Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 53
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર ૨૪ વધે નહિ. ૨. રોગ લેપ રહિત શરીર. ૩. લોહી માંસ ગાયના દુધ સરખા ઉજળા, ૪, શ્વાસ ઉશ્વાસ પાકમળ જેવા સુગંધી. ૫. આહાર નિહાર કરતાં ચર્મ ચક્ષુથી કોઈ દેખે નહીં. ૬. આકાશમાં ધર્મચક્ર ચાલે. ૭. આકાશમાં છત્ર ધરાય. ૮. આકાશમાં શ્વેત ઉજવળ ચામર વીંઝાય. ૯. આકાશમાં નિર્મળ સ્ફટિક રત્નમય સિંહાસન ઉત્પન્ન થયેલું ચાલે. ૧૦. મુખ આગળ નાની હજાર ધ્વજાઓ સહિત મહેંદ્રધ્વજ ચાલે. ૧૧. જ્યાં બેઠા અને ઉભા રહે ત્યાં ફળાદિ સહિત પોતા થકી બાર ગણો ઉંચો અશોક વૃક્ષ ઉત્પન્ન થાય. ૧૨. મસ્તકમાં અંબોડાને ઠેકાણે ભામંડળમાંથી તેજના કિરણ નીકળી દશે. દિશાના અંધકારને ટાળે. (વિચરે ત્યાં શું શું થાય તે કહે છે) ૧૩. ખાડા ટેકરા રહિતની ધરતી થઈ તેનું તળીયું સરખું થાય. ૧૪. કાંટા ઉંઘે મુખે થઈ જાય એટલે કાંટા અવળા થાય. ૧૫. શીત ઉષ્ણાદિક નિયમિત થઈ સુખાકારી થાય. ૧૬. શીતળ સુગંધી પવન જોજન પ્રમાણે થઈ સઘળી જમીન તદ્દન સાફસ્વચ્છ થાય (સમોસરણમાં શું શું થાય તે કહે છે) ૧૭. કોઈપણ પ્રકારની રજ કેરેત ઉડે નહીં, ૧૮. જળ અને સ્થળથી ઉત્પન્ન થયેલા હોય એવા અચેત સુગંધી પુષ્પના ઢીંચણ પ્રમાણ ઢગલા થાય. ૧૯. અમનોજ્ઞ એટલે મનને નહીં ગમે એવાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મટી જાય (અને) ૨૦. મનોજ્ઞ એટલે મનને ગમે એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રગટ થાય, ૨૧. જોજન સુધી વાણી સાંભળી શકાય. ૨૨. અર્ધમાગધી ભાષામાં માલકૌંસ રાગમાં પ્રવાહિત થયેલી ધર્મદેશના આપે. ૨૩. દેશનાની ભાષા આર્ય, અનાર્ય, દુપદ, ચૌપદ, પશુ, પંખી 4th Proof વગેરે સૌ સૌની ભાષામાં સમજી શકે, ૨૪. ગમે તે જાતના વૈરી પ્રાણીને પણ તે દેશના સાંભળતા કોઈપણ વેરભાવ ઉત્પન્ન થાય નહીં પણ તે પ્રસન્ન થઈને સાંભળે. ૫. અન્ય દર્શની દેશના સાંભળવા આવેલ હોય તો તે પણ વંદના કરે, ૨૬. અન્ય દર્શની કદાચ વાદવિવાદના કારણસર ત્યાં આવ્યો હોય તો તે વાદવિવાદનું કારણ ભૂલી જાય છે. ૨૭. ત્યાં સુધી ફરતાં પચીસ પચીસ જોજન સુધી ચારે દિશામાં ભીતિ એટલે કોઈપણ જાતની ભય રહેતી નથી. ૨૭. કોઈપણ જાતની મરકી નહીં. ૨૮. સ્વચક્રનો ભય નહીં. ૨૯. પરચક્રનો ભય નહીં. ૩૦. અતિવૃષ્ટિ નહીં. ૩૧. અનાવૃષ્ટિ નહીં. ૩૨. દુર્મિક્ષ દુકાળ નહીં. 33. નવા રોગની ઉત્પત્તિ નહીં. (જૂના રોગ મટી જાય છે.) ૩. તીર્થકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ ૧. સંસ્કારત્વ- સભ્યતા, વ્યાકરણ શુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુકત. ૨. ઔદાત- ઉચ્ચ સ્વરે બોલાતાં વચનો. ૩. ઉપચાર પરીતતા- અગ્રામ્યતા અને વિશદતાયુક્ત. ૪. મેઘગંભીર ઘોષત્વ- મેઘની જેમ ગંભીર શબ્દોવાળા ૫. પ્રતિવાદવિધાયિતા-મધુર, કર્ણપ્રિય પ્રતિધ્વનિ જેવાં વચનો. ૬. દક્ષિણત્વ- સરલાયુકત 52

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65