકીય સૃષ્ટિ ! બંનેનાં જીવન વચ્ચે મેળ ન હોવાથી નિમત્રણ સ્વીકારશે તેનો વિશ્વાસ ન હતો. કારણ ક્યાં તું અને ક્યાં હું ? ક્યાં તારી કક્ષા અને ક્યાં મારી ? તારી રહેણીકરણી, રીતભાત, રસમ અને જીવનપદ્ધતિ સાથે મારો મેળ ક્યાં ખાય ? વાત ઊલટી બની. ભિક્ષુએ તરત જ નિમંત્રણ સ્વીકારી લીધું. મહાપુરુષોનાં વ્યક્તિત્વને, મહાનતાને, દિવ્યતાને સમજવાં મુશ્કેલ છે. સ્વીકૃતિથી વેશ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56