Book Title: Dravya Svabhaav Paryaya Svabhaav Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Mumukshu Mandal View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદગુરુદેવાય નમ: અધ્યાત્મયુગસૃષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ સ્વાનુભવમયી મોક્ષમાર્ગને પોતાની સાતિશય દિવ્યવાણી દ્વારા પ્રકાશીત કરીને અમ મુમુક્ષુઓ ઉપર અનંતો ઉપકાર કર્યો છે. અને આવા પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વાનુભવમયી વીતરાગ માર્ગને પોતાની અંદર આત્મસાત્ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના શાસનને સુરક્ષીત રાખી દિપાવનાર, પૂજ્ય ગુરુદેવશ્રીના વારસદાર સુપુત્ર પૂજ્ય શ્રી લાલચંદભાઈ છે. ઘણા મુમુક્ષુઓ પાસેથી સંભળાય છે કે “આજે પૂજ્ય ગુરુદેવશ્રી પૂજ્ય લાલચંદભાઈના રૂપમાં સુરક્ષિત છે. જયવંત છે.” અમારા મહાન મહાન ભાગ્યથી એવા પૂજ્ય લાલચંદભાઈની અમારા કુટુંબ ઉપર અપાર કરૂણા છે. તેથી તેઓશ્રી કૃપા કરીને દેવલાલી પંચકલ્યાણક પછી મુંબઈ હુમારા આંગણે પધાર્યા હતા. ત્યારે ૩૧ ડિસેમ્બરની પ્રાતઃ જાગરણની મંગલવેળામાં પૂજ્યશ્રીના ચંદ્રમુખમાંથી અમૃત.. અમૃત. અમૃત ઝરી ઉઠયું કે જે અમૃતમયી તત્ત્વચર્ચાથી અમારા અંતરના કબાટ ખૂલી ગયા. આહા... નયપક્ષથી અતિક્રાંત થવાની કોઈ અદ્ભુત થી અદ્ભુત અજોડ વિધી દર્શાવી. જેમાં દ્રવ્યને સ્વભાવથી જો, કોઈ નયથી નહીં અને પર્યાયને પણ સ્વભાવથી જો, કોઈ નયથી નહીં.. એવી કોઈ અતિ ગુઢ અને અપૂર્વ, કોઈ દિવસ નહીં સાંભળેલી, નહીં વિચારેલી વાત આવી. અમને આ ચર્ચાથી એમ થયું કે હવે Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47