________________
yo
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
સમેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, શ્રાવણ વદ ૩ના પરમપદને પામ્યા. ૮૪ લાખ વર્ષનું શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું આયુષ્ય હતું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવન, વૈશાખ વદ ૬ મહાશુક્રથી જેઠ વદ ૬
સિંહપુર મહા વદ ૧૨ સિંહપુર ફાગણ વદ ૧૨
મહા વદ ૧૩ સિંહપુર ફાગણ વદ ૧૩. કેવળજ્ઞાન પોષ વદ અમાસ સિંહપુર નિર્વાણ અષાઢ વદ ૩ સમેતશિખર શ્રાવણ વદ ૩
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૭૬; કેવળજ્ઞાની ૬,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૬,૦૦૦; અવધિજ્ઞાની ૬,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૧,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૩૦૦; ચર્ચાવાદી ૫,૦૦૦; સાધુ ૮૪,૦૦૦; સાધ્વી ૧,૦૩,૦૦૦; શ્રાવક ૨,૭૯,૦૦૦; શ્રાવિકા ૪,૪૮,૦૦૦
જન્મ
દીક્ષા
પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ પુનઃ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા, અશોકવૃક્ષ નીચે મહા વદ અમાસના છઠ્ઠ તપ કરીને બિરાજેલ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનારૂઢ થઈ, નિર્જરાભાવના વિશેની પ્રથમ દેશના આપી. ‘જેમાં સંસારરૂપી મહાવૃક્ષનાં બીજ ભરેલાં છે. એવાં કર્મોનું જે શકિતથી પૃથક્કરણ થાય તેને ‘નિર્જરા' કહે છે. નિર્જરાના મુખ્ય બે ભેદ છે (૧) સકામ, (૨) અકામ-નિષ્કામ. યમ- નિયમના ધારકને સકામ નિર્જરા થાય છે અને અન્ય પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. સાધારણ રીતે જ્યાં સંવર છે ત્યાં સકામનિર્જરા થતી રહે છે. પરંતુ તપ દ્વારા કરેલી નિર્જરા વિશેષરૂપે થાય છે. તેનાથી આત્માની શુદ્ધિ શીઘ્રતાથી થાય છે.
પ્રભુના તીર્થમાં ધારિણી નામે સાધ્વી પ્રવર્તિની બની. વૃષભના વાહનવાળો ઈશ્વર કે મનુજ નામનો યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, સિંહના વાહનવાળી માનવી નામે યક્ષિણી શાસનદેવી બની. ઉપરાંત, ભગવાન શ્રેયાંસનાથના સમયમાં, આ અવસર્પિણી કાળના પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ (ભગવાન મહાવીરનો જીવ) અને પ્રથમ બળદેવ ‘અચલ' થયા. તેમની રાજધાની પોતનપુર હતી. આ નગરના ઉધાનમાં શ્રેયાંસનાથ પ્રભુ પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. બળદેવે શ્રાવક વ્રત અંગીકાર કર્યા. પ્રભુ કેવળજ્ઞાન સહિત ૨૧ લાખ વર્ષ પર્યત વિચર્યા. પ્રભુનું નિર્વાણઃ નિવણકાળ સમીપ આવતાં પ્રભુ,
મહા વદ અમાસ
Proof
24