Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
૪૪
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
રચ્યવન
સ્વીકાર્યા.
પ્રભુનું નિર્વાણઃ નિવાર્ણકાળ નજીક જાણી વાસુપૂજ્યસ્વામી ચંપાપુરીમાં પધાર્યા. ૬૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી અષાઢ સુદ ૧૪ના નિર્વાણ પામ્યા. ૭૨ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ જેઠ સુદ ૯ પ્રાણદ દેવલોકથી જેઠ સુદ ૯
ચંપાપુરીનગરી. મહા વદ ૧૪ ચંપાપુરી ફાગણ વદ ૧૪ દીક્ષા
મહા વદ ૧૫ ચંપાપુરી ફાગણ વદ ૧૫ કેવળજ્ઞાન મહા સુદ ૨ ચંપાપુરી મહા સુદ ૨ નિર્વાણ અષાઢ સુદ ૧૪ ચંપાપુરી
વાસુપૂજ્યસ્વામીનો પરિવારઃ ગણધર ૬૬; કેવળજ્ઞાની ૬,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૬,૦૦૦; અવધિજ્ઞાની ૫,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૦,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૨૦૦; ચર્ચાવાદી ૪,૭૦૦; સાધુ ૭૨,૦૦૦; સાધ્વી ૧,૦૦,૦૦૦; શ્રાવક ૨,૧૫,૦૦૦; શ્રાવિકા ૪,૩૬,૦૦૦
જન્મ
૧૩: શ્રી વિમળનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચાલ દેશમાં કાંપીલ્યપુર નામના નગરમાં કૃતવર્મા રાજા અને તેમની શ્યામાં નામની પટ્ટરાણી રહેતાં હતાં. પદ્મસેન દેવનો જીવ દેવલોકથી ચ્યવી વૈશાખ સુદ ૧૨ના, શ્યામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનું ચ્યવન થવાથી સમગ્ર લોકમાં આનંદ વ્યાપી ગયો. ૨૪
પ્રભુના ત્રણ ભવ થયા છે. તીર્થકર
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં, મહા સુદ ૩ના,
શ્યામાદેવીએ વરાહડુકરના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા 4th
પુત્રને જન્મ આપ્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે
માતાની બુદ્ધિ અને અંગ નિર્મળ થવાથી અથવા તો આંતર Proof
અને બાહ્ય વિશ્વમાં શ્રેષ્ઠ એવી નિર્મળતાવાળા પ્રભુ હોવાથી તેઓનું નામ વિમળનાથ રાખ્યું.
યૌવનને પ્રાપ્ત થતાં, યોગ્ય સમયે, અનેક રાજકન્યાઓ સાથે વિમળકુમારના વિવાહ થયા. પ્રભુનો રાજયાભિષેક થયો, રાજ્ય કારભાર સ્વીકારી, પ્રજાના હૃદય સિંહાસન પર બિરાજી ઉત્તમ પ્રકારનો રાજ્યવહીવટ કરીને આદર્શ રાજવી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
પ્રભુની દીક્ષા: ‘દેવદત્તા' નામની શિબિકામાં બેસી, વિમળ રાજા સહસ્રામવનમાં પધાર્યા. મહા સુદ ૪ના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છઠના તપ સહિત ૧,૦૦૦ રાજાઓ, સાથે વિમળનાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે ધાન્યકૂટ નગરમાં જય
26

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65