Book Title: Gujarati Sahitya Kosh Part 01 Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni Publisher: Gujrati Sahitya Parishad View full book textPage 9
________________ સંપાદકીય ગુજરાતી સાહિત્યકોશ- એક બૃહત કોશ ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે જ્યારે ‘ગુજરાતી સાહિત્યકોશ’ તૈયાર કરવાનું નક્કી થયું ત્યારે સાહિત્યકોશ માટે રચાયેલી સલાહકાર સમિતિ અને સાહિત્યકોશના સંપાદકોના મનમાં ગુજરાતી સાહિત્યનો બૃહકોશ તૈયાર કરવાની કલ્પના હતી, કારણ કે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો કોઈ કોશ તૈયાર થયો નથી. સીમિત હેતુથી મર્યાદિત સાધનોનો સંદર્ભ તરીકે આધાર લઈ તૈયાર થયેલા કોશ જોવા મળે છે, પરંતુ જેમાં ગુજરાતી સાહિત્ય સાથે સંબંધિત દરેક વસ્તુની માહિતી ઉપલબ્ધ થાય એવો કોઈ સર્વગ્રાહી કોશ આપણી પાસે ન હતો. ‘ગુજરાતી સાહિત્યકોશ' એવા બૃહકોશની દિશામાં થયેલો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. આ પ્રકારના કોશમાં વિવિધ સાધનો પરથી એકત્ર કરેલી સામગ્રીને ''કારાદિ ક્રમમાં ગોઠવીને મૂકી શકાય, પરંતુ એ રીતે કોશ તૈયાર કરવાનું કાર્ય ઘણું જટિલ બનવાની સંભાવના લાગતાં સલાહકાર સમિતિએ ‘મરાઠી વાડમયકોશ'ને નજર સમક્ષ રાખી તથા ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બધી સામગ્રીને ત્રણ વિભાગમાં વહેંચી તેમના અલગ અલગ ગ્રંથ પ્રગટ કરવાનું સર્વાનુમતે સ્વીકાર્યું. એ મુજબ પહેલા ખંડમાં મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓ, બીજા ખંડમાં અર્વાચીન કર્તાઓ અને કૃતિઓ તથા ત્રીજા ખંડમાં સાહિત્યપ્રકારો, સાહિત્યપ્રવાહો, પરિબળો, સાહિત્યિક વિભાવનાઓ વગેરે વિશેનાં અધિકરણનો સમાવેશ કરવાનું વિચારાયું. સાહિત્યકોશનો વ્યાપ - પહેલા ખંડમાં ઈ. ૧૨મી સદીથી ઈ. ૧૮૫૦ સુધી મુખ્યત્વે જેમનું સર્જનકાર્ય થયું હોય એવા ગુજરાતી સાહિત્યના કર્તાઓને સમાગ્યા છે. ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલું ગુજરાતી સાહિત્ય સાહિત્યનાં પ્રેરક બળો, સાહિત્યનું પ્રયોજન, સાહિત્યપ્રકારો કે અભિવ્યકિત એમ દરેક રીતે ઈ. ૧૮૫૦ પછી રચાયેલા ગુજરાતી સાહિત્યથી અલગ પડી જાય છે. એટલે એને “મધ્યકાલીન સાહિત્ય' એવી સંજ્ઞાથી ઓળખાવી એ સમય સુધીનાં કર્તા-કૃતિનો અલગ ગ્રંથ કર્યો છે. આને કારણે ઈ. ૧૮૫૦ પૂર્વે રચાયેલી હોય છતાં જે કૃતિઓ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પડયો હોય તો એ કૃતિઓ અને એમના કર્તાઓને અર્વાચીન ગણી પહેલા ખંડમાં સ્થાન નથી આપ્યું. કોશને સર્વગ્રાહી બનાવવા તરફ લક્ષ હોવાને લીધે પહેલા ખંડમાં મધ્યકાળના ગુજરાતી ભાષાના સર્વ જ્ઞાત કર્તાઓ તથા એમની નોંધપાત્ર કૃતિઓ વિશેનાં અધિકરણ છે. સર્વ એટલે જેમણે ૧ પદ કે સ્તવન રહ્યું હોય એ દરેક કર્તાને કોશમાં સ્થાન મળ્યું છે. આ ખંડ પૂરતો ‘સાહિત્ય' શબ્દને પણ વિશાળ અર્થમાં લીધો છે. એટલે વૈદક કે જયોતિષનો ગ્રંથ રચનાર કર્તા પણ અહીં જોવા મળશે. આ ખંડમાં મુદ્રિત સાધનો પરથી ઉપલબ્ધ દરેક કર્તાને સમાવ્યા છે. ગ્રંથો અને સામયિકોમાં મુદ્રિત રૂપે મળતી કૃતિઓ, એમાં થયેલા ઉલ્લેખો તથા ગ્રંથભંડારોમાં હસ્તપ્રત રૂપે પડેલી કૃતિઓની મુદ્રિત હસ્તપ્રતયાદીઓનો એ માટે આધાર લેવામાં આવ્યો છે. જે ગ્રંથભંડારોની થાદીઓ અમુદ્રિત હોય તો તેમને લક્ષમાં નથી લીધી. | મુદ્રિત સાધનોનો જ આધાર લેવા છતાં એમાં શ્રી કે. કા. શાસ્ત્રીકૃત 'કવિચરિત:૩ અપવાદરૂપ છે. ‘વિરચિત : ૧-૨’ની જેમ હસ્તપ્રતો પ્રત્યક્ષ જોઈને જે તે કર્તા વિશે લેખકે અહીં પણ નોંધ આપી હોવાને લીધે તથા આ અપ્રકાશિત ગ્રંથની હસ્તપ્રત ઉદાર હૃદયે તેમણે કોશને વાપરવા આપી, એટલે કોશે એ ગ્રંથનો સંદર્ભ તરીકે આધાર લીધો છે. એ સિવાય યુનિવર્સિટીઓમાં તૈયાર થયેલા, પરંતુ અત્યાર સુધી અમુદ્રિત રહેલા મહાનિબંધો કે બીજા કોઈ અમુદ્રિત ગ્રંથોનો આધાર નથી લીધો. ચોક્કસ મધ્યકાલીન વિષય પર કોઈ વિદ્રાને સંશોધનકાર્ય કર્યું હોય, પરંતુ એમનું કાર્ય ગ્રંથ રૂપે પ્રકાશિત ન થયું હોય તો એ વિષય પર અધિણો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 534