________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] તો પરને જાણે છે ને? અરે! પરનું જાણવું સ્વભાવમાં જ નથી. જ્ઞાયક નથી ત્યમ પર પણો – ખલાસ થઈ ગઈ વાત.
નયાતીતમાં જેમ અનુભવ આવે છે, એમ નયાતીતમાં જ શ્રેણિ આવે છે. નયથી જ્યાં સમ્યગ્દર્શન ન થાય ત્યાં નયથી ચારિત્ર તો કેમ આવે ? તેથી જ્ઞાનીઓ પણ ઠરી જાય છે. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઉઠે છે. સમર્થ આચાર્યોને પણ સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. જે એમને પણ ખટકે છે. કેમ કે નયથી સ્વભાવ પ્રસિદ્ધ જ થતો નથી. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. ખરેખર બીજાને સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. તેથી શ્રી પૂજ્યપાદસ્વામીએ કહ્યું કે, બીજાને સમજાવવું એ પાગલપણું છે. સમજાવવું અને સાંભળવું બન્ને પાગલપણું છે.
નયના પ્રયોગમાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. સ્વભાવની સમીપે જાય છે, તો વિકલ્પ ઉઠતા જ નથી.
નિશ્ચયનય માત્ર તારા સ્વભાવ તરફ ઈશારો કરે છે કે આવું તારું સ્વરૂપ છે. પછી એ નયને તું છોડી દે અને સ્વભાવમાં ચાલ્યો જા
દષ્ટાંત - બીજનો ચાંદ ઉગે છે એ કોઈને દેખાય છે અને કોઈને દેખાતો નથી. હવે જે ચાંદને દેખવાવાળો છે એ બીજાને ચાંદ દેખાડવા ઝાડના માધ્યમ દ્વારા પ્રયત્ન કરે છે. આ જે ઝાડ છે ને, એની આ જે પેલી છેલ્લી ડાળી દેખાય છે ને. ઉપરની છેલ્લી એને તું જો અને પછી એની લાઈનમાં જ સીધું ઉપર જો તો તને ચાંદ દેખાશે. હવે પેલો તો ડાળીને જ વળગી પડયો (અને ) કહે છે, મને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com