Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 15
________________ ૨૦ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર પ્રભુશ્રી અભિનંદન ભગવાનનો પરિવારઃ ગણધર-૧૧૬; કેવળજ્ઞાની- ૧૪,૦૦૦; મન:પર્યવજ્ઞાની- ૧૧,૬૫૦; અવધિજ્ઞાની- ૯,૮૦૦; વૈક્રિયલબ્ધિધારી ૧૯,૦૦૦; ચતુર્દશપૂર્વી- ૧,૫૦૦; ચર્ચાવાદી- ૧૧,૦૦૦; સાધુ૩,૦૦,૦૦૦; સાધ્વી ૬,૩૦,૦૦૦; શ્રાવક- ૨,૮૮,૦૦૦; શ્રાવિકા- ૫,૨૭,૦૦૦ परस्परोक्षाये जीवानाम ૨૪ તીર્થંકર 4th Proof 14 જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૫: શ્રી સુમતિનાથ સ્વામી પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં મેઘરથ નામના રાજા હતા. તેમની રાણીનું નામ મંગલાદેવી હતું. પ્રભુનું ચ્યવન : પુરુષસિંહનો આત્મા દેવલોકથી ચ્યવી, શ્રાવણ સુદ ૨ના રોજ મંગલાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવે માતાને સારી મતિ ઉત્પન્ન થવા લાગી. એક વાર રાજ્યસભામાં એક જટિલ સમસ્યાનો નિર્ણય કરવાનો હતો- ન્યાય કરવાનો હતો. રાજા ન્યાય ન કરી શક્યા પણ ગર્ભના પ્રભાવે રાણી મંગલાદેવીએ સાચો ન્યાય કર્યો. સાચી જનેતાને પુત્ર સોંપ્યો. પ્રભુનો જન્મ વૈશાખ સુદ ૮ના મઘા નક્ષત્રમાં મંગલાદેવીએ, સુવર્ણવર્ણી, કૌંચપક્ષીના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ શોભન મતિવાળા હતા તથા માતાને સાચી મતિ ઉત્પન થઈ તેથી સુમતિનાથ નામ રાખ્યું. સર્વે ઉત્તમ ગુણોથી તેમનો આત્મા સમૃદ્ધ હતો. સુમતિકુમાર યૌવનને પ્રાપ્ત થયા. ત્યારે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. માતા-પિતાના આગ્રહથી રાજ્યભાર સ્વીકાર્યો. પ્રજાનું ઉત્તમ રીતે પાલન કર્યું. પ્રભુની દીક્ષાઃ દીક્ષા સમય સમીપ આવતાં, સુમતિ રાજાએ, અભયંકરા નામની શિબિકામાં આરૂઢ થઈ, વૈશાખ સુદ ૯ના મઘા નક્ષત્રમાં, એક હજાર રાજાઓ સાથે દીક્ષા અંગીકાર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65