Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 17
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર ર૫ કર ૬: શ્રી પદ્મપ્રભુ સ્વામી છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુના ત્રણ ભવ થયા છે. કૌશાંબી નામની નગરીના ઈક્વાકુવંશી ધરણ રાજા અને સુસીમા નામે પટરાણી હતાં. પ્રભુનું ચ્યવનઃ અપરાજિત મુનિરાજનો જીવ ભી મૈવેયકથી ચ્યવી મહા વદ છઠ્ઠના, ચિત્રા નક્ષત્રમાં સુશીમાદેવીની કુક્ષિમાં - ૨૪ ઉત્પન્ન થયો. ગર્ભવૃદ્ધિ પામતાં સુશીમાદેવીને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો. આ દોહદને, દેવોએ તત્કાળ પૂર્ણ પણ કર્યો અને માતાને ખૂબ આનંદ થયો. પ્રભુનો જન્મઃ કારતક વદ ૧૨ના દિને, ચિત્રા નક્ષત્રમાં 4h પ્રભુનો જન્મ થયો. તીર્થકરના જન્મ મહોત્સવની પરંપરા મુજબ Proof પ્રભુનો જન્મોત્સવ ઊજવાયો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાને પદની શય્યાનો દોહદ થયો હોવાથી પુત્રનું નામ ‘પદ્મપ્રભ' આપવામાં આવ્યું. ઉપરાંત, પ્રભુની કાંતિ પદ્મ જેવી હતી તેથી પણ આ નામ યથાર્થ બની ગયું. પદ્રકુમાર યૌવનવયને પ્રાપ્ત થયા. અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો. રાજ્ય કારભાર ખૂબ સમર્થ રીતે ચલાવી. પ્રજાનાં હદય સિંહાસન પર પણ સામ્રાજ્ય સ્થાપ્યું અને લોકોને માનવજીવનની ધન્યતા દર્શાવી. આદર્શ રાજવી તરીકે સફળ બની રહ્યા. પ્રભુની દીક્ષા: સંસારથી વિરકત બનેલા પદ્મરાજા ‘નિવૃત્તિકરા' નામની શિબિકા દ્વારા સહસ્ત્રાગ્ન વનમાં પધાર્યા. કારતક વદ ૧૩ના દિને ચિત્ર નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે, બ્રહ્મસ્થળ નગરમાં, સોમદેવ રાજાને ઘેર પ્રભુનું પારણું થયું. છ માસ સુધી પ્રભુ આર્યક્ષેત્રમાં વિવિધ અભિગ્રહો ધારણ કરી, ધ્યાનમગ્ન બની સાધના કરતા રહ્યા. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ વિહાર કરતાં કરતાં પ્રભુ પુનઃ સહસ્ત્રામવનમાં પધાર્યા. છઠ્ઠ તપ સાથે પ્રભુ ધ્યાનમાં લીન થયા અને ચૈત્ર સુધ ૧૫ના દિને, ચિત્રા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુએ સહુને સંસારભાવના સમજાવતી પ્રથમ દેશના આપી. પ્રથમ દેશના, “સંસારરૂપી સમુદ્ર અપરંપાર છે. મહાસાગર જેવા અપાર સંસારમાં ચોર્યાશી લાખ જીવા યોનિમાં આ જીવ ભટકતો જ રહે છે. આ જીવ સમસ્ત લોકાકાશને વિવિધ રીતે વિવિધ રૂપોમાં સ્પર્શ કરી ચૂકયો છે.” પ્રથમ દેશના બાદ તીર્થની સ્થાપના કરી ૧૦૭ ગણધરો અને ‘રતિ' નામની સાધ્વી પ્રવર્તિની બની. કુસુમ નામના યક્ષ શાસનદેવ અને અય્યતા યક્ષિણી શાસનદેવી બની. પ્રભુનું નિર્વાણ: પ્રભુ કેવળીપણે વિચરી લોકકલ્યાણ કરતા રહ્યા. નિર્વાણ સમય નજીક જાણી સમેત શિખર પર પધાર્યા. ૩૦૮ મુનિ સાથે એક માસનું અનશન કરી માગસર વદ ૧૧ના ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. પ્રભુના શાસનમાં શ્રાવક 16

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65