Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 11
________________ સાધનામાંથી મળતી માહિતી સાથે મેળામાં નહોતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ કોશકાર્યાલયને મૂળ હસ્તપ્રત સુધી જવાની ફરજ પડી. તેને પરિણામે કોશમાં ઘણી શુદ્ધિવૃદ્ધિ થઈ છે. બધી હસ્તપ્રતયાદીઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈ દ્વારા સંપાદિત 'જન ગુર્જર કવિઓ’ વધારે શ્રદ્ધય. જણાઈ છે. તેથી જ્યારે મૂળ હસ્તપ્રત સુધી જવાનું શક્ય ન હોય ત્યાં જૈન ગુર્જર કવિઓની માહિતીને આધારભૂત માનીને ચાલવાનું વલણ રહ્યું છે. કોશમાં તો વિવિધ સંદર્ભ સાધનોમાંથી મળતી માહિતી પરથી કર્તાનાં નામ, સમય, જીવન કે એમની કૃતિઓ વિશેની અધિકૃત લાગી હોય તે માહિતી જ અપાઈ છે. પરંતુ ક્યા સંદર્ભમાંથી કઈ સામગ્રી મળી, એમાંથી કઈ સામગ્રી સ્વીકારી, કઈ સામગ્રી છોડી દીધી એના હાનોપાદાનને નિર્ણય કઈ પ્રક્રિયાથી કોશે કર્યો એની વીગતો કે ચર્ચા અધિકરણમાં ન હોય એ સ્વાભાવિક છે. કયારેક બે જુદીજુદી માહિતી પરથી કઈ માહિતી સાચી તેનો નિર્ણય થઈ ન શકતો હોય તો બંને વીગતો મૂકવાનું કોશનું વલણ રહ્યું છે. આ શુદ્ધિવૃદ્ધિને પરિણામે સાહિત્યના ઇતિહાસમાં કે અન્યત્ર એવા કર્તાઓ કે કર્તાને નામે નોંધાયેલી એવી કૃતિઓ મળશે કે જેમનો ઉલ્લેખ સાહિત્યકોશમાં નહીં હોય. અર્વાચીનકાળમાં કેટલોક વખત કેટલાંક બનાવટી મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ ઊભાં કરવાનો પ્રયત્ન થયેલો એવી ચોક્કસ સંભાવના છે. જે કર્તાઓ બનાવટી છે એવું હવે વ્યાપક રીતે સ્વીકારાઈ ગયું છે તે કર્તાઓને કોશમાં સ્થાન નથી આપ્યું, જેમ કે પ્રેમાનંદસુત વલ્લભ, પણ જે કર્તાઓ બનાવટી હોવા વિશે શંકા હોય એ કર્તાઓને એ પ્રકારના નિર્દેશ સાથે સ્થાન આપ્યું છે. અધિકરણનું સ્વરૂપ પહેલા ખંડમાં મુકાયેલાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ ચોક્કસ પદ્ધતિએ લખાયાં છે. કોશ સમજવામાં સરળતા રહે એ માટે અહીં તે વિશે કેટલીક સ્પષ્ટતા કરી છે. કર્તાનામ પર અધિકરણ કોશમાં કર્તા અને કૃતિઓ વિશેનાં અધિકરણ કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે. કર્તાઅધિકરણ કર્તાના નામથી ક્રવામાં આવ્યું છે. જ્યાં કર્તાની વિશિષ્ટ ઓળખ મળતી હોય ત્યાં એવા ઓળખસૂચક શબ્દોને કર્તાનામની સાથે સાદા કૌંસમાં મૂક્યા છે, જેમ કે ‘કતીબશા (બાદશાહો’, ‘કાભઈ(મહારાજ).’ કર્તાનું નામ કૃતિઓમાં વિકલ્પ મળતું હોય તો દરેક નામને તિર્થક રેખાથી સૂચવ્યું છે, જેમ કે ઇન્દ્રાવતી| પ્રાણનાથ(સ્વામી)/મહામતિ/મહરાજ કે ‘કીતિવર્ધન કેશવ(મુનિ)'. વિકલ્પ મળતાં નામોમાં અધિકરણ સામાન્ય રીતે સ્વીકૃત નામ પર કઈ છે અને વૈકલ્િપક નામો પર પ્રતિનિર્દેશ કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં એક જ નામવાળા ઘણા કર્તાઓ મળે છે. આ કર્તાઓને કેટલીક પદ્ધતિઓનો આશ્રય લઈ પરસ્પરથી જુદા પાડ્યા છે. જેમ કે સમય, જૈન કર્યા હોય તો ગરછ ને ગુરુપરંપરા કે જેનેતર કર્યા હોય તો ગુરુનો નિર્દેશ, સંપ્રદાયવિશેષ, પિતાનામ, જ્ઞાતિ, જીવનવિષયક અન્ય વીગતો, લખાવટની સમગ્ર રીતિ વગેરે. એ રીતે જદા પડેલા કર્તાઓને પછી સમયના ક્રમમાં ગોઠવી ૧, ૨, ૩, એ રીતે ક્રમાંક આપીને મૂક્યા છે. ઓળખ વગરના કર્તાનું અધિકરણ મધ્યકાલીન સાહિત્યમાં ઘણી કૃતિઓ એક નામે મળે છે, પરંતુ એ કૃતિઓ ચોક્કસ ક્યા કર્તાની છે એનો નિર્ણય કરવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. એવી કૃતિઓને ઓળખ વગરના કર્તાનું અધિકરણ કરી એમાં સમાવી છે. આ અધિક્રણને એક નામ જૂથવાળાં અધિકરણોના પ્રારંભમાં મૂક્યું છે. જેમ કે “રત્નવિમલ,” “રત્નવિમલ-૧,’ ‘રત્નવિમલ-૨' વગેરે. ઓળખ વગરના કર્તા-અધિકરણમાં મુકાયેલી કૃતિઓ પછી આવતાં એ નામથવાળા કર્તાઓમાંથી કોઈની હોઈ શકે. જયાં એવું કોઈ અનુમાન અને આધારો પરથી થતું હોય તો એનો નિર્દેશ એ કૃતિની વાત કરતી વખતે કર્યો છે. અન્ય નામવાળાં અધિકરણ ક્યારેક કર્તાનું નામ ન મળતું હોય, પરંતુ કર્તાના ગુરુ કે પિતાનું નામ મળતું હોય ત્યારે, ‘અનંતપંસશિષ્ય’ કે ‘રામદાસસુત’ જેવાં અધિકરણ કર્યો છે. શિવાળાં અધિકરણોમાં એકથી વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 534