Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 39
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ઉધાનમાં ફાગણ સુદ ૧૨ના, શ્રવણ નક્ષત્રમાં ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે રાજગૃહ નગરમાં, બ્રહ્મદત્ત રાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. પ્રભુનું કેવળજ્ઞાન: વિચરતાં વિચરતાં પ્રભુ પુન: નીલગુહા ઉધાનમાં પધાર્યા. ચંપકવૃક્ષ નીચે, ધ્યાનસ્થ પ્રભુને ફાગણ વદ ૧૨ના શ્રવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. | શવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં ૨૪ સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી, તીર્થ કર પ્રભુએ ‘યતિધર્મ અને શ્રાવક ધર્મને યોગ્ય જીવો' વિષય પર પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી ધન્ય બન્યા. પ્રથમ શિષ્યા પુષ્પવતીએ પ્રભુને પ્રવર્તિની બનાવી. 4th પ્રભુના શાસનમાં વૃષભના વાહનવાળો ‘વરણ' નામે યક્ષ Proof શાસનદેવ બન્યો અને ભદ્રાસનારૂઢ ‘નરદત્તા' જેવી. શાસનદેવી બની. પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતાં વિચરતાં 38 ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં પધાર્યા. આ નગરીના રાજા જિતશત્રુ, જાતિવંત અશ્વ પર આરૂઢ થઈ, પ્રભુની દેશના સાંભળવા આવ્યા. અષે પણ દેશના સાંભળી અને તે ધર્મને પ્રાપ્ત થયો. રાજાએ અશ્વને છોડી મૂકયો. અશ્વ, ધર્મને પામ્યો છે તે જાણી રાજાને ખૂબ આનંદ થયો, અશ્વબોધ પામ્યો તેથી ભરૂચ શહેર ‘અશ્વાવબોધ' તીર્થના નામે પ્રસિદ્ધ થયું. હસ્તિનાપુર નગરમાં એકદા પ્રભુ પધાર્યા અને કાર્તિક શ્રેષ્ઠી શ્રાવકની કથા પ્રમાણે શ્રેષ્ઠીએ સંન્યાસીને આહાર પીરસ્યો અને સમકિતધારી કાર્તિક શ્રેષ્ઠીએ એક હજાર વણીક સાથે દીક્ષા અંગીકાર કરી, ૧૨ વર્ષ સંયમનું પાલન કરી ઇન્દ્ર થયા. પ્રભુનું નિર્વાણ: નિવાર્ણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, અનશનવ્રત ધારણ કરી, જેઠ વદ ૯ના, શ્રવણ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વ મળી, ૩૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિચિ સ્થળ મારવાડી તિથિ ચ્યવના શ્રાવણ સુદ ૧૫ પ્રાણત દેવલોકથી શ્રાવણ સુદ ૧૫ રાજગૃહ જન્મ વૈશાખ વદ ૮ રાજગૃહ જેઠ વદ ૮ દીક્ષા ફાગણ સુદ ૧૨ રાજગૃહ ફાગણ સુદ ૧૨ કેવળજ્ઞાન મહા વદ ૧૨ રાજગૃહ ફાગણ વદ ૧૨ નિર્વાણ વૈશાખ વદ ૯ સમેતશિખર જેઠ વદી ૯ પ્રભુ મુનિસુવ્રતનો પરિવાર: ગણધર ૧૮; કેવળજ્ઞાની ૧,૮૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૫૦૦; અવધિજ્ઞાની ૧,૮૦૦; વૈક્રિયા લબ્ધિધારી ૨,૦૦૦; ચતુર્દશપૂર્વી ૫૦૦; ચર્ચાવાદી ૧,૨૦૦; સાધુ ૩૦,૦૦૦; સાધ્વી ૫૦,૦૦૦; શ્રાવક ૧,૭૨,૦૦૦; શ્રાવિકા ,૫૦,૦૦૦

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65