Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 55
________________ ૧૦૦ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૦૧ ૨૪ કર ૩૪. અવ્યસ્થિતિ- અખંડ ધારાબદ્ધ તથા વિવક્ષિત અર્થ સહિત પરિપૂર્ણ ૩૫. અખેદિત્ય- ખેદ, શ્રમ કે આયાણરહિત, સુખપૂર્વક કહેવાતાં વચનો; સાંભળનારને પણ ખેદ, શ્રમ ન પહોંચાડનાર વચનો. ૪. તીર્થકર ભગવાનની માતાનાં સ્વપ્ન તીર્થકર ભગવાનનો જીવ પૂર્વભવથી ચ્યવીને માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય ત્યારે તેમની માતાને ચૌદ શુભ અને શુદ્ધ સ્વપ્ન, અર્ધનિદ્રાવસ્થામાં દેખાય છે, એ સ્વપ્નોના અનુક્રમ નીચે પ્રમાણે છે: (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) અભિષેકયુકત લક્ષ્મી, (૫) પુષ્પમાળા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિર્ધમ અગ્નિ. (સ્વપ્નોના ક્રમમાં સંકેતરૂપ અપવાદ પણ હોય છે. શ્રી ઋષભદેવ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયો હતો અને શ્રી મહાવીર સ્વામીની માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહ જોયો હતો.) Proof ચોવીસ તીર્થકરોનું સંક્ષિપ્ત વિવરણ ૧. પૂર્વભવની જ્ઞાન સંપદા : હષભદેવ સ્વામી પૂર્વના ત્રીજા ભવમાં ૧૨ અંગના જ્ઞાતા હતા. જ્યારે શેષ ત્રેવીસ તીર્થંકરો પૂર્વના ત્રીજા ભવે અગિયાર અંગના જ્ઞાતા હતા. ૨. પૂર્વભવની રાજ્ય સંપદા: કષભદેવ સ્વામી તથા પાર્શ્વનાથ સ્વામી પૂર્વના ત્રીજા ભવે ચક્રવર્તી હતા. સુમતિનાથ સ્વામીએ ત્રીજા પૂર્વના ભવમાં રાજ્ય ભોગવ્યા વિના કુમારાવસ્થામાં જ દીક્ષા લીધી હતી. શેષ એકવીશ તીર્થકરો પૂર્વના ત્રીજા ભવે માંડલિક રાજા (સામાન્ય રાજા) હતા. ૩. વિવાહ : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, અરિષ્ટનેમિએ વિવાહ કર્યા વિના દીક્ષા અંગીકાર કરી. શેષ તીર્થકરો વિવાહ કરીને પ્રવ્રજિત થયા. મતાંતરે વાસુપૂજ્ય સ્વામી પણ વિવાહ કરી પ્રવજિત થયા હતા. ૪. રાજ્યપદ : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને વીર પ્રભુ તે પાંચે તીર્થકરો રાજ્યપદ સ્વીકાર્યા વિના દીક્ષિત થયા. શેષ ઓગણીશ તીર્થકરો રાજ્યપદ ભોગવી દીક્ષિત થયા. તેમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે પહેલા માંડલિક 54.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65