Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 28
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર રાજાને ઘેર. ખીરથી પારણું કર્યું. પ્રભુ મૌનપણે આત્મસાધનામાં મગ્ન બની વિચરતા રહ્યા. પ્રભુનું કેવળજ્ઞાનઃ છદ્મસ્થપણે વિચરતાં-વિચરતાં, પ્રભુ દીક્ષાવનમાં પુન:પધાર્યા. જંબુવૃક્ષ નીચે, છઠ્ઠની તપસાધના સાથે પ્રભુને પોષ સુદ ૬ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી, પ્રભુએ બોધિદુર્લભ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. મનુષ્યભવની પ્રાપ્તિ ૨૪ ખૂબ દુર્લભ છે. તેથી આ ભવ વ્યર્થ પાપ બાંધવામાં બરબાદ તી કરવો નહીં. ધર્મની આરાધના કરીને સાર્થક કરવો જોઈએ. જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. દુ:ખના દરિયામાં ડૂબતા પ્રાણીને ધર્મ જ બચાવે છે. પ્રભુના શાસનમાં, 4th મયૂરના વાહનવાળો, ષટમુખ નામે યક્ષ શાસનનો અધિપતિ Proof થયો. વિમળ પ્રભુનાં પ્રથમ સાધ્વી વરા, પ્રથમ પ્રવર્તિની બન્યાં. 27 લાલવર્ણવાળી, વિદિતા કે વિજ્યા નામની દેવી શાસનદેવી બની. પ્રભુ વિચરતાં વિચરતાં દ્વારિકા નગરીમાં આવ્યા. પ્રભુના સમવસરણમાં ત્રીજાબળદેવ અને સ્વંયભૂનામના ત્રીજા વાસુદેવ, પ્રભુની દેશના સાંભળવા આવ્યા. વાસુદેવ સમકિત પામ્યા અને બળદેવે શ્રાવકનાં વ્રતો ધારણ કર્યા. પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૬,૦૦૦ સાધુઓની સાથે, એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી, અષાઢ વદ ૭ના પ્રભુનિર્વાણ પામ્યા. સર્વ મળી ૬૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. વિમળનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ ચ્યવના વૈશાખ સુદ ૧૨ સહસ્ત્રારથી વૈશાખ સુદ ૧૨ કપિલપુર જન્મ મહા સુદ 3 કપિલપુર મહા સુદ 3 દીક્ષા મહા સુદ ૪ કપિલપુર મહા સુદ ૪ કેવળજ્ઞાન પોષ સુદ ૬ કપિલપુર પોષ સુદ ૬ નિર્વાણ જેઠ વદ ૭ સમેતશિખર અષાઢ વદ ૭ પ્રભુશ્રી વિમળનાથ ભગવાનનો પરિવાર: ગણધર પ૭; કેવળજ્ઞાની ૫,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૫,૫૦૦; અવધિજ્ઞાની ૪,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૯,૦૦૦; ચતુર્દશપૂર્વે ૧,૧૦૦; ચર્ચાવાદી ૩,૬૦૦; સાધુ૬૮,૦૦૦; સાધ્વી ૧,૦૦,૮૦૦; શ્રાવક ૨,૦૮,૦૦૦; શ્રાવિકા ૪,૨૪,૦૦૦

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65