Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
લખી આપવા માટે તે વિદ્વાનનો સહકાર માગ્યો છે અને અમને જણાવતા આનંદ થાય છે કે મહદ્અંશે વિદ્વાનોએ એમાં સહકાર આપ્યો છે.
કોશના સંપાદનકાર્ય દરમ્યાન કોશને વધારે ચોક્કસ અને સંપૂર્ણ બનાવે એવા ગ્રંથો પ્રકાશિત થયા ત્યારે બને ત્યાં સુધી કોશમાં એવા ગ્રંથોનો આધાર લઈ લેવાનું વલણ રહ્યું છે. ‘અ ડિસ્કિપ્ટિવ કૅટલોગ ઑવ ગુજરાતી, હિન્દી, ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑફ બી. જે. ઈન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, ખંડ: ૧’ હસ્તપ્રતયાદી કોશનાં સંપાદનકાર્ય અને મુદ્રણ ઠીકઠીક પૂરાં થઈ ગયાં ત્યાર પછી પ્રકાશિત થઈ. એટલે ૧૫ વર્ષથી ઉપલબ્ધ થતા કર્તાઓ અને એમની કૃતિઓને અહીં સમાવ્યાં છે, પરંતુ એ પૂર્વેના કર્તાઓ વિશે એમાં મળતી માહિતીને કોશમાં નથી સમાવી. ગુજરાતી કર્તાઓનો કોશ
મધ્યકાળના ઘણા કર્તાઓએ ગુજરાતી ઉપરાંત રાજસ્થાની, હિંદી કે સંસ્કૃતમાં પણ ગ્રંથો રચ્યા છે. એવા કર્તાઓની ગુજરાતી કૃતિઓ વિશે વિગતે નેધ લીધા પછી એમના અન્ય ભાષાઓમાં થયેલા પ્રદાનનો માત્ર ઉલ્લેખ કર્યો છે. જે કર્તાની એક પણ ગુજરાતી કૃતિ ઉપલબ્ધ ન હોય એને કોશમાં સ્થાન નથી મળ્યું. કેટલાક કર્તાઓની કૃતિઓની ભાષા પર હિંદી-રાજસ્થાનીનો વિશેષ પ્રભાવ વરતાતો હોય કે ક્યારેક એમની એક જ કૃતિમાં ગુજરાતી સાથે રાજસ્થાની હિદીનું મિશ્રણ દેખાતું હોય તો એવા કર્તાઓ અને એ કૃતિઓને એવા ચોક્કસ નિર્દેશ સાથે કોશમાં સમાવ્યાં છે. કચ્છી સિધીની બોલી હોઈને અને ચારણી પણ ગુજરાતીથી ભિન્ન સ્વરૂપવાળી હોઈને એ ભાષાઓમાં સર્જન કરનાર કર્તાઓને નથી સમાવ્યા.
કોશ માટે સૌથી વધારે સમસ્યારૂપ ગુજરાત પ્રદેશમાં રચાયેલી અપભ્રંશ કૃતિઓ હતી. એક મત એવો હતો કે આ અપભ્રંશ કૃતિઓ અને તેમના કર્તાઓને ગુજરાતી ગણી કોશમાં સમાવવા. પરંતુ આ મત સૌને સ્વીકાર્ય ન હતો. આખરે સલાહકાર સમિતિએ એક ઉપસમિતિની રચના કરી અને એના સૂચનને આધારે એવો નિર્ણય કરવામાં આવ્યો કે સ્પષ્ટપણે અપભ્રંશ ભાષાની જ ગણાય એવી કૃતિઓ અને તેમના કર્તાઓને કોશમાં ન સમાવવાં, પરંતુ જે કૃતિઓમાં ગુજરાતી ભાષાનાં લક્ષણો વધારે દેખાતાં હોય તે કૃતિઓને ગુજરાતી ગણી તેમના કર્તાઓને કોશમાં સ્થાન આપવું. એ મુજબ કોશકાર્યાલયે ડૉ. હરિવલ્લભ ભાયાણી અને અન્ય વિદ્વાનોની સલાહથી અપભ્રંશ અને ગુજરાતી કૃતિઓને જુદી તારવી.
પ્રમાણભૂત કોશ
સાહિત્યકોશ એ ઉપલબ્ધ સામગ્રીનું માત્ર સંકલન નથી, એનું સંશોધન પણ છે, કારણ કે કોશને પ્રમાણભૂત બનાવવો એ એનો બીજો ઉદ્દેશ હતો. વિવિધ સાધનોમાંથી ઉપલબ્ધ સામગ્રીને જ્યારે એકસાથે મૂકવામાં આવી ત્યારે એમાં ઘણી મુશ્કેલીઓ નજરે ચડી. ક્યાંક માહિતીના મૂળ આધાર સુધી ગયા વગર પરંપરાથી ચાલી આવતી માન્યતાને અનુસરવાનું વલણ હતું. સંપ્રદાય કે અનુથાયીઓ પાસેથી મળતી માહિતીમાં અતિશયોકિત ને દંતકથાત્મક તત્ત્વોનું પ્રમાણ વિશેષ હતું. ક્યાંક સરતચૂકથી કર્તાઓ અને કૃતિઓની ભેળસેળ થઈ ગઈ હતી. ક્યાંક નામફેર થવાથી કૃતિઓ અને કર્તાઓ બેવડાયા હતા. ક્યાંક અનુમાનથી ખોટી માહિતી જોડી દેવાનું બન્યું હતું. આ સંજોગોમાં સંદર્ભની અધિકૃતતા-અનધિકૃતતા ચકાસવાનું આવશ્યક બન્યું.
સામાન્ય રીતે કોશે કર્તા કે કૃતિ વિશેની અધિકૃતતા ચકાસવા માટે મૂળ આધાર સુધી જવાનું વલણ રાખ્યું છે અને બીજા કે ત્રીજા આધાર પરથી આવતી માહિતીને અન્યત્રથી સમર્થન ન મળતું હોય તો મોટે ભાગે સ્વીકારી નથી. તેમ છતાં એમાં ક્યારેક અપવાદ કરવા પડયા છે. જેમ કે “પુષ્ટિમાર્ગીય જૂના સાહિત્યકારો વિશે કંઈકમાં પુષ્ટિમાગ કવિઓ વિશે અપાયેલી યાદીના કર્તાઓની અધિકૃતતા ચકાસવાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોવાને લીધે અન્યત્રથી વિરોધ ન આવતો હોય તો એ કર્તાઓને ગુજરાતી કર્તાઓ તરીકે સ્વીકારી લીધા છે, થોડા હિદી કવિઓ એમાં દાખલ થઈ ગયા હોવાની શક્યતા છતાં. પરંતુ આ પ્રકારની અન્ય સંદર્ભયાદીઓને અન્ય આધારોના પ્રકાશમાં ચકાસીને ચાલવાનું વલણ રહ્યું છે.
હસ્તપ્રતયાદીઓમાંથી મળતી માહિતીની અધિકૃતતાને ચકાસવાનું કામ કોશ માટે અશક્ય હતું. જો કે એમાં ભૂલ થઈ હોવાનું ઘણી જગ્યાએ ચોખ્ખું દેખાતું હતું. કોઈક હસ્તપ્રતયાદીમાં કર્તાનું નામ ખોટું મુકાયાની શંકા જતી હતી. કોઈક હસ્તપ્રતયાદીમાંથી મળતી માહિતી અન્ય
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org