Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
૧૦૬
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૦૭
પ્રથમ સત્તર તીર્થકરોના શાસનમાં પૂર્વ (૧૪ પૂર્વ)ની પ્રવૃત્તિ અસંખ્યાત કાળ ચાલી પશ્ચાત વિચ્છેદ થયો. અઢારમા પ્રભુથી. ત્રેવીસમા તીર્થંકર પર્વતના ૬ તીર્થકરના શાસનમાં પૂર્વ પ્રવૃત્તિ સંખ્યાત કાળ ચાલી અને વીર પરમાત્મા પછી ૧,૦૦૦ વર્ષ પર્યત પૂર્વ શ્રુત પ્રવૃત્તિ ચાલી, પશ્ચાત્ વિચ્છેદ થયો. ૨૬. પૂર્વ વિનાના શ્રુતનો સમય :
૨૪ જે તીર્થંકરનું શાસન જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી પૂર્વ સિવાયનું અપરહ્યુત રહ્યું.
તીર્થકર ૨૭. શાસનકાળ : બીજા પ્રભુનું તીર્થશરૂ થાય ત્યાં સુધી પૂર્વ-પૂર્વ પ્રભુનું શાસન 4th અખંડપણે પ્રવર્યા કરે.
Proof પહેલા દષભદેવ પ્રભુથી આઠમા ચંદ્રપ્રભુ સ્વામી, એ આઠ તીર્થકરના શાસન અખંડપણે પ્રવર્યા. તત્પશ્ચાત્ નવમાં, સુવિધિનાથથી પંદરમાં ધર્મનાથ એ સાત તીર્થકરોનું શાસન અખંડપણે ન પ્રવર્તતાશાસન વિચ્છેદ પામ્યું. જેમ કે સુવિધિનાથ ભગવાનનું શાસન પા પલ્ય પર્યત નાશ પામ્યું. તે પછી શીતલનાથ ભગવાને શાસન શરૂ કર્યું. (શાસન વિચ્છેદ થવો તે આ અવસર્પિણીને આશ્ચર્ય જાણવું.)
સોળમાં શાંતિનાથથી પાર્શ્વનાથ એ આઠ તીર્થકરોનું શાસન અખંડપણે ચાલ્યું. વીરપ્રભુનું શાસન પાંચમા આરાના અંત સુધી- ૨૧૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલશે પછી નાશ
પામશે. મધ્યાના સાત આંતરામાં શાસન - વિચ્છેદકાળ ૧. સુવિધિનાથ અને શીતળનાથ વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદિ પામ્યું.
૨. શીતળનાથ અને શ્રેયાંસનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૩. શ્રેયાંસનાશ અને વાસુપૂજ્ય પ્રભુની વચ્ચેના આંતરામાં અંતિમ પોણા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું. ૪. વાસુપૂજ્ય અને વિમળાનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૫. વિમળનાથ અને અનંતનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પોણો પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૬. અનંતનાથ અને ધર્મનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૭. ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચેના આંતરાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
(કેટલાય આચાર્યો સાતેય આંતરામાં એક પલ્યોપમ સુધી શાસન વિચ્છેદ પામ્યું, તેમ કહે છે.) ૨૮. નિર્વાણ ભૂમિ:

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65