Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 32
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧દ: શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુનું ચ્યવનઃ જગતના જીવમાત્રને પરમ શાંતિ પ્રદાન કરનાર જૈન ધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામી છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની નગરીમાં વિશ્વસેન રાજા અને પટ્ટરાણી અચિરાદેવીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવન પામી મેઘરથ રાજાનો જીવ અવતર્યો, તે શુભદિવસ, ભાદરવા વદ સાતમ અને ભરણી નક્ષત્રનો હતો. પ્રભુના ૧૨ ભવ થયા છે. પ્રભુ મેઘરથ રાજાના તીર્થ દશમા ભવમાં તે યુગના જીવદયાના મહાન પુરસ્કર્તા રૂપે પ્રતિષ્ઠિત થયા. 4th તે સમયે કુરદેશમાં ઉદ્વેગ, મહામારી વગેરે અનેક ઉપદ્રવો Proof હતા, વિવિધ ઉપાયો કરવા છતાં ઉપદ્રવો શાંત થતા ન હતા, પ્રભુ, આવતાં જ તે સર્વ ઉત્પાતો શમી ગયા. પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં, જેઠ વદ ૧૩ના મંગલયોગમાં, ભરણી નક્ષત્રમાં અચિરાદેવીએ સુવર્ણવર્ણી મૃગના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. શાંતિ એટલે ક્રોધ વિજય, શાંતિ એટલે ઉપદ્રવોનો નાશ તેમ જ શાંતિ એટલે શાંતરસ આવા ઉત્તમ ગુણો પ્રભુના હોવાથી તેમનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં, ૪૦ ધનુષ્યની ઊંચાઈ ધરાવતા શાંતિકુમારના યશોમતિ આદિ અનેક રાજકન્યાઓ સાથે લગ્ન થયાં. યશોમતિ નામનાં પટ્ટરાણીની કુક્ષિમાં દટરથનો જીવ દેવલોકથી ચ્યવી અવતર્યો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું. કાળક્રમે શાંતિ રાજાની આયુધશાળામાં ચક્રરત્ના ઉત્પન્ન થયું. રાજાએ ચક્રની પૂજા કરી ચક્રને અનુસરતા. ભારત વર્ષના છ ખંડ સાધી શાંતિનાથ રાજાને દેવોએ ચક્રવર્તી પદ આપ્યું. ચક્રવર્તી શાંતિનાથની સેવા ચૌદ રત્નો અને નવનિધિ કરતા હતા. ૨૫,૦૦૦ વર્ષો ચક્રવર્તીપણે પસાર કર્યા. પ્રભુની દીક્ષા: પ્રભુનો દીક્ષાનો સમય નજીક જાણી બ્રહ્મલોક નિવાસી નવલોકાંતિક દેવોએ આવીને પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી. યુવરાજ ચક્રાયુધને રાજ્યધુરા સોંપી હજારો દેવો અને મનુષ્યોથી પરિવરેલા, ‘સર્વાથ' નામની શિબિકામાં, શાંતિચક્રી દીક્ષા વનમાં પધાર્યા, જેઠ વદ ૧૪ના ભરણી નક્ષત્રમાં છઠ્ઠ તપ સાથે, દીક્ષા અંગિકાર કરી. બીજા દિવસે મંદિરપુર નગરમાં સુમિત્ર રાજાના ઘરે ખીરથી પારણું થયું. પ્રભુનું કેવળજ્ઞાન: વિચરણ કરતાં કરતાં પ્રભુપુન: દીક્ષાવના સહસ્સામ્રવનમાં પધાર્યા. નંદીવૃક્ષ નીચે, છઠ્ઠ તપયુક્ત, શુકલ ધ્યાન ધ્યાતા પ્રભુને પોષ સુદ ૯ના ભરણી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન પર બિરાજી પ્રભુએ ‘ઇન્દ્રિયો પર વિજય' વિષયક પ્રથમ દેશના આપી. શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધે, પ્રથમ દેશનામાં જ બોધ પામી ૩૫ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. પ્રભુના શાસનમાં સૂવરના વાહનવાળો ગરુડ નામે યક્ષ શાસનદેવ બન્યો અને કમળાસીન નિર્વાણી દેવી શાસનદેવી બની. પ્રથમ સુમતી સાધ્વી પ્રવર્તિની બની. કેવળી પણે વિચરતાં શાંતિનાથ ભગવાન એક સમયે 31

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65