Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 7
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨૪ કર આ સ તાડવૃક્ષ નીચે ક્રીડા કરી રહ્યું હતું. અચાનક જ એ તાડવૃક્ષનું મોટું ફળ બાળક ઉપર પડતાં જ એ બાળકનું ત્યાં જ મરણ થઈ ગયું. યુગલિકમાંની બાલિકા એકલી પડી ગઈ! યુગલકોમાં આ પ્રકારે અપમૃત્યુ પહેલું જ થયું. બાલિકા તેનાં માતા-પિતા જીવિત હતાં ત્યાં સુધી તેમની પાસે રહી પણ એ બાલિકા ૫૪ દિવસની થઈ ત્યારે તેનાં માતાપિતા પણ મૃત્યુ પામ્યાં! નાની. બાલિકાને લોકો નાભિકુલકર પાસે લઈ આવ્યા. નાભિકુલકરે કહ્યું, ‘ઓહ... આ બાલિકા હવે ઋષભકુમારની સાથે જ રહેશે. ઋષભ સાથે જ એનાં લગ્ન થશે.' તેનું નામ સુનંદા એ પ્રમાણે ઉદ્ઘોષિત થયું. પ્રભુનો ચૌવના અવસ્થામાં પ્રવેશ થતાં જ સુનંદા અને સુમંગલા સાથે પાણિગ્રહણ મહોત્સવ ઉજવાયો. સમય સરિતાની જેમ અવિરત ગતિએ ચાલ્યો જ જાય છે! ઋષભપત્ની સુમંગલાએ ભરત અને બ્રાહ્મીરૂપ ઓજસ્વી. યુગલને અને સુનંદાએ બાહુબલી અને સુંદરીરૂપ તેજસ્વી યુગલને જન્મ આપ્યો. કહષભકુમાર એકસો પુત્ર અને બે પુત્રીના પિતા બન્યા. યૌવનાવસ્થામાં પ્રવેશ થતાં જ લગ્નના બંધને બંધાઈ ગયેલા કહષભકુમારને ભાવિમાં પ્રથમ તીર્થંકર બનતાં પહેલાં રાજા ઋષભ તરીકે રાજસત્તાની સ્થાપના કરવાની હતી. યુગલિક કાળમાં ક્યારેય રાજસત્તાની આવશ્યકતા હતી. નહીં. દુષ્ટોને દંડ અને શિષ્યોના સંરક્ષણ માટે 4th Proof રાજ્યવ્યવસ્થાની આવશ્યકતા હોય છે પણ તે કાળમાં યુગલિકો સરળ, ભદ્રિક હતા કે કયારેય કોઈના હૃદયમાં દુષ્ટતાનો પ્રવેશ થતો જ નહીં. ક્રોધાદિ કષાયો એમના જીવનમાં અતિ અલ્પ હતા. આ કષાયોની અલ્પતાના કારણે જ યુગલિકો મૃત્યુ પામી સીધા દેવલોકમાં જ પહોંચતા હતા. શ્રી ઋષભદેવ સ્વામી જેવું કોઈ વ્યક્તિત્વ કે કર્તુત્વ સમગ્ર બ્રહ્માંડમાં નથી. એમનું જીવન દિવ્ય-ભવ્ય, અભુત છે. તેઓ આ સમાજ અને સંસ્કૃતિના આદિપુરુષ છે. આપણા સમાજના આદિ નિર્માતા છે. જગતના માનવીને અનેક વિધાઓ, કળાઓ, લિપિનું જ્ઞાન સૌથી પ્રથમ પ્રદાન કરનાર આદિનાથ ભગવાન છે, તેમની પહેલાં માનવ-આદિમાનવ જેવી જિંદગી પસાર કરતો હતો. ઈસ્વાકુ વંશના ગઢષભદેવના પિતાનાભિરાજા અંતિમ કુલકર હતા. gષભદેવ ભગવાન પ્રથમ તીર્થકર, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર (સાધુ), પ્રથમ અરિહંત અને પ્રથમ કેવળી-એવા પાંચ નામે પ્રસિદ્ધ થયા છે. પોતાનું ભોગકર્મ બાકી છે તેમ જાણી પ્રભુ વિવાહ બાબતમાં મૌન રહ્યા. ઇન્દ્રોએ આવીને પાણિગ્રહણ મહોત્સવ કર્યો. સુનંદા અને સુમંગલા બંને રાણીઓ સાથે નવી વ્યવસ્થાલગ્નવ્યવસ્થાનો પ્રારંભ થયો. લોકોને અન્યાયનું નિવારણ કરવા તથા રાજવ્યવસ્થા પણ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65