Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 64
________________ ૧૧૮ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર શાંતિરૂપી પ્રિયતમા એના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેની સાથે જ હોય છે. અનેકાંત તેનો મંત્રી છે.’ ‘રાજાની સેનાને એક નિશ્ચિત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથી નીકળેલા દિવ્ય કિરણો અગણિત લોકોના કલ્યાણનું કારણ બની જાય, અકારણ કરૂણા કરનારા, આ યુગપુરુષના ઉચ્ચ પુણ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર વિખવાદ મટે- રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહિત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.’ ‘એમના શુભતરંગોની સેના જ ચારે બાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધર્મચક્ર સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતા રહે છે. તેમને સ્પર્શેલું વાયુમંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવી શીતળતા પ્રસરાવે છે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ નથી કરી, હિંસા નથી કરી છતાં હૃદય સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય છે. કારણ કે આ સામ્રાજ્યમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી, જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.' હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બન્ને મિત્રો ભગવાનનાં શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી ૨૪ તીર્થંકર 4th Proof 63 જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૧૯ વિધાપાળે કહ્યું, ‘હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિન્હો કે સંકેતો પર આધારિત નથી હોતા. માનવીની આંતરિક લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતરવૈભવના ઘૂઘવતા સાગરના પ્રચંડ મોજાઓ નિહાળી રહ્યો છું.' મિત્ર! આજે મારી જ્યોતિષવિધા સાચે જ સાર્થક થઈ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું મહાત્મ્ય સમજાયું. પ્રણામ હો અનેકાંત દૃષ્ટાને, વંદન હો! મંગલમય કરૂણાના દિવ્ય સામ્રાજ્યને!

Loading...

Page Navigation
1 ... 62 63 64 65