Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 26
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૨: શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રભુનું ચ્યવનઃ આપણા આ ભરતક્ષેત્રમાં, ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્યસ્વામી, અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં, વસુપૂજ્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેમની જયાદેવી નામની પટ્ટરાણી હતી. પદ્મોતર રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેઠ સુદ ૯ના રોજ જયાદેવીની કુક્ષિમાં અવતર્યો. વાસુપૂજ્ય ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુના ચ્યવનથી સર્વત્ર આનંદ વર્તી રહ્યો. પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં, ફાગણ વદ ૧૪ના લાલ વર્ણવાળા મહિષ (પાડા)ના લાંછનવાળા પુત્રને મહારાણી જયાદેવીએ જન્મ આપ્યો. વસુપૂજ્ય રાજાનું સંતાન હોવાથી તથા ઇન્દ્રે વસુ વડે પ્રભુને પૂજેલા હોવાથી વાસુપૂજ્ય નામ રાખવામાં આવ્યું. યૌવન વયને પ્રાપ્ત કરતાં પ્રભુનો વિવાહોત્સવ ઊજવવા માટે માતા-પિતા તત્પર બન્યાં. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી કુમારનો લગ્નોત્સવ ઊજવવાની બંનેની તૈયારી હતી. અનેક રાજકુમારીઓ વાસુકુમારને પરણવા માટે તત્પર હતી. પરંતુ ભવભ્રમણથી ખેદ પામેલા વાસુપૂજ્યકુમાર વિવાહ માટે કે રાજ્યભાર ગ્રહણ કરવા તૈયાર ન હતા. કુમારની વિવાહ માટેની અનિચ્છા જાણી પિતાએ, કુલપંરપરા સમજો અને અનુસરો; લગ્ન, રાજકારભાર- દીક્ષા વગેરે સોપાનો સર કરો. પરંતુ કુમારે કહ્યું કે મારે ભોગકર્મ ૨૪ તીર્થંકર 4th Proof 25 જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૪૩ અવશેષ નથી કે જે મોક્ષ માટે વિઘ્નરૂપ થાય. આ રીતે માતાપિતાને સમજાવી લગ્ન ન કર્યાં. આચાર્ય હેમચંદ્રાચાર્યની માન્યતા મુજબ વાસુપૂજ્ય કુમારે લગ્ન કર્યાં ન હતા. જ્યારે અન્ય ગ્રંથકારો કુમારે લગ્ન કર્યા હતા તેવું દર્શાવે છે. પ્રભુની દીક્ષાઃ દીક્ષાનો સમય નજીક જાણી પૃથ્વી નામક શિબિકામાં બિરાજીને વિહારગૃહ નામના વનમાં કુમાર પધાર્યા અને ફાગણ વદ ૧૫ના એક ઉપવાસનું તપ કરીને ૬૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષાને બીજે દિવસે મહાપુર નામના નગરમાં સુનંદ રાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. ધ્યાનસાધનામાં લીન બની છદ્મસ્થકાળ વ્યતીત કર્યો. પ્રભુનું કેવળજ્ઞાન: વિહાર યાત્રા કરતાં કરતાં પ્રભુ પુનઃ વિહારગૃહ વનમાં પધાર્યા. પાટલવૃક્ષ નીચે એક ઉપવાસના તપયુક્ત પ્રભુને મહાસુદ ૨ના કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં અશોકવૃક્ષ નીચે બેસીને પ્રભુએ ધર્મદુર્લભ ભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી. પ્રભુના શાસનમાં ધરણી નામની સાધ્વી પ્રવર્તિની બની. હંસના વાહનવાળો કુમાર નામનો યક્ષ શાસનદેવ બન્યો. શ્વેતવર્ણી અશ્વના વાહનવાળી ચંદ્રા શાસનદેવી બની. કેવળજ્ઞાન પશ્ચાત વિચરતાં વિચરતાં પ્રભુ એક સમયે દ્વારકા નગરના ઉધાનમાં પધાર્યા. વિજય નામે બીજા બળદેવ અને દ્વિધૃષ્ટ નામના બીજા વાસુદેવ પ્રભુની દેશના સાંભળવા આવ્યા. દેશનાને અંતે દ્વિપૃષ્ઠે સમકિત ધારણ કર્યું અને બળદેવે શ્રાવક વ્રત

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65