Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 37
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર કર અભિચંદ્ર નામે છ મિત્રો હતા. તેઓ સાથે જ રમતા અને વિધાભ્યાસ કરતા મહાબલ રાજાએ ધર્મમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમની સાથે જ છ મિત્રોએ પણ દીક્ષા અંગીકાર કરી. સમાન તપ કરવાનો નિર્ણય કર્યો. મહાબલ મુનિએ માયાથી છ મિત્રો કરતાં વધુ તપ કરી તીર્થકર નામ ગોત્ર બાંધ્યું. મિત્રોને એ લાભ ન મળ્યો. બીજા ભવે બધા. દેવલોકમાં રહ્યા. ૨૪ ત્રીજા ભવે કુંભ રાજાને ત્યાં મહાબલનો, કુંવરી તરીકે જન્મ તી; થયો, છ મિત્રોમાંથી અચલ સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થયો, ધરણનો જીવ ચંપાપુરીમાં ચંદ્રચ્છાયા રાજા થયો. પૂરણનો જીવ શ્રાવસ્તી નગરીમાં ‘રૂકિમ' નામે રાજા થયો. વસુનો જીવ , વારાણસીમાં શંખ નામે રાજા થયો. વૈશ્રવણનો જીવ Proof હસ્તિનાપુરમાં “અદીનશત્રુ' રાજા થયો. અભિચંદ્ર કાંડિલ્યપુરમાં જિતશત્રુ રાજા થયો. આ છયે રાજાએ એક અથવા બીજા માધ્યમથી. મલ્લિકુમારીના રૂપ અને દેહશોભાની હકીકત જાણી પોતાના દૂતને કુંભ રાજા પાસે- એમની કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી. બીજી બાજુમલ્લિકુમારીએ છએમિત્રોનેબોધ પમાડવાનું નક્કી કર્યું. એ છએ મિત્રોને એક સાથે, મિથિલા નગરીમાં, પધારવાનું પિતાને રાજવીઓને નિમંત્રણ આપવા કહ્યું. બીજી બાજુકુમારીએ અશોકવાડીમાં એક વિશિષ્ટ ભવનની રચના કરી. મલ્લિકુમારીએ પોતાની એક સુવર્ણપ્રતિમા તૈયાર કરાવી, તેને મધ્યમાં સ્થાપી અને કલામય ભવન તૈયાર કરાવ્યું. પ્રતિમાના તાળવાના ભાગે એક છિદ્ર અને તેના પર સુવર્ણનું ઢાંકણું બંધ થઈ શકે તેવી વ્યવસ્થા કરી અને ઉદરના ભાગમાં પોલાણ રખાવ્યું. પ્રતિદિન ઢાંકણું ખોલીને આહારનો એક (કવલ) પિંડ તે પ્રતિમામાં મલ્લિકુમારી નાખતાં અને ઢાંકણું બંધ કરતાં. મલ્લિકુમારીએ છયે રાજાને એક સાથે આ વિશિષ્ટ ભવનમાં પધારવાની વ્યવસ્થા કરી. છએ રાજાઓની સમક્ષ મલ્લિકુમારી ખંડમાં આવ્યા અને પ્રતિમાનું ઢાંકણું ખોલી નાખ્યું. ઢાંકણું ખૂલતાંની સાથે જ અસહ્ય દુર્ગદથી ખંડ ભરાઈ ગયો. દુર્ગધથી ત્રસ્ત બની છયે રાજાઓએ દરવાજા ભણી દોટ મૂકી. પરંતુ મલ્લિકુમારીએ એમને અટકાવ્યા અને કહ્યું, “આ પૂતળીમાં તો એક કવલ આહારથી જ આ દુર્ગધ સર્જાઈ છે, તો આ શરીર તો લોહી-માંસ વગેરે ગંદકીથી ભરેલું છે. તેના પર રાગ કરવો યોગ્ય નથી.” કુમારીએ એમના પ્રથમ ભવનું સ્મરણ કરાવ્યું અને તેઓને યોગ્ય સમયે દીક્ષા ગ્રહણ કરવાની શીખ આપી વિદાય કર્યા. પ્રભુની દીક્ષા: દીક્ષા સમયે ‘જયંતિ' નામની શિબિકામાં બિરાજી સહસ્ત્રાપ્રવન પ્રભુ પધાર્યા. ૧,૦૦૦ પુરુષો તથા આવ્યંતર પરિવારને યોગ્ય ૩૦૦ સ્ત્રીઓ સાથે માગસર સુદ ૧૧ના અશ્વિની નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી. પ્રભુનું કેવળજ્ઞાનઃ દીક્ષાને દિવસે જ અંતઃમુહૂર્ત બાદ, અશોક વૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું 36

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65