Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
૫૮
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં કુંશું નામનો રત્નનો સ્તૂપ પૃથ્વી પર રહેલો જોયો. તેથી કુંથુનાથ નામ રાખ્યું.
૩૫ ધનુષ્યની કાયાવાળા પ્રભુના યુવાનવયે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા અને યથાસમયે રાજ્યાભિષેક
થયો. રાજ્યપાલનને વર્ષો પસાર થયા બાદ આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. ચક્રને અનુસરતા ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી ૬૦૦ વર્ષે કુંથુનાથ રાજા પુનઃનગરમાં આવ્યા. દેવોએ ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. તેઓ છઠ્ઠા ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયા.
પ્રભુની દીક્ષાઃ છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તીએ લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. દીક્ષા સમય સમીપ આવતાં વિજયા નામની શિબિકા પર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યા. વૈશાખ વદ ૫ના, કૃતિકા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓ સાથે, કુંથુચક્રીએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે ચક્રપુરમાં વ્યાઘ્રસિંહ રાજાને ઘેર ખીરથી પ્રભુનું પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ નિઃસંગ પ્રભુ, પૃથ્વી પર વિચરી પુનઃ દીક્ષાવનમાં પધાર્યા.તિલકવૃક્ષની નીચે પ્રભુ ધ્યાનસ્થ થયા. ચૈત્ર સુદ ૩ના કૃતિકા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બેસી, પ્રભુએ મનશુદ્ધિ વિષયક પ્રથમ દેશના આપી.
મનઃશુદ્ધિ આત્માના ઉત્થાનમાં મનોયોગની ભૂમિકા
૨૪
તીર્થંકર
4th Proof
33
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
વિષયક પ્રભુએ મનનીય ધર્મદેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધિત થતા અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. સ્વયંભૂ વગેરે ૩૫ ગણધરોની સ્થાપના થઈ.
પ્રભુએ રક્ષિતા નામક પ્રથમ શિષ્યાને પ્રવર્તિની બનાવ્યાં. પ્રભુના શાસનમાં રથના વાહનવાળો ગંધર્વ નામક યક્ષ શાસનદેવ બન્યો અને મયૂરના વાહનવાળી બલાદેવી અથવા અચ્યુતાદેવી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણઃ નિર્વાણકાળ નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન તપ કરી વૈશાખ વદ ૧ના કૃતિકા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૯૫,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી કુંથુનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ
યવન
અષાઢ વદ ૯
જન્મ
દીક્ષા કેવળજ્ઞાન
નિર્વાણ
ચૈત્ર વદ ૧૪
ચૈત્ર વદ ૫ ચૈત્ર સુદ ૩ ચૈત્ર વદ ૧
૫૯
સ્થળ સર્વાર્થસિદ્ધથી હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર
હસ્તિનાપુર
સમેતશિખર
મારવાડી તિથિ
શ્રાવણ વદ ૯
વૈશાખ વદ ૧૪
વૈશાખ વદ ૫
ચૈત્ર સુદ ૩ વૈશાખ વદ ૧
શ્રી કુંથુનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૩૫; કેવળજ્ઞાની ૩,૨૦૦; મન:પર્યવજ્ઞાની ૩,૩૪૦; અવધિજ્ઞાની ૨,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૫,૧૦૦; ચતુર્દશપૂર્વી ૬૭૦; ચર્ચાવાદી ૨,૦૦૦; સાધુ ૬૦,૦૦૦; સાધ્વી ૬૦,૬૦૦; શ્રાવક ૧,૮૦,૦૦૦; શ્રાવિકા
૩,૮૧,૦૦૦

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65