Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 8
________________ (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે. ૩ વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/ફ્તત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ગુજરાતી સાહિત્યકોશ: ખંડ:૧(૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં જૈન ગૂર્જર કવિઓ” વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે. આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે. ૪. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઈપમાં કરી લીધાં છે. ૫. ગ્રંથારની પહેલી આવૃત્તિ(૧૯૭૬)નું શોધન-વર્ધન તેમજ કેટલીક પુનર્વ્યવસ્થા આ બીજી આવૃત્તિમાં નીચે મુજબ કરેલાં છે : ૫.૧ ગ્રંથ ૨ ઈ.૧૪૫૦થી ઈ.૧૮૫૦ સુધીના સમગ્ર મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસને સમાવતો હોવાથી સ્વાભાવિક રીતે જ એની પૃષ્ઠસંખ્યા વધારે હતી પાનાં ૮૬૦). એ કારણે, ગ્રંથ દળદાળ થયેલો. આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં કેટલાંક ઉમેરણોની સંભાવના હોવાથી પૃષ્ઠસંખ્યા એથી પણ વધવાની હતી. એટલે, ગ્રંથારને બે ખંડોમાં વહેંચી દીધો છે. : ગ્રંથ :૨, ખંડ-૧ : ઈ.૧૪૫૦થી ઈ.૧૬૫૦ ગ્રંથ :૨, ખંડ-૨ : ઈ.૧૬૫૦થી ઈ.૧૮૫૦ એ મુજબ આ ગ્રંથ:૨ ખંડ-૧માં “અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા' સુધીનાં પ્રકારણો સમાવ્યાં છે. સમયદૃષ્ટિએ સંગતિ રહે એ માટે, ઇ.૧૭૫૦ સુધીના સમયગાળાને આવરી લેતું પ્રકરણ જૈન સાહિત્ય-૨' હવે પછીના ખંડ-૨માં સમાવ્યું ૫.૨ પ્રથમવૃત્તિનું પ્રકરણ ૨ “મધ્યકાળના સાહિત્યપ્રકારો’ સાહિત્યસ્વરૂપોના ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ કંઈક અપર્યાપ્ત હતું એથી, એના લેખક ડૉ. ચંદ્રકાન્ત મહેતાની સંમતિથી, “મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો' નામના એમના પુસ્તક (‘મધ્યકાળના સાહિત્યપ્રકારો' નામે ૧૯૫૪માં પ્રગટ થયેલા એમના જ પુસ્તકની સંવર્ધિત-સંમાર્જિત આવૃત્તિ, ઈ. ૨૦૦૭)નો આધાર લઈને એ પ્રકરણનું અહીં સંવર્ધિત સંપાદન કરી લીધું છે. ૫.૩ પ્રકરણ : ૩ જૈન સાહિત્યમાં મુખ્યત્વે સમયદર્શી ને ક્યાંક અન્ય વિગતોનું પણ સંમાર્જન કરવાનું થયું છે. વળી, કેટલીક મહત્ત્વની કૃતિઓનો પરિચય લખાવીને એમાં ઉમેરી પણ લીધો છે. ૫.૪ પહેલી આવૃત્તિમાં, પ્રકરણ ૫ “આદિભક્તિયુગના કવિઓ અને ભાલણ'

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 510