Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 19
________________ ૨૮ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર કર્યું. પાંચ દિવ્યો પ્રગટ થયા. એકાકી, મૌનવ્રતધારી, ધ્યાન અને કાયોત્સર્ગમાં સ્થિર થતાં, પ્રભુએ નવ માસ સુધી આર્યક્ષેત્રોમાં વિચરણ કરતા રહ્યા. પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ વિહાર કરતા કરતા પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. ફાગણ વદ ૬ના, વિશાખા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં સિંહાસનારૂઢ થઈ પ્રભુએ અન્યત્વ ભાવના સમજાવતી દેશના આપી. ‘સ્ત્રી, પુત્ર, માતા, પિતા, કુટુંબ, પરિવાર, ધન-ધાન્ય વગેરે અને પોતાનું શરીર- આ બધું આપણા આત્માથી ભિન્ન છે. મૂર્ખ મનુષ્ય એને પોતાના માનીને, પાપકર્મ કરે છે અને ભવસાગરમાં ડૂબે છે. જીવ શરીર સાથે સંલગ્ન હોવા છતાં પણ જુદો છે. જે સુજ્ઞ આત્મા પોતાના આત્માને દેહ, કુટુંબ, ધન વગેરેથી અલગ જુએ છે તેને શોકરૂપી શૂળની વેદના થતી નથી. પ્રભુના તીર્થમાં શ્યામવર્ણી હસ્તીના વાહનવાળો માતંગ નામે યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી હસ્તીના વાહન પર આરૂઢ શાંતા નામે યક્ષિણી શાસનદેવી બની. પ્રભુનું નિર્વાણઃ નિર્વાણ સમય નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૫૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, ફાગણ વદ ૭ના અનુરાધા નક્ષત્રમાં મોક્ષે સિધાવ્યા. ૨૪ તીર્થંકર 4th Proof 18 જૈન ધર્મના ચોવીશ તીર્થંકર પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ યવન ભાદરવા વદ ૮ જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ સ્થળ ગુજરાતી તિથિ છઠ્ઠા ત્રૈવેયકથી શ્રાવણ વદ ૮ વારાણસી વારાણસી જેઠ સુદ ૧૨ જેઠ સુદ ૧૩ ફાગણ વદ ૬ જેઠ સુદ ૧૨ જેઠ સુદ ૧૩ મહા વદ ૬ મહા વદ ૭ પ્રભુશ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૯૫; કેવળજ્ઞાની ૧૧,૦૦૦, મન:પર્યવજ્ઞાની ૯,૧૫૦; અવધિજ્ઞાની ૯,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૫,૩૦૦; ચતુર્દશપૂર્વી ૨,૦૩૦; ચર્ચાવાદી ૮,૪૦૦; સાધુ ૩,૦૦,૦૦૦; સાધ્વી ૪,૩૦,૦૦૦; શ્રાવક ૨,૫૦,૦૦૦; શ્રાવિકા ૪,૯૩,૦૦૦ ૯ વારાણસી વારાણસી સમેતશિખર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65