Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 59
________________ ૧૦૮ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર ૧૦૯ બહષભદેવ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર, વાસુપૂજ્ય સ્વામી ચંપા નગરીમાં, નેમનાથ રૈવતાચળ પર્વત (હાલનું ગિરનાર તીર્થસ્થળ) ઉપર, વીરપ્રભુ અપાપાનગરીમાં (પાવાપુરીમાં) અને શેષ વીશ તીર્થકરો સમેત શિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા. ૨૯. નિર્વાણ સમય : ૩, ૬, ૯ અને ૧૨ એ ચાર તીર્થકરો દિવસના પાછલા પહોરે નિર્વાણ પામ્યા. ૧, ૨, ૪, ૫, ૭, ૮, ૧૦, ૧૧ એ આઠ તીર્થકરો દિવસના પહેલા પહોરે નિર્વાણ પામ્યા. ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૩ એ આઠ તીર્થકરો પૂર્વ રાત્રિએ નિર્વાણ પામ્યા. ૧૫, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર તીર્થકરો પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા. ૩૦ નિર્વાણ તપ : ગઢષભદેવ સ્વામી છ દિવસનું, વીરપ્રભુ બે ઉપવાસનું અને શેષ ૨૨ તીર્થકરો, એક મહિનાનું અનશન કરી નિર્વાણ પામ્યા. ૩૧. નિર્વાણ આસન: ઢષભદેવ, નેમનાથ, વીરપ્રભુ પર્યકાસને અને શેષ એકવીશ તીર્થંકરો કાયોત્સર્ગઆસને સિદ્ધપદને પામ્યા. ૩૨. સહ નિર્વાણ : કષભદેવ ૧૦,૦૦૦ મુનિઓ સાથે, પદ્મપ્રભુ ૩૦૮ મુનિઓ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ મુનિઓ સાથે, વાસુપૂજ્ય સ્વામી ૬૦૦ મુનિઓ સાથે, વિમળનાથ ૬,૦૦૦ મુનિઓ સાથે, અનંતનાથા ૭,૦૦૦ મુનિઓ સાથે, શાંતિનાથ ૯૦૦ મુનિઓ સાથે, ધર્મનાથ ૧૦૮ મુનિઓ સાથે, નેમનાથ ૫૩૬ મુનિઓ સાથે, પાર્શ્વનાથ ૨૪ ૩૩ મુનિઓ સાથે નિર્વાણ પામ્યા. વીરપ્રભુ એકલા નિર્વાણ કર. પામ્યા. શેષ ૧૨ તીર્થકરો ૧,૦૦૦ મુનિઓ સાથે નિર્વાણ પામ્યા. મલ્લિનાથ ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીઓ સાથે નિર્વાણ પામ્યા. 4th ૩૩. મોક્ષમાર્ગની શરૂઆત : Proof શ્રી કષભદેવ સ્વામીને કેવળજ્ઞાન બાદ અંતર્મુહૂર્વે મોક્ષમાર્ગ શરૂ થયો. તેમનાથને બે વર્ષે, પાર્શ્વનાથને ત્રણ વર્ષે, મહાવીર 58 સ્વામીને કેવળજ્ઞાન બાદ ચાર વર્ષે અને શેષ ૨૦ પ્રભુને કેવળજ્ઞાન પછી એક વગેરે દિવસ ગયા બાદ મોક્ષમાર્ગ શરૂ થયો. ૩૪. કેટલી પાટ સુધી મોક્ષગમન : કષભપ્રભુનો અસંખ્યાત પાટ પર્યત મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. નેમનાથનો આઠ પાટ (પેઢી) પર્યત, પાર્શ્વનાથનો ચાર પાટ સુધી, વીરપ્રભુનો ત્રણ પાટ પર્યત મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. શેષ સર્વ તીર્થકરોનો સંખ્યાત પાટ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65