Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 57
________________ ૧૦૪ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર ૧૦૫ અંતર્મુહુર્ત અને શેષ બાવીશ તીર્થકરોને છદ્મસ્થાવસ્થામાં પ્રમાદ કાળ નથી. ૧૫. ઉપસર્ગ: શ્રીવીર પ્રભુને ઘણા ઉપસર્ગો થયા. પાર્શ્વનાથને અલ્પ ઉપસર્ગ થયા. શેષ બાવીશ તીર્થકરોને ઉપસર્ગ આવ્યા જ નથી, ૧૬. દેવદૂષ્ય : ૨૪ (દીક્ષા સમયે શક્રેન્દ્ર ખભા ઉપર સ્થાપેલું વસ્ત્ર) અષભદેવ તીર્થકર તથા વીરપ્રભુને સાધિક એક વર્ષ રહ્યું. શેષ બાવીશ તીર્થકરોને કાયમ રહ્યું. ૧૭. પ્રથમ પારણું : 4th બહષભદેવને પ્રથમ પારણું સાધિક એક વર્ષે ઇક્ષુરસથી થયું. | Proof શેષ ત્રેવીસ તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પરમાન્ત (ખીર)થી પારણું થયું. ૧૮. પ્રથમ ભિક્ષાદાતાની ગતિ : ઋષભદેવથી ચંદ્રપ્રભુપર્યંતના આઠ તીર્થકરોને પ્રથમ ભિક્ષા આપનાર તે જ ભવે મોક્ષે ગયા. શેષ સોળ તીર્થકરોના પ્રથમ ભિક્ષાદાતા, ત્રીજા ભવે સિદ્ધ થયા. ૧૯. મહાવત : ઋષભદેવ સ્વામી અને મહાવીર સ્વામીના શાસનમાં પાંચ મહાવ્રત હતા. શેષ બાવીસ તીર્થંકરના શાસનમાં ચાર મહાવ્રત હતા. ૨૦. મુનિ સ્વરૂપ : બહષભદેવ સ્વામીના મુનિઓ ઋજુ-જડ, મહાવીર સ્વામીના વક્ર-જડ અને શેષ બાવીશ તીર્થકરોના મુનિઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા. ૨૧. કેવળજ્ઞાન સમય : પ્રથમના ત્રેવીસ તીર્થકરોને પૂર્વાને અને વીરપ્રભુને પશ્ચિમાર્ગે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૨. કેવળજ્ઞાન તપ : કહષભદેવ, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથને અઠ્ઠમતપ વડે, વાસુપૂજ્ય સ્વામીને ચતુર્થભકત (એક ઉપવાસ) વડે અને શેષ ઓગણીશ તીર્થકરોને છઠના તપ વડે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૩. કેવળવન: હષભદેવ શકટમુખ ઉધાનમાં, વીરપ્રભુ હજુ વાલિકા નદીના તટ ઉપર કેવળજ્ઞાન પામ્યા. શેષ બાવીશ તીર્થકરો દીક્ષાવનમાં જ કેવળજ્ઞાન પામ્યા. ૨૪. તીર્થ સ્થાપના : પ્રથમના ત્રેવીસ તીર્થકરોએ પ્રથમ સમવસરણમાં તીર્થ સ્થાપના કરી. વીરપ્રભુએ બીજા સમવસરણમાં તીર્થ સ્થાપના કરી.. ૨૫. પૂર્વશ્રુત પ્રવૃત્તિકાળ : S6

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65