Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ECZ CHIC 4211PCICIC
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચપક્ષથી
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
અતિક્રાન્ત ભાખ્યો તે સમયનો
અધ્યાત્મરસિક, શુદ્ધાત્મવેદી, સ્વભાવગ્રાહી પૂજ્ય શ્રી લાલચંદભાઈશ્રીની દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવને દર્શાવતી અતિઅપૂર્વ ૫૨મહિતકારી
તત્ત્વચર્ચા.
: પ્રકાશક:
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મહાવી૨નગ૨, હિંમતનગર.
સાર છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાન શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, મહાવીરનગર, હિંમતનગર.
મીતી આસો વદ. ૧૩ (ધનતેરસ) વીર સં. : ૨૫૧૬ વિ. સં. ૨૦૪૬ પ્રથમ આવૃત્તિ: પ્રત ૧OOO
મુદ્રક: ગુજરાત ઓફસેટ ઓફસેટ હાઉસ વટવા, અમદાવાદ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated by Jyoti Rajesh Shah, London, UK, who has paid for it to be "electronised" and made available on the internet in memory of Shree Lalchandbhai Amarchand Modi, Rajkot.
1) We have taken great care to ensure this electronic version of Dravya Swabhav Paryay Swabhav is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work
even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Version Number 001
Version History
Date
13 Sept 2002
Changes
First electronic version.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવશ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવશ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
આ કાળે કે જ્યારે મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં આપણા મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી ક્રાંતિકારી યુગપુરુષઆત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ઉદયથી આપણે સૌ જૈનધર્મના માર્ગાનુસારી બન્યા. આપણને નવું જીવન આપનાર પૂજ્ય ગુરુદેવશ્રીને પણ અત્યંત ભક્તિભાવે નમસ્કાર.
જૈનદર્શન બહુ વિશાળ છે. નય દ્વારા પ્રતિપાદન કરી આત્મસ્વરૂપ સમજાવવાની શૈલી પરમાગમમાં આવે છે. જેનાથી આત્મસ્વરૂપનું અનુમાન થઈ શકે છે પણ અનુભવ થઈ શકતો નથી. નયથી સ્વરૂપનો વિચાર કરી ઘણા તો તેમાં જ સંતુષ્ટ થઈ જાય છે. વળી ઘણા ખરાને તે નયના વિકલ્પથી છુટી અનુભવ કેમ થાય તે માર્ગ સુજતો નથી. તેનું માર્ગદર્શન આપતું એટલે કે સ્વભાવને સ્વભાવથી જ સમજવાનો પરમાર્થ દષ્ટિકોણ અધ્યાત્મરસિક, શુદ્ધાત્મવેદી પૂજ્યશ્રી લાલચંદભાઈએ આપ્યો છે.
જેમ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની રાજકોટ શહેર ઉપર અમદષ્ટિ હતી તેમ પૂજ્ય ભાઈશ્રીની અમારા મુમુક્ષુ મંડળ ઉપર અમદષ્ટિ છે. તેઓશ્રી અમારા દરેક આમંત્રણને માન આપીને અહીં પધારે છે. આ વખતે પર્યુષણપર્વમાં તેઓશ્રી તથા પૂજ્ય સંધ્યાબેન પધાર્યા હતા અને એક માસ સુધી અધ્યાત્મની ધોધ વર્ષા કરી હતી. જેમાં દ્રવ્યસ્વભાવને તથા પર્યાયસ્વભાવને કોઈ નયથી નહીં પણ સ્વભાવથી જોવાની વાત કરી જે અમારા મંડળના સૌ મુમુક્ષુઓને જુના કાને નવી લાગી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ વિષયની વિસ્તૃત ચર્ચા પૂ. ભાઈશ્રીએ મુંબઈ શ્રી શાંતિભાઈ ઝવેરી ને ત્યાં કરી હતી તેવું જાણવા મળતાં આ ચર્ચા પુસ્તકાકારે સૌના હાથમાં આવે તો સૌ કોઈ તેનો લાભ લઈ શકે. અને આજે આ પુસ્તકાકારે સમાજમાં મુકતાં મંડળ ધન્યતા અનુભવે
છે.
આ પુસ્તકનો બધો ખર્ચ શ્રી શાંતિભાઈ ઝવેરી, મુંબઈ તરફથી મળેલ છે. તે અંગે તેમનો પણ મંડળ આભાર માને છે.
પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ કરી આપવા બદલ શ્રી યોગેશભાઈ, ગુજરાત ઓફસેટનો પણ આભાર માનીએ છીએ.
આપ સૌ આ ચર્ચાનો સ્વાધ્યાય કરો અને હું તો સ્વભાવથી જ જ્ઞાયક છું સ્વભાવથી જ જાણનાર છું... હું તો જાણનાર છું એવો અભેદ અનુભવ સૌને થાય એ જ ભાવના.
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર પ્રમુખ – તારાચંદ પોપટલાલ કોટડિયા સેક્રેટરી – મહેન્દ્રકુમાર પુંજાલાલ મહેતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદગુરુદેવાય નમ:
અધ્યાત્મયુગસૃષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ સ્વાનુભવમયી મોક્ષમાર્ગને પોતાની સાતિશય દિવ્યવાણી દ્વારા પ્રકાશીત કરીને અમ મુમુક્ષુઓ ઉપર અનંતો ઉપકાર કર્યો છે. અને આવા પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વાનુભવમયી વીતરાગ માર્ગને પોતાની અંદર આત્મસાત્ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના શાસનને સુરક્ષીત રાખી દિપાવનાર, પૂજ્ય ગુરુદેવશ્રીના વારસદાર સુપુત્ર પૂજ્ય શ્રી લાલચંદભાઈ છે. ઘણા મુમુક્ષુઓ પાસેથી સંભળાય છે કે “આજે પૂજ્ય ગુરુદેવશ્રી પૂજ્ય લાલચંદભાઈના રૂપમાં સુરક્ષિત છે. જયવંત છે.”
અમારા મહાન મહાન ભાગ્યથી એવા પૂજ્ય લાલચંદભાઈની અમારા કુટુંબ ઉપર અપાર કરૂણા છે. તેથી તેઓશ્રી કૃપા કરીને દેવલાલી પંચકલ્યાણક પછી મુંબઈ હુમારા આંગણે પધાર્યા હતા. ત્યારે ૩૧ ડિસેમ્બરની પ્રાતઃ જાગરણની મંગલવેળામાં પૂજ્યશ્રીના ચંદ્રમુખમાંથી અમૃત.. અમૃત. અમૃત ઝરી ઉઠયું કે જે અમૃતમયી તત્ત્વચર્ચાથી અમારા અંતરના કબાટ ખૂલી ગયા.
આહા... નયપક્ષથી અતિક્રાંત થવાની કોઈ અદ્ભુત થી અદ્ભુત અજોડ વિધી દર્શાવી. જેમાં દ્રવ્યને સ્વભાવથી જો, કોઈ નયથી નહીં અને પર્યાયને પણ સ્વભાવથી જો, કોઈ નયથી નહીં..
એવી કોઈ અતિ ગુઢ અને અપૂર્વ, કોઈ દિવસ નહીં સાંભળેલી, નહીં વિચારેલી વાત આવી. અમને આ ચર્ચાથી એમ થયું કે હવે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અમને બધું નિધાન ને નિધાનની ચાવી બધું મળી ગયું છે. - અપાર હર્ષથી હર્ષાયેલાં આ હૃદયમાં સહજ આવો ભાવ પણ આવ્યો કે આ ચર્ચા હમારે છપાવવી છે, જેથી બીજા બધા મુમુક્ષુઓ પણ લાભાન્વિત થઈ શકે.
પૂ. ભાઈશ્રીની આજ્ઞા લઈને આ છપાવી અમે અપાર આનંદને અનુભવીએ છીએ.
આપ સ્વયં વાંચો.. વાંચીને વિચારો... આપને પણ વાંચીને બહુજ ગમશે અને નિશ્ચિત આત્મલાભ થશે. એવી ભાવના સાથે... પૂજ્ય ભાઈશ્રીને વારંવાર નમસ્તક થઈ પ્રણામ કરતાં...
આપના ચિરઋણી શાંતાબેન
શાંતિભાઈ ચીમનલાલ ઝવેરી સંગીતાબેન
ભરતભાઈ તરલાબેન
પંકજભાઈ મયુરીબેન
પ્રદિપભાઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧]
* પ્રથમ પ્રવેશ દ્વાર *
નમઃ સમયસારાય
અધ્યાત્મ યુગ પ્રવર્તક સ્વાનુભવપ્રેરણામૂર્તિ પરમ ઉપકારી પરમ પૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ કાળમાં તીર્થ (મોક્ષમાર્ગ ) સ્થાપ્યું. એ સ્થપાયેલા તીર્થની સુરક્ષા કરનાર, પૂજ્યગુરુદેવશ્રીના અનન્ય ભક્ત, શુદ્ધાત્મવેદી, સિદ્ધાંત બોધરસિક, સૂક્ષ્મ અધ્યાત્મ રહસ્યોના ઉદ્દઘાટક, સુક્ષ્માતિસૂક્ષ્મ હઠીલાં શલ્યોના સુપ્રસિદ્ધ ચિકિત્સક, અધ્યાત્મ જગતના સુપ્રસિદ્ધ શિરમૌર પ્રવક્તા પૂજ્યશ્રી લાલચંદભાઈના મુખારવિંદ માંથી ઝરેલાં બે ગૂઢ રહસ્યો...
(૧) દ્રવ્યસ્વભાવ
(૨) પર્યાય સ્વભાવની અતિઅપૂર્વ અદ્દભુત પરમામૃતમય ભેટ આત્માર્થીઓને અર્પતા અતિ હર્ષ થાય છે.
વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા તદઅનુસારિણી સંતોની વાણી દ્વિનયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નયચક્રના આધારથી પં. શ્રી ટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્ત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત્ નય, પ્રમાણ વડે પહેલા જાણ; આરાધના સમયે નહીં કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] જેવી રીતે અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશ કરતાં આવડતું હતું પરંતુ તેમાંથી બહાર નિકળતા ન આવડયું તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબને નયચક્રમાં પ્રવેશે છે પરંતુ તેમાંથી પાર થઈ પક્ષીતિક્રાંત થવાની વિધિથી અજાણ છે.
પ્રસ્તુત ચર્ચામાં પક્ષીતિક્રાંત થવાની ગૂઢ વિધિ સમજાવતા પૂજ્ય ભાઈશ્રીએ ફરમાવ્યું કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જે અને પર્યાયસ્વભાવને પણ સ્વભાવથી જો. કોઈ નયથી ન જો. નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનીજીવો શાસ્ત્રનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનથી વંચિત છે. તેઓ કેવળ નયોના વિકલ્પોમાં રોકાયેલાં છે અને નયાતિક્રાંત થવાની કળાથી અજાણ છે.
નયવિકલ્પમાં અટકેલા જીવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત અનુભવી શકે એટલા માટે પરમકૃપાળુ ભાઈશ્રીએ આ વિકલ્પાંતકારી નિર્વિકલ્પ થવાની એટલે નયાતીત થઇ પક્ષાતિક્રાંત થવાની રહસ્યાત્મક કળા (વિધિ) દર્શાવેલ છે.
પૂ. ભાઈશ્રીના હૃદયમાં આવેલો આ ઉત્કૃષ્ટ ભાવ, સંતોના આગમમાંથી મળી જાય છે. કેમ કે વસ્તુના સ્વરૂપ માટે અને સ્વરૂપના અનુભવ માટે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે.
આ ચર્ચા નયથી પક્ષીતિક્રાંત થઈને પ્રત્યક્ષ અનુભવ કરવાના હેતુએ થઈ છે. પક્ષાતિક્રાંત થયેલો આત્મા શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા થઈ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નયથી જોતાં ઘણું કરીને ત્રણ દોષ આવે છે.
૧) નયજ્ઞાન સાપેક્ષ છે. સાપેક્ષમાં, પ્રતિપક્ષ વ્યવહારના પક્ષનો વિકલ્પ ઉત્પન્ન થતાં, મિથ્યાત્વનું શલ્ય રહી જાય છે.
જ્યારે નિરપેક્ષમાં આવતા દષ્ટિ તથા જ્ઞાન સમ્યક થાય છે, વિકલ્પ છૂટી જાય છે અને બે નયોનો જ્ઞાતા થઈ વીતરાગતા પ્રગટ થાય છે.
૨) નય વિકલ્પરૂપ છે. વિકલ્પથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. નવપક્ષ આકુળતારૂપ છે. નયજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હોવાથી શુદ્ધ જ્ઞાન તો નથી, પરંતુ સ્વજ્ઞય પણ નથી-પરશેય છે.
૩) નય અંશગ્રાહી છે. નય વડે જાણતાં નય અંશગ્રાહી હોવાથી, એક ધર્મને જાણે છે, બાકીના ધર્મોને જાણવાનું બાકી રહી જાય છે. એટલે જ્ઞાનને વિષયનો પ્રતિબંધ થાય છે. પ્રતિબંધ થતાં તેને જાણવાની ઇચ્છા ઉત્પન્ન થતાં આકુળતા થાય છે. નિર્વિકલ્પ અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરતાં તે જ્ઞાન સવિકલ્પ હોવાથી અને તેનું સામર્થ્ય સર્વગ્રાહી હોવાથી યુગપદ અક્રમે બધા ધર્મો એક સમયમાં જાણવામાં આવે છે. કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી એટલે ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે નિરાકુળ આનંદનો અનુભવ થાય છે. આ રીતે સ્વભાવની પ્રાપ્તિની રીત, નયોથી જુદી છે.
આ ચર્ચામાં ખાસ વાત આ છે કે નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી કેમ કે નય સાપેક્ષ હોય છે. એના આધારરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-પ૧૫ માં સ્પષ્ટ કહ્યું છે કે, જેમ છેદનક્રિયાનું કારણ એવી ફરસી છેદનક્રિયા કરવામાં સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે છે તેવી રીતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] નય સ્વતંત્ર રીતે વસ્તુને કોઈ ધર્મથી વિશિષ્ટ સમજતો ય નથી અને કહેતો ય નથી.
ભાવાર્થ- ફરસી ચલાવવામાં એ જરૂરી નથી કે તે કોઈ બીજા હથિયારની અપેક્ષા રાખીને જે છેદનક્રિયા કરે, પરંતુ નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. કોઈ વિશેષ અપેક્ષા વિના નય પ્રયોગ થઈ શકતો નથી. નયપ્રયોગમાં વિશેષ અપેક્ષા અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા આવશ્યક છે. તેથી છેદનક્રિયામાં ફરસીની જેમ નય સ્વતંત્ર નથી, પરંતુ વિવક્ષા અને પ્રતિપક્ષ નથી તે પરતંત્ર છે. જે નયે અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે તેને નય જ કહેવો ન જોઈએ અથવા મિથ્યાનય કહેવો જોઈએ. નય સાપેક્ષ જ હોય. નય નિરપેક્ષ ન હોય. અને સ્વભાવ નિરપેક્ષ જ હોય, સાપેક્ષા હોય નહીં. એટલે સાપેક્ષ નયથી નિરપેક્ષ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
આ રીતે નય સાપેક્ષ જ હોય કેમ કે “નિરપેક્ષ નયા મિથ્યા” એવું શાસ્ત્રનું વચન છે. માટે નિશ્ચયનયથી હું અકર્તા છું –એમ એક નયનો જ પક્ષ કરે તો એ તો મિથ્યા એકાંત થઈ ગયું માટે, “સાપેક્ષ નયા સમ્યક” હોવાથી, નિશ્ચયથી અકર્તા છું તો વ્યવહાર કર્તા છું – એમ લેવામાં નય જ્ઞાન તો સમ્યક્ થઈ ગયું પરંતુ સાપેક્ષતામાં આવવાના કારણે અર્થાત નયજ્ઞાનમાં આવવાના કારણે, નિરપેક્ષ સ્વભાવથી દૂર થઈ ગયો. નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ નથી થતી. કેમ કે સ્વભાવ, સ્વભાવથી જ નિરપેક્ષ છે. નયને સમ્યક કરવા ગયો, તો સ્વભાવથી દૂર થઈ ગયો અને સ્વભાવમાં આવ્યો, તો નયપક્ષ સ્વયં સહજ અસ્ત પામી જાય છે.
નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જ જોઈએ. નહીં તો એકાંત થઈ જાય. અને સાપેક્ષ કરવા જતાં આત્માનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નામ
છે. તે છે
| [ ૫] અનુભવ ન થાય કારણ કે નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતા, કહ્યા વગર પણ વ્યવહારનયથી કર્તા છે –એમ આવી જાય છે. એટલે આમ સાપેક્ષ સિદ્ધ કરવામાં પણ જીવ નયાતિક્રાંત થતો નથી. કારણ કે ત્રિકાળી વસ્તુ કે જે શ્રદ્ધાનો વિષય છે તે સાપેક્ષ નથી. તે તો નિરપેક્ષ જ છે.
બે નયોનો વિષય તો જ્ઞાનનું શેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોના પક્ષ છોડી, ત્રિકાળ નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતા શ્રદ્ધા સમ્યફ થાય છે કારણ કે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. અને શ્રદ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે અને સમ્યજ્ઞાન સ્વભાવથી અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને, જેમ છે તેમ, પક્ષપાત રહિત, જાણે છે.
આ રીતે જ્ઞાની બે નયોના જ્ઞાતા છે. પણ અજ્ઞાની બે નયોના વિકલ્પનો કર્તા છે.
માટે અજ્ઞાનીએ પ્રાથમીક પ્રમાણ-નયથી અભ્યાસ કર્યા પછી દ્રવ્યસ્વભાવને સ્વભાવથી અને પર્યાયસ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સહારો છોડી દેવો જોઈએ. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ, સ્વભાવનો અનુભવ થાય. નયસાપેક્ષથી અનુભવ ન થાય. પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. આ રીતે નયાતિક્રાંત થતા, નયોનો જ્ઞાતા થાય છે.
નયાતિક્રાંત થવા પહેલા નયનો જ્ઞાતા થઈ શકતો નથી પણ નય વિકલ્પોની કર્તબુદ્ધિ રહી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૬]
એટલે નય વિકલ્પોની કર્તાબુદ્ધિ કેમ છૂટે અને પછી નયોનો જ્ઞાતા કેમ થાય ? -કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો, નિશ્ચયનયથી નહીં, અને પર્યાયને સ્વભાવથી જો, નિશ્ચયનયથી પણ નહીં. સ્વભાવથી જોતાં નયવિકલ્પ છૂટી જાય છે.
નિશ્ચયના પક્ષથી નિર્ણય થાય છે પણ અનુભવ થતો નથી. તેથી નિશ્ચયનો પક્ષ પણ છોડી સ્વભાવથી જોતાં અનુભવ થાય છે. શ્રી સમયસાર નાટકમાં કહ્યું છે કે, “ જેઉ જહાં સાધક હૈ, તેઉ તહાં બાધક
.
આ જ વાત શ્રી પંચાધ્યાયી ગાથા. ૬૪૫ થી ૬૪૮ માં કહી છે.
શંકાકારઃ જે વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જેમ સામાન્ય રીતે મિથ્યાદષ્ટિ છે તેવી જ રીતે જે નિશ્ચયનયનું અવલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? અર્થાત્ વ્યવહારનયનું અવલંબન કરનારને મિથ્યાદષ્ટિ કહેવામાં આવેલ છે તે બરાબર છે પરંતુ નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ જ કહેવામાં આવેલ છે તે કેવી રીતે ?
ઉત્તર:- બરાબર છે, પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. તે સૂક્ષ્મ છે, તેથી તે ગુરુના જ ઉપદેશને યોગ્ય છે. મહાનગુરુ સિવાય તેનું સ્વરૂપ કોઈ બતાવી શકતું નથી. તે વિશેષ સ્વાનુભૂતિનો મહિમા છે. કે જે નિશ્ચયનયથી પણ બહુ સૂક્ષ્મ અને ભિન્ન છે.
उभयं णयं विभणिमं जाणइ णवरं तु समय पडिबद्धो । णदु णयपक्खं गिण्हदि किंचिवि णयपक्खपरिहीणो ।। ।।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૭]
નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે તે વિષયમાં ઉક્ત ગાથા પણ પ્રમાણ છે. તેનો અર્થ એ છે કે જે બે પ્રકારના નય કહેવામાં આવ્યા છે તેને સમ્યગ્દષ્ટિ જાણે તો છે પરંતુ કોઈપણ નયના પક્ષને ગ્રહતો નથી, તે નયપક્ષથી રહિત છે.
આ ગાથારૂપ સૂત્રથી આ વાત સિદ્ધ થઈ કે, સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો.
બીજી વાત એ છે કે નિશ્ચયનયને પણ આચાર્ય, સવિકલ્પ કહી છે અને જેટલું સવિકલ્પ જ્ઞાન છે તેને અભૂતાર્થ કહ્યું છે.
જેમ કે પહેલા કહ્યું છે ગાથા ૫૦૬ માં,
66
यदि वा ज्ञानविकल्पो नयो विकल्पोस्ति सोप्यपरमार्थः
29
તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી પણ નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે તથા અનુભવમાં પણ એ જ વાત આવે છે કે જેટલા કોઈ નય છે તે બધા પ૨સમય-મિથ્યા છે તથા તે નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદષ્ટિ છે.
સ્વાનુભૂતિનું સ્વરૂપ
4
તે સ્વાનુભૂતિની મહિમા એ રીતે છે કે સવિકલ્પ જ્ઞાન હોતાં, નિશ્ચયનય એ વિકલ્પોનો નિષેધ કરે છે. પરંતુ “જ્યાં આગળ ન તો વિકલ્પ જ છે અને ન તો નિષેધ જ છે ત્યાં આગળ ચિદાત્મા અનુભૂતિ માત્ર છે.
99
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૮]
ખરેખર જ્યાં સુધી શ્રદ્ધા વિપરીત છે ત્યાં સુધી બે નયોનું પરસ્પર સાપેક્ષ એવું સમ્યજ્ઞાન પણ પ્રગટ થતું નથી. નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ વિના, અપેક્ષાઓનું જ્ઞાન, સમ્યક્ થતું નથી. માટે આત્માર્થીએ પ્રથમ શ્રદ્ધાની સંશુદ્ધિ હેતુએ સ્વભાવથી સ્વભાવને જોવો જોઈએ, કોઈ નયથી નહીં.
આ જ ભાવ શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદેવે સમયસાર કળશ-૬૯૭) માં દર્શાવ્યો છે.
य ऐव मुक्त्वा नयपक्षपातं स्वरुपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्तास्त ऐव साक्षादमृतं पिबन्ति।। ६९ ।।
શ્લોકાર્ધઃ- જેઓ નયપક્ષપાતને છોડી (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેઓ જ, જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત અમૃતને પીએ છે.
ભાવાર્થ- જ્યાં સુધી કાંઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે, તે તત્ત્વવેદી (તત્ત્વોનો જાણનાર) સ્વરૂપને પામે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] શ્લોકાર્થ- જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી (વસ્તુ
સ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ, ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે.)
ભાવાર્થ- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ, પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે-આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ ) કરશે, તે પણ તે શુદ્ધસ્વરૂપના સ્વાદને નહીં પામે.
અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે તેથી વીતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે.
આ જ ભાવ સમયસાર કળશટીકા, કળશ-૯૩ માં પણ પાંડે રાજમલજીએ દર્શાવ્યો છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] “જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે, એમ કહેવાય છે.”
પૂ. ભાઈશ્રીએ પરમ કરૂણા કરી ફરમાવ્યું કે, “હે ભવ્યો! અમારો આશય તો, બધા નયાતીત થાઓ, પરમાનંદને પામો એટલો છે. તેથી સ્વભાવ પ્રાપ્તિની રીત નયોથી જુદી છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ રહસ્ય પત્ર નં. ૧૮૦ વર્ષ ૨૪ મું, ૨૦૮, મુંબઈ મહા વદ-૩૧૯૪૭ - માં દર્શાવ્યું છે.
“અનંતા નય છે, એકેક પદાર્થ અનંતગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી, જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નય” નો આગ્રહ કરે છે, અને તેથી વિષમફળની પ્રાપ્તિ હોય છે, કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય, એવા પ્રાણીએ નાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૧૧ ]
આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.”
આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે. શ્રી પંચાધ્યાયીકારે પણ કહ્યું છે કે, નિશ્ચયનયાવલંબી પણ મિથ્યાદષ્ટિ છે, એ વાતનું રહસ્ય મહનીય ગુરુ જ સમજાવી શકે છે, એ વાતનો ધન્ય પળે થયેલી પૂ. ભાઈશ્રીના શ્રીમુખે થયેલી ચર્ચા દ્વારા પ્રત્યક્ષ અનુભવ થાય
છે.
જે અતિ નિકટ ભવ્ય જીવ આ પરમ વીતરાગતામયી ઉત્તમ વચનોને માથે ચઢાવશે અને હૃદયમાં ધારશે એ અવશ્યમેવ પક્ષાતિક્રાંત થઈ સાક્ષાત જ્ઞાતા થયો થકો ૫૨માનંદને અનુભવશે અને અલ્પકાળમાં પૂર્ણાનંદમયી મુક્તિનો મહાપાત્ર થશે.
ભરતકુમાર ખીમચંદ શેઠ
રાજકોટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧] દ્રવ્યસ્વભાવ”
એક દ્રવ્યસ્વભાવ અને એક પર્યાયસ્વભાવ, બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે. દ્રવ્યસ્વભાવ એના પોતાના સ્વભાવથી જ અનાદિ અનંત જેવો છે તેવો છે. અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારના કથનો આવશે. જેમ કે આત્મા અશુદ્ધ નિશ્ચયનયે રાગનો કર્તા છે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે. ભાઈ ! આ બધા વ્યવહારનયના કથનો છે એને ઓળંગી જા–આત્મા રાગને કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. આત્મા તો સ્વભાવથી જ અનાદિ અનંત અકારક, અવેદક છે.
આત્મા અકારક, અવેદક છે, તો એ કઈ નયથી છે?
અરે! સ્વભાવને અનુભવવા માટે નયની અપેક્ષા લગાડો નહીં, બંધ કરી દો. વ્યવહારનયે આત્મા પરિણામનો કર્તા છે અને નિશ્ચયનયે આત્મા પરિણામનો અકર્તા છે. અરે ! આત્મા નિશ્ચયનયે અકર્તા છે કે સ્વભાવથી જ અકર્તા છે?
ન્યાય:- જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે એમ તમે લક્ષમાં લેશો, તો આત્મા વ્યવહારનયે કર્તા છે, એ શલ્ય આવ્યા વિના રહેશે જ નહીં. તેથી નયથી વિચારો જ નહીં વસ્તુ નયાતીત છે. દ્રવ્યસ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો. અનુભવમાં નથી આવતો. કેમ કે કોઈ નયથી અકર્તા છે-એમ નથી, સ્વભાવથી જ અકર્તા છે.
આ તો જે બિલકુલ અજાણ શિષ્ય છે, જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં કર્તા બુદ્ધિ થઈ ગઈ છે અને વ્યવહારનય અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે એવો કાળ આવ્યો છે કે આત્મા નિશ્ચયનયે અકર્તા છે–એમ છોડી દો, કેમ કે-જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં ઉભી થશે અને મિથ્યાત્વ રહેશે. પણ સ્વભાવથી જુઓ તો કોઈ નયની અપેક્ષા જ નથી.
જેમ કે, અગ્નિ ઉષ્ણ છે. કઈ નથી? અરે! સ્વભાવથી જ ઉષ્ણ છે. પાણી શીતળ છે. કઈ નથી ? અરે ! સ્વભાવથી જ શીતળ છે. જો નિશ્ચયનયે શીતળ છે એમ તમે લેશો તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે.
નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. નિશ્ચયનયને વળગશો તો સ્વભાવ દષ્ટિમાં નહીં આવે. નિશ્ચયનયથી જો તો આવો તારો સ્વભાવ છે, એમ ન માત્ર સ્વભાવનો ઈશારો કરે છે. પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી કેમ કે વસ્તુ નયાતીત છે. અકારક, અવેદક વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય.
આત્મા પર્યાયમાત્રથી ભિન્ન છે. માટે એને અનાદિ અનંત કર્તાપણું લાગુ પડતું જ નથી. આત્મા બંધનો કર્તા નથી, અને મોક્ષનો પણ કર્તા નથી. કઈ નથી ? અરે ! સ્વભાવથી જ એ તો અકર્તા છે. કોઈ નય લાગુ પડતી નથી. આ દ્રવ્યસ્વભાવ ની વાત થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩]
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ
આત્મા જ્ઞાતા છે. કઈ નયથી ?
અરે! સ્વભાવથી જ જ્ઞાતા છે. વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે-એમ નથી. અનાદિ અનંત જ્ઞાનની પર્યાય આત્માને જાણવારૂપે જ પરિણમે છે. એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય અને કઈ નયથી ન જણાય ? વ્યવહારનયથી ન જણાય અને નિશ્ચયનયથી જણાય-એમ નથી. જ્ઞાન આત્માને સ્વભાવથી જ અનાદિ અનંત પ્રસિદ્ધ કરે છે. એને નયની અપેક્ષા જ નથી. સ્વભાવમાં નયન હોય અને સ્વભાવની સિદ્ધિ માટે, ‘નય ’ માત્ર અંગુલી નિર્દેશ કરે છે. અનુમાન સુધી લઈ જાય છે, બસ
તું નિશ્ચયનયે અકર્તા છો કે સ્વભાવથી જ અકર્તા છો ? હું તો સ્વભાવથી જ અકર્તા છું, પ્રભુ.
બસ, તો નયના વિકલ્પ છૂટી જશે અને તને અનુભવ થઈ જશે. અનુભવની આ વિધિ છે.
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે સ્વભાવથી જાણે છે? -સ્વભાવથી જ જાણે છે, પ્રભુ.
અનાદિ અનંત જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણતું પ્રગટ થાય છે. સ્વભાવથી જાણતો હોય, એમાં નયની અપેક્ષા ન હોય. નય તો માત્ર સ્વભાવનો અંગુલી નિર્દેશ કરે છે. પહેલા વ્યવહારનયનો પક્ષ હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે, તો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે ને નિશ્ચયના પક્ષમાં આવે છે. હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી પક્ષાતિક્રાંત થઈ અનુભવ કરી લે છે અને કોઈ નિશ્ચયનયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] પક્ષમાં અટકી જાય છે, અનુભવ કરી શકતો નથી. હવે જે નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી, અનુભવમાં ચાલ્યો જાય છે, પક્ષીતિક્રાંત થાય છે, એણે નિશ્ચયનયનો પક્ષ પણ છોડ્યો ત્યારે અનુભવ થયો. નયથી આવો છું, એવો વિકલ્પ છૂટી જાય છે. અનુભવ માટે નય સાધન જ નથી. નય માત્ર અનુમાન સુધી લઈ જાય છે, એ અનુભવ ન કરાવી શકે.
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે એમ વીચારતાં વ્યવહારનયથી એ પરને જાણે છે, એમ આવી ગયું. અરે ! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું, સ્વભાવથી જ જાણે છે. તો કોઈ નય જ ન રહી સ્વભાવ હાથમાં આવી ગયો. આ વાત કોઈ અપૂર્વ છે. નયાતીત થવા માટેની આ વાત છે. સ્વભાવથી જ સ્વભાવ જણાય-નયથી સ્વભાવની પ્રસિદ્ધિ જ ન થઈ. નય સાધન જ નથી. જો નય સાધન હોય તો તો પક્ષીતિક્રાંત થવાના કાળે નય રહેવી જોઈએ. પરંતું ત્યારે તો કોઈ નય રહેતી નથી. માટે નય સ્વભાવની પ્રસિદ્ધિ માટેનું સાધન જ નથી.
જેમ કે સૂર્ય પ્રકાશનો પૂંજ છે. કઈ નથી? અરે ! સ્વભાવથી જ સૂર્ય પ્રકાશનો પૂંજ છે. વળી પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે, કઈ નયથી ? અરે ! સ્વભાવથી જ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હવે જે સ્વભાવથી જ છે, ત્યાં નય લાગુ પડતી નથી. નયો તો માત્ર શિષ્યને સમજાવવા માટે છે બહુ નયના પ્રયોગમાં જવા જેવું નથી
જો જ્ઞાન નયના પ્રયોગમાં અટકશે તો બીજી પ્રતિપક્ષી નય જ્ઞાનમાં ઉભી થશે. આત્મા “નિશ્ચયનયે ” અકર્તા છે, એમાં વિકલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૫]
પ
ઉભો થયો. જ્ઞાનની પર્યાય ‘નિશ્ચયનયે' આત્માને જાણે છે એમાં પણ વિકલ્પ ઉભો થયો. નિશ્ચયનયે આત્મા અકર્તા નથી... નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી... અરે ! આ શું વાત કરો છો ? હા, સાંભળ.
નિશ્ચયનયે આત્મા અકારક, અવેઠક નથી,
સ્વભાવથી જ અકારક, અવેઠક છે.
નિશ્ચયનયે જ્ઞાન શાયક ને જાણતું નથી. સ્વભાવથી જ જ્ઞાન શાયકને જાણે છે.
આમ સ્વભાવની સન્મુખ થતાં નયોના વિકલ્પ અસ્ત થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને અભેદપણે આત્માનો અનુભવ થાય છે આ તો સ્વભાવનું જેને ભાન નહોતું અને જે વ્યવહારનયના પક્ષમાં પડયો હતો એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે. તો એ ‘નિશ્ચયનય ’ને વળગી પડયો. માટે એને હવે કહે છે–જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે ! આ શું કહો છો? શું નિશ્ચયનયે નથી જાણતું, તો શું વ્યવહારનયે જાણે છે? અરે ! તું સાંભળ હું ત્રીજી વાત કરું છું.
જ્ઞાન, સ્વભાવથી જ આત્માને જાણે છે. એને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. બન્નેના સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. નયાતીત થવાની આ વિધિ છે.
જાણનારો જણાય છે. જણાય છે અર્થાત્ જણાયા જ કરે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. કઈ નયથી જણાયા કરે છે? અરે ! એ તો ‘સ્વભાવ ’થી જ જણાયા કરે છે, જા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬] એમ આવે છે કે જ્યારે સ્વભાવની સન્મુખ થઈ અનુભવ કરે છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી પ્રમાણ અસ્તને પામે છે નયોની લક્ષ્મી અર્થાત સ્વભાવને જાણનારી સવિકલ્પાત્મક જ્ઞાનની પર્યાય ઉદય પામતી નથી. નય અસ્ત થાય છે ત્યારે સ્વભાવિક જ્ઞાન ઉદય થાય છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે.
કળશ-૯માં આવે છે કે
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम। किमपरमभिदध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
શ્લોકાર્થ- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે - [ ગરિમન સર્વષે ધાનિ અનુભવમ્ ૩૫યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [નયશ્રી. ન ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [ પ્રમાણે સ્તનું પ્રતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ગપિ ] અને [ નિક્ષેપવમ્ વવવત્ યાતિ, ન વિવ:] નિક્ષેપોનો સમૂહું કયાં જતો રહે છે તે અમે જાણતા નથી [ જિમ
પરમ્ મમ્મ:] આથી અધિક શું કહીએ? [āતમ્ વ ન ભાતિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી.
જાણનારો જણાય છે. ને જ્યારે મને જાણનારો જણાય છે એમ આવે છે ત્યારે, “નિશ્ચયનય થી જાણનારો જણાય છે એવો વિચાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭] પણ આવતો નથી. સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે તો સ્વભાવ જ લક્ષમાં આવે છે અને જ્યારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે અને સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે.
“સમય” ની વ્યાખ્યા કરી કે જાણવું અને (આત્માને) જાણવારૂપે પરિણમવું... સ્વભાવથી જ છે અનાદિ અનંત, કોઈ નય લાગુ ન પડે. જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. આ નયથી દૂર થવાની વાત ચાલી રહી છે. નયથી સમજવાની તને ટેવ પડી ગઈ છે, તેથી વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતા નથી.
“નિશ્ચયનયે અકર્તા છું” તો વ્યવહારનય કર્તા છું એમ આવી જ જાય, ખબર ન પડે. તેથી હું “નિશ્ચયનયે' અકર્તા નથી સ્વભાવથી જ અકર્તા છું. હું વ્યવહારનયે તો અકર્તા નથી જ, પણ નિશ્ચયનયે પણ અકર્તા નથી. હું તો સ્વભાવથી જ અકર્તા છું.
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે? નિશ્ચયનયે” જ્ઞાન આત્માને જાણતું જ નથી.
અરે ! આ શું કહો છો? હા, સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણતું પરિણામી રહ્યું છે.
હિંમતનગરમાં ફરમાવ્યું હતું, દ્રવ્યસ્વભાવ અનાદિ અનંત જ્ઞાનમાં જણાયા કરે છે અને જ્ઞાન અનાદિ અનંત આત્માને જાણ્યા જ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ FUNCTION (ક્રિયા) અનાદિ અનંત ચાલુ જ છે. આ વસ્તુસ્થિતિ નો સ્વીકાર કરી લે તો અનુભવ થશે.
ખરેખર તો “નિશ્ચયનય” નો જે પક્ષ-વિકલ્પ છે તે સ્વભાવના ઓથે ગળે છે અને સ્વભાવનો “આશ્રય” લેતા એ પક્ષ ટળી જાય છે. અને નયાતિક્રાંત થાય છે. “નિશ્ચયનય” પક્ષીતિક્રાંત કરાવી, આનંદની પ્રાપ્તિ કરાવી ચાલી જાય છે. ઉભી કયાં રહે છે? જ્યાં પોતે સ્વભાવની સન્મુખ થાય છે, ત્યાં નિશ્ચયનયનો પક્ષ પણ ઉત્પન્ન થતો નથી. નયપક્ષ તો પરાશ્રિત છે. વ્યવહારનય તો પરાશ્રિત છે જ પણ નિશ્ચયનય પણ પરાશ્રિત જ છે. વિકલ્પ માત્ર પરાશ્રિત જ હોય અને સ્વાશ્રિત ન હોય. (મનના સંગવાળો વિકલ્પ હોવાથી પરાશ્રિત જ
છે. )
અતીન્દ્રિય જ્ઞાન આત્માને નિશ્ચયનયથી જાણતું નથી પરંતુ સ્વભાવથી જાણે છે. એમાં નયનું શું કામ આવ્યું? જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. એમ ખ્યાલમાં આવ્યું એનું નામ “જ્ઞાનની પર્યાયનો નિશ્ચય-અનુભવમાં પ્રગટ થાય છે.
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક છે” બસ પરને જાણવાનો પક્ષ હતો તે છૂટી ગયો. જ્ઞાયક પરને જાણતો નથી એટલું કહ્યું-જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવો નિશ્ચયનય છે–એમ ન લીધું. નિશ્ચયનયથી જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમ નહીં પરંતુ જ્ઞાયક તો જ્ઞાયક છે, બસ. જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. એમાં નયની કોઈ જરૂરત જ નથી. આબાળગોપાળ સૌને આત્મા સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે. “સદાકાળ ” અર્થાત્ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. પણ વ્યવહારથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] તો પરને જાણે છે ને? અરે! પરનું જાણવું સ્વભાવમાં જ નથી. જ્ઞાયક નથી ત્યમ પર પણો – ખલાસ થઈ ગઈ વાત.
નયાતીતમાં જેમ અનુભવ આવે છે, એમ નયાતીતમાં જ શ્રેણિ આવે છે. નયથી જ્યાં સમ્યગ્દર્શન ન થાય ત્યાં નયથી ચારિત્ર તો કેમ આવે ? તેથી જ્ઞાનીઓ પણ ઠરી જાય છે. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઉઠે છે. સમર્થ આચાર્યોને પણ સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. જે એમને પણ ખટકે છે. કેમ કે નયથી સ્વભાવ પ્રસિદ્ધ જ થતો નથી. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. ખરેખર બીજાને સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. તેથી શ્રી પૂજ્યપાદસ્વામીએ કહ્યું કે, બીજાને સમજાવવું એ પાગલપણું છે. સમજાવવું અને સાંભળવું બન્ને પાગલપણું છે.
નયના પ્રયોગમાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. સ્વભાવની સમીપે જાય છે, તો વિકલ્પ ઉઠતા જ નથી.
નિશ્ચયનય માત્ર તારા સ્વભાવ તરફ ઈશારો કરે છે કે આવું તારું સ્વરૂપ છે. પછી એ નયને તું છોડી દે અને સ્વભાવમાં ચાલ્યો જા
દષ્ટાંત - બીજનો ચાંદ ઉગે છે એ કોઈને દેખાય છે અને કોઈને દેખાતો નથી. હવે જે ચાંદને દેખવાવાળો છે એ બીજાને ચાંદ દેખાડવા ઝાડના માધ્યમ દ્વારા પ્રયત્ન કરે છે. આ જે ઝાડ છે ને, એની આ જે પેલી છેલ્લી ડાળી દેખાય છે ને. ઉપરની છેલ્લી એને તું જો અને પછી એની લાઈનમાં જ સીધું ઉપર જો તો તને ચાંદ દેખાશે. હવે પેલો તો ડાળીને જ વળગી પડયો (અને ) કહે છે, મને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૧૦]
ચાંદ દેખાતો નથી. અરે! તને મેં ડાળી દ્વારા, ડાળીને છોડીને, ચાંદને જોવાનું કહ્યું હતું. તું તો ડાળીને જ વળગી પડયો તો ચાંદ કેમ દેખાશે ? એને ચાંદ ન જ દેખાય. એમ નય દ્વારા સ્વભાવનું અનુમાન માત્ર કરાવે છે, તો એ તો નયને જ વળગી પડયો કેહું નિશ્ચયનયે અકર્તા છું-હું નિશ્ચય નયે જ્ઞાતા છું-નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે. નય તો ડાળી છે. જે અહીં તહીં જોતો હતો એને દિશાસૂચન કરવા ડાળી દ્વારા ચાંદને જોવાનુ કહ્યું
વ્યવહારનય દ્વારા તો અનુમાન થતું જ નથી-એની તો દિશા જ વિપરીત છે. તેથી પ્રથમ નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરાવે છે કે તું નિશ્ચયનયે અકર્તા જ છો. પછી નિશ્ચયનયને છોડી દે. ‘હું તો સ્વભાવથી જ અકર્તા છું-’ તો અકર્તાનો વિકલ્પ છૂટી જાય છે અને અનુભવ થાય છે.
નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે. એટલે જ્ઞાન ૫૨ને જાણતું નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે. એ વિધિ-નિષેધ નયમાં છે. પરંતુ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. એમાં વિધિ-નિષેધના વિકલ્પ બન્ને એક સાથે જાય છે. અનંતાનુબંધીના રાગ દ્વેષ-વિધિનો રાગ અને નિષેધનો દ્વેષ બન્ને ગળતા ગળતા ટળી જાય છે ને સ્વભાવમાં આવી જાય છે.
સ્વભાવથી સ્વીકારે એની જાત જ જુદા પ્રકારની છે. સ્વભાવથી સ્વીકારે એનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન છે. સ્વભાવને સ્વીકારતા તારી વિચાર કોટિ બદલી જશે. નયથી વિચારતો હતો તે હવે સ્વભાવથી વિચારતો થઈ જઈશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧૧] * આત્મા શુદ્ધ છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે. * આત્મા મુક્ત છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ મુક્ત છે. * આત્મા પરિપૂર્ણ છે. કઈ નથી? આત્મા સ્વભાવથી જ પરિપૂર્ણ છે.
સ્વભાવની સિદ્ધિ માટે નય નથી. સ્વભાવથી જ સ્વભાવની સિદ્ધિ થાય છે. નયથી સ્વભાવની સિદ્ધિ ન થાય. નયથી તો સ્વભાવનું માત્ર અનુમાન થાય, પણ અનુભવ ન થાય.
દ્રવ્યલિંગી મુનિ અહીં ભૂલ્યો, અહીં રોકાણો. એને એમ સાચું લાગ્યું કે હું તો નિશ્ચયનયે શુદ્ધ છું-અકર્તા છે. જેવો સ્વભાવ છે, એવા જ સ્વભાવને હું નિશ્ચયનય વડે જાણું છું, માનું છું. આ દ્રવ્યલિંગીની સૂક્ષ્મ ભૂલ છે. અને અનુભવી ભૂલને ભાંગી નાખે છે. જ્યારે દ્રવ્યલિંગી ભૂલને ભાંગી શકતો નથી. કેમ કે એ નયના સહારે સ્વભાવનો વિચાર કરે છે. નયની મદદ લે છે. સાપેક્ષ સ્વરૂપ લક્ષમાં લ્ય છે પરંતુ સ્વરૂપ નિરપેક્ષ છે. સ્વરૂપને કોઈના સહારાની જરૂરત નથી. આત્મા બંધ અને મોક્ષના ભાવથી રહિત છે, –તે આ.
નયથી બંધ, મોક્ષની સિદ્ધિ થાય છે. જ્યારે સ્વભાવથી બંધમોક્ષની સિદ્ધિ જ થતી નથી. હું તો સ્વભાવથી જ અનાદિ અનંત મુક્ત છું.
આત્મા કર્યા છે એ એક પક્ષ છે. આત્મા અકર્તા છે એ બીજો પક્ષ છે. ચિસ્વરૂપ જીવ વિષે નયોના આ બે પક્ષપાત છે. ખરેખર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] તો તત્ત્વવેદી એમ જાણે છે કે ચિસ્વરૂપ જીવ તો ચિસ્વરૂપ જ છે. વ્યવહારનયનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. આ તો નિશ્ચયનયના નિષેધનો કાળ આવ્યો છે.
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે-એમ નથી. આત્મા તો સ્વભાવથી જ શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે. જો નિશ્ચયનયે અબદ્ધ લેશો, તો વ્યવહારનયે બંધાયેલો સિદ્ધ થઈ જશે. અરે! હું આત્મા સ્વભાવથી જ મુક્ત છું. બંધાણો જ નથી ને.
વ્યવહારનયના તો પડખે જ ચડવા જેવું નથી કેમ કે એ તો અન્યથા કથન કરે છે. જ્યારે નિશ્ચયનય સ્વરૂપનું અનુમાન તો કરાવે છે, પણ એની મર્યાદા સમજી લે. એ નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કર. સ્વભાવની સન્મુખ જઈને નિશ્ચયનયના વિકલ્પને તોડી નાખ, નિષેધ કર. ખરેખર તો સ્વભાવની સમીપે જતાં નિશ્ચયનયના વિકલ્પ ઉદિત જ થતા નથી, એ જ એનો નિષેધ છે.
જેમ નિશ્ચયનયમાં આવતાં વ્યવહારનયના વિકલ્પ છૂટી જાય છે, એમ સ્વભાવમાં આવતાં નિશ્ચયનયના વિકલ્પ છૂટે છે. જેને આ સ્વભાવનો પક્ષ આવે છે એ હવે નિશ્ચયનયના પક્ષનો-કથનનો નિષેધ કરે છે. નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ અને સ્વભાવથી નિશ્ચયનયનો નિષેધ! નય તો “સ્વભાવ” માં આવતા નથી, બહાર રહી જાય છે. સ્વભાવમાં તો નય નથી પણ સ્વાભાવિક જ્ઞાન અને દષ્ટિમાં પણ નય નથી. જ્ઞાયકમાં તો નય ન જ હોય પણ જ્ઞાનમાં પણ નય ન હોય. કેમ કે અતીન્દ્રિય જ્ઞાન એ ભેદથી પોતે જ્ઞાયક જ છે ને! તેથી એમાં નય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૧૩]
નથી. અહાહા... બીજી રીતે કહીએ તો અજ્ઞાનમાં નય છે. (એટલે કે જ્યાં સુધી નયના વિકલ્પ છે, ત્યાં સુધી અજ્ઞાન છે. કારણ કે ત્યાં સુધી વિકલ્પની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ રહે છે. )
જ્ઞાયકસ્વભાવ નયોથી પાર છે. અરે! આ આપ શું કહો છો ? નય તો જ્ઞાનમાં હોય અને જ્ઞાનથી જ્ઞાયકનો અનુભવ થાય છે. (આ અભ્યાસી જિજ્ઞાસુ ની દલીલ છે.)
(તેની સામે જ્ઞાની જણાવે છે) પ્રભુ! જ્ઞાનમાં નય જ ન હોય જ્ઞાયકમાં તો નય નથી જ પરંતુ જ્ઞાનમાં પણ નય ન હોય.
સ્વભાવથી વાત આવે એમાં એકલો સ્વભાવ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. નયથી સ્વભાવ વિચારવો અને સ્વભાવથી સ્વભાવ વિચારવો એ વિચારકોટિમાં પણ મોટો ફેર છે. સ્વભાવ પોતાનો વિશ્વાસ અને જ્ઞાનનું વજન ખમી શકે છે. પરંતુ નય એ વજન ખમી શકતી નથી, કેમ કે નય સાપેક્ષ છે.
દ્રવ્યલિંગીની આ જ ભૂલ છે. એ દ્રવ્યની નિરપેક્ષતામાં આવી શકતો નથી તેમ જ પર્યાયની નિરપેક્ષતામાં પણ આવી શકતો નથી. એ દ્રવ્યને પણ સાપેક્ષ જુએ છે અને પર્યાયને પણ સાપેક્ષ જુએ છે.
જ્ઞાન નિશ્ચયનયથી આત્માને જાણે છે એ પણ એક જાતની સાપેક્ષતા જ છે. જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. સ્વભાવ કહેતા નિરપેક્ષતા જ આવે છે. સંસારનો થાક ઉતરી જાય એવી વાત છે. આ રહસ્ય ખ્યાલમાં આવતાં અલ્પકાળમાં મુક્તિ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] નિશ્ચયનયે શુદ્ધ કહેતાં, કોઈ નયે અશુદ્ધ છે એમ આવી જશે. નિશ્ચયનયે નિત્ય કહેતા, કોઈ નયે અનિત્ય છે એમ આવી જશે. કેમકે નય સાપેક્ષ હોય છે. અને સ્વભાવ તો નિરપેક્ષ છે.
નય સ્વભાવથી જ સાપેક્ષ હોય છે અને સ્વભાવ સ્વભાવથી જ અત્યંત નિરપેક્ષ હોય છે. વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે અને નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે.
“નય” છે એ નિર્ણય કરવા માટે છે. અપૂર્વ નિર્ણય આવે છેપરોક્ષ અનુભૂતિ થાય છે પણ એમાં આનંદ નથી. જ્ઞાન છે એ અનુભવ માટે છે. પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે–એમાં આનંદ આવે છે.
વ્યવહારદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ એમ આવે છે. (પણ) “નિરપેક્ષ દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ' બસ નિરપેક્ષતામાં બે નયપક્ષ ઉભા જ ન થાય. અહીં નયાતીત થવાની વાત છે.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે અને સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે. નય દષ્ટિથી માત્ર એક જ ધર્મની સિદ્ધિ થાય છે, તેથી બીજા ધર્મોને જાણવાની આકુળતા ઉત્પન્ન થાય છે. નયમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે એનું કારણ જ એ છે કે નયનો ધર્મ એક એક ધર્મને જાણવાનો છે. જ્યારે સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ જણાય છે. અને કંઈપણ જાણવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫] બાકી નહીં રહેતું હોવાથી નયપક્ષના વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે અને અનુભવ થઈ જાય છે. ત્યારે
ધ્યેયપૂર્વક આખો સામાન્ય-વિશેષાત્મક આત્મા જ્ઞાનનું જ્ઞય થાય છે. માટે સ્વભાવની દષ્ટિ થતાં જ પક્ષાંતિક્રાંત થવાય છે. પરંતુ નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી.
જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે, એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી. પરંતુ એ કથન દ્વારા સ્વભાવનું માત્ર અનુમાન જ થઈ શકે છે.
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે. એમ નહીં પણ સ્વભાવથી જ શુદ્ધ છે. સીધા સ્વભાવને જ જુઓ તો જે નયના માધ્યમ દ્વારા વિકલ્પ આવતા હતા, એ વિકલ્પ છૂટી જશે. સ્વભાવથી વિચારતાં વચ્ચે જે નય આવતી હતી એ નીકળી જશે, એકલું જ્ઞાન રહી જશે અને અનુભવ થઈ જશે. સ્વભાવથી સ્વભાવ વિચારો (અને) નયના માધ્યમને-વિકલ્પને રહેવા દો.
હું સ્વભાવથી જ શુદ્ધ છું” –એમાં વ્યવહારનયે અશુદ્ધ છું, એ દોષ છૂટી જાય છે અને નિશ્ચયનયે શુદ્ધ છું એ વિકલ્પ છૂટી જાય છે.
નય છે એ વિકલ્પ છે. જેમ રાગથી અનુભવ ન થાય એમ નયથી પણ અનુભવ ન થાય. નયનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ ન થાય. કારણ કે આડકતરી રીતે રાગની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] “પર્યાય સ્વભાવ”
સિદ્ધાંત - વસ્તુ કદી પણ પોતાના સ્વભાવને છોડે નહી. વસ્તુના બે વિભાગ.
૧. દ્રવ્ય સ્વભાવ- નિષ્ક્રિય સ્વરૂપ પોતાના અનાદિઅનંત અકર્તા સ્વભાવને છોડે નહી અને કદી પણ કર્તા થાય નહી.
૨. પર્યાય સ્વભાવ:- પર્યાય પણ એક વસ્તુ છે. સત્ અહેતુક છે. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે. અનાદિઅનંત તે પોતાના ક્રિયાના કારક ને છોડે નહી. પર્યાયમાં ક્રિયા-(સામાન્ય ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા, પરાશ્રીત કે સ્વાશ્રીત એવો ભેદ હમણાં ન પાડવો)-સમયે સમયે થયા જ કરે છે, એ એનો સ્વભાવ જ છે.
થતી ક્રિયાને હું કરું એ અજ્ઞાન. થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન. પર્યાયમાં કર્તા ભોક્તા ધર્મ સ્વભાવથી જ છે. પર્યાય કરે છે. ને ભોગવે છે એ એનો સ્વભાવ જ છે. કયા નયે પર્યાયને કરે છે ને ભોગવે છે એમ નહી. બસ સ્વભાવથી જ એમાં કર્તાભોક્તાપણું છે.
* અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુખને ભોગવે છે.
* સાધક દશામાં વીતરાગતા-રાગને કરે છે ને આનંદ-દુઃખને ભોગવે છે.
* સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને કરે છે અને પૂર્ણ આનંદને ભોગવે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭ ] છે. આમ પર્યાય પોતાના કર્તાભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી.
પર્યાયના આવા સ્વભાવને જાણવાનો નિષેધ નથી, પણ એમાં હું પણાનો નિષેધ છે.
હું તો જ્ઞાયક છું. સ્વભાવથી જ અકારક ને અવેદક છું. હું પણું અહીં આવ્યું તો, દ્રવ્યસ્વભાવને જાણતાં જાણતાં, પર્યાયના કર્તા ભોક્તા ધર્મો જેમ છે એમ જણાઈ જાય છે.
આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા નથી. એ તો પર્યાય સ્વભાવ જ છે. કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. ધમાં તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે. વ્યવહારનયે પણ હું કર્તા ભોક્તા નથી. એ તો પર્યાયમાં સ્વભાવથી જ કર્તા ભોક્તા ધર્મ છે.
આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે-એમ ન લે અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે–એમ પણ ન લે! પર્યાય સ્વભાવથી જ દિયાવંત છે એમ જાણ ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય.
પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. એવી જ કોઈ સ્વાભાવિક સ્વચ્છતા છે. એના જાણપણાનો (જણાવાપણાનો) નિષેધ નથી. પ્રથમ નિષેધ કરાવ્યો કેમકે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી. હવે તો આત્માને જાણતાં જાણતાં પર્યાય એના ધર્મો સહિત જેમ છે એમ જણાય છે.
પ્રશ્ન:- આત્મા રાગને કયા નયે કરે છે?
ઉત્તર- અરે! એમ નથી. એ તો એ સમયની પર્યાયની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૧૮ ]
પોતાની યોગ્યતા (સ્વભાવ) છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે તો રાગ થયો. પર્યાય સ્વભાવથી થયો છે.
અરે ! ત્યાં તો નયના વિકલ્પથી જ્ઞાન છુટી ગયું! એકલો ‘જ્ઞાતા ’ થઈ ગયો. નયના વિકલ્પથી છુટી એકલું જ્ઞાન રહી ગયુંસ્વભાવને જાણવામાં નયની જરૂરત નથી, પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે.
''
,,
બન્ને સ્વભાવને જાણતાં જાણતાં મોક્ષ થાય
૧. નિશ્ચયનયથી નિરપેક્ષ દ્રવ્યનો સ્વભાવ.
૨. વ્યવહારનયથી નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ.
બન્ને નયોના વિકલ્પોને ઓળંગી ગયો તો સાક્ષાત્ જ્ઞાતા થઈ
ગયો !
પર્યાય પર્યાયથી થાય એમ હું જાણું પણ પર્યાય મારાથી થાય એમ હું ન જાણું કેમકે પર્યાય સ્વભાવથી જ પરિણમી રહી છે. કારણ કે પર્યાય સત્ છે. પર્યાયને વ્યવહારે જાણું પણ પર્યાયને વ્યવહારે કરું નહી.
-સ્વભાવથી સમજતાં વિકલ્પ છુટી જાય છે. -નયથી સમજતાં વિકલ્પ રહી જાય છે.
જ્ઞાનને સ્વભાવ તરફ લઈ જાઓ તો વિકલ્પ નહી ઉઠે. સ્વભાવમાં અપેક્ષા લગાડશો તો વિકલ્પ ઉઠશે, સ્વભાવ હાથમાં નહીં આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે તો આત્મા ઉપચારથી પર્યાયને કરે એ ક્યાં આવ્યું? તો દષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તાધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો.
-ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ. -ક્રિયા કરવી એ પર્યાયનો સ્વભાવ. -બન્નેને જાણવું એ જ્ઞાનનો (જ્ઞાતાનો) સ્વભાવ.
પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્યા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય.
૧. “આત્મા સ્વભાવથી જ અકર્તા છે” –અહીં નિશ્ચયનયે આત્મા અકર્તા છે એનો નિષેધ થયો.
૨. “પર્યાય સ્વભાવથી જ કર્તા છે.” –અહીં વ્યવહારનયે આત્મા કર્તા છે એનો નિષેધ થયો–બન્ને નય ઓળંગી ગયો. સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો–બસ સ્વભાવમાં આવી ગયો. દ્રવ્યસ્વભાવમાં બેઠો બેઠો પર્યાય સ્વભાવને જાણી લે છે.
દ્રવ્યસ્વભાવને નિશ્ચયનયે નક્કી કરવા ગયો તો સ્વભાવ દૂર રહી ગયો. દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જ જ્યાં નક્કી કર્યો તો નિશ્ચયનય દૂર થઈ ગઈ.
આત્માને વ્યવહારથી કર્તા કહ્યો તો પર્યાય સ્વભાવ ખ્યાલમાં ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૦] આવ્યો ને પર્યાય સ્વભાવ ખ્યાલમાં આવ્યો તો ઉપચાર ઓળંગી ગયો.
આહાહા... કર્તાપણાનો ઉપચાર જ્યાં ગયો ત્યાં સાક્ષાત્ જ્ઞાતા”
થયો.
આ આત્મા સ્વભાવથી જ અકારક અવેદક છે. એને સમજાવવા માટે નથી સમજાવે છે પણ નથી સમજતાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે. આત્મા સુધી ઉપયોગ પહોંચી શકતો નથી, જ્ઞાન લંબાઈ ને આત્માથી અભેદ થઈ અનુભવ થવો જોઈએ, પરંતુ નયના વિકલ્પો અનુભવમાં બાધક થાય છે. જીવ પક્ષાનીકાંત થઈ શકતો નથી, વ્યવહારનય તો અન્યથા કથન કરે છે. પણ નિશ્ચયનય તો સાચું કથન કરે છે. જેવો આત્મા છે એવું કથન કરે છે. માટે એ નય દ્વારા નિર્ણય થાય પણ સ્વભાવથી દૂર રહીને સ્વભાવ બતાવે છે. એ નય સ્વભાવથી તન્મય નથી થતી. નય વિકલ્પાત્મક છે. માત્ર અંગુલી નિર્દેશ કરે પણ ત્યાં સુધી પહોંચવા છતાં પણ અનુભવ ન થાય.
પ્રશ્ન- તો પછી એ નયના વિકલ્પ કેમ છુટે?
ઉત્તર- નયનું અવલંબન લઈને જે નિર્ણય થયો હતો એ નયને છોડીને તમે સ્વભાવ તરફ ચાલ્યા જાઓ.
આત્મા નિશ્ચયનયથી અકર્તા નથી, સ્વભાવથી જ અકર્તા છે.
આત્મા નિશ્ચયનયથી શુદ્ધ નથી, સ્વભાવથી જ શુદ્ધ છે. અનાદિ અનંત સ્વભાવથી જ મુક્ત છે, પરિપૂર્ણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૨૧] આમ સ્વભાવના આશ્રયથી નયોના વિકલ્પ છુટી સીધો અનુભવ થઈ શકે છે. નયાતીક્રાંત થવાની આ વિધિ છે.
જેમકે અગ્નિ ઉષ્ણ છે. કઈ નયે? અરે! સ્વભાવથી જ અગ્નિ ઉષ્ણ છે. એને કહેવા કોઈ નયની અપેક્ષા નથી, આમ તમે નયોના વિકલ્પોને ઓળંગી એકદમ સ્વભાવની સન્મુખ થાઓ તો વિકલ્પ છૂટી અનુભવ થાય.
ગઈકાલે દ્રવ્યસ્વભાવને પ્રસિદ્ધ કરનારી નિશ્ચયનયના વિકલ્પોને દ્રવ્યસ્વભાવની મુખ્યતાથી ઓળંગી જવાની વાત કરી હતી..
આજે બીજું પડખું વ્યવહારનયનું છે.
પર્યાયો સ્વભાવથી જ ક્રિયાવંત છે. ક્રિયાના કારક સ્વભાવથી જ પર્યાયમાં છે. ત્યાં હવે તમે કહો કે આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે તો એ વાત બરાબર નથી. પર્યાય સ્વભાવથી જ એના કારકથી પરિણમે છે. એને વ્યવહારથી આત્મા કર્તા છે એવો જે ઉપચાર આવતો હુતો એને ઓળંગી પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ.
પર્યાયને નયથી ન જુઓ. અરે! પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ પણ ન જુઓ. કેમ એમાં શું દોષ આવે છે? – અરે! એનો પ્રતિપક્ષ ઊભો થાય છે. આત્મા વ્યવહારનયે પર્યાયને કરે છે એ મોટો દોષ આવી પડે છે. આ ખુબ ભયંકર દોષ છે?
પર્યાયમાં ક્રિયા થયા જ કરે છે પર્યાયનો સ્વભાવ જ કર્તાપણું છે. જેમ દ્રવ્યનો સ્વભાવ અકર્તાપણું છે. એ કઈ નયથી અકર્તાપણું છે? એમ નહીં. સ્વભાવથી જ અકર્તા છે. એમ પર્યાય કઈ નથી કર્તા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨] છે? એમ નહીં. સ્વભાવથી જ કર્તા છે.
સ્વભાવથી જ પર્યાયમાં ક્રિયા થયા કરે છે. અવિરતપણે થયા કરે છે. એને રોકી ન શકાય, વિકારી કે અધિકારી એમ ન લેવું. સામાન્ય ક્રિયા-ઉત્પાદ-વ્યય. પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એમ પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતાં, આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે એ કર્તાપણાનો ઉપચાર નીકળી જાય છે.
જેમ કે જ્ઞાનની પર્યાય સમયે સમયે પ્રગટે છે. તો આત્મા કઈ નયે જ્ઞાનની પર્યાયને કરે છે? તો કહે છે કે વ્યવહારનયે આત્મા જ્ઞાનની પર્યાયનો કર્તા છે, નિશ્ચયનયે તો આત્મા જ્ઞાનની પર્યાયનો પણ અકર્તા જ છે.
હવે આ જે વ્યવહારનયે કર્તાપણાનો ઉપચાર આવે છે એને ઓળંગી જાઓ કે પર્યાયમાં તો કાર્ય પર્યાયના સ્વભાવથી જ થાય છે–તો અરે ! વ્યવહારનયે આભા કર્યા છે એ ઉપચાર ખોટો થયો, તો જે નયોના વિકલ્પ ઉઠતાં હતાં તે છુટી અંદરમાં ચાલ્યો ગયો. ત્યારે પર્યાયના સ્વભાવનો પણ જ્ઞાતા થઈ જાય છે. દ્રવ્યસ્વભાવનો જ્ઞાતા અને પર્યાયસ્વભાવનો પણ જ્ઞાતા–વચ્ચે જે નયોના વિકલ્પ ઉઠતા હતા-નિશ્ચયનયના-વ્યવહારનયના એ છુટી એકલું જ્ઞાન રહ્યું-એ એકલા જ્ઞાનમાં આનંદ આવે છે.
પરિણામનો કર્તા પરિણામ છે એ સ્વભાવથી જ છે.
નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. જો નિશ્ચયનયે પર્યાયનો કર્તા પર્યાય છે એમ લેશો તો વ્યવહારનયે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૩] આત્મા પર્યાયનો કર્તા છે એવો ઉપચારનો દોષ આવી જશે.
માટે પર્યાયનો કર્તા પર્યાય સ્વભાવથી જ છે. નિશ્ચયનયે પર્યાય પર્યાયને કરે છે એમ પણ ન લેવું. કોઈ નયથી સ્વરૂપની પ્રાપ્તિ નથી... જ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ છે. સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ છે.
પર્યાયને એના સ્વભાવથી જોતાં એની કરવાની બુદ્ધિ છુટી જાય છે. ને કરવાનો ઉપચાર પણ છુટી જાય છે.
કાર્ય સ્વયં થતું હોય એમાં બીજો કરે એવા ઉપચારનો અવકાશ જ કયાં છે? બસ સ્વયંથી થાય છે. આત્મા જ્ઞાતા થઈ જાય છે.
નયના વિકલ્પોમાં એ વિકલ્પનો કર્તા બની જાય છે, રાગનો કર્તા બની જાય છે. એને ખબર જ નથી પડતી. જો વિકલ્પ છુટે તો જ્ઞાન પ્રગટ થાય, તો જ્ઞાનનો કર્તા બને. જ્ઞાતા થઈ જાય છે-આ રહસ્ય છે.
શ્રી સમયસાર શ્લોક-૯૫. શ્લોકાર્ધ - [વિજ્યવ: પરે પ્રર્તા] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ વિહન્ત: હેવન ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજા કોઈ કર્તા-કર્મ નથી; ) [ સવિસ્વચ] જે જીવ વિકલ્પસહિત છે તેનું [તૃર્મવં] કર્તાકર્મપણું [નોr] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી.
ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૪] નયથી વસ્તુની સિદ્ધી કરે છે તો વિકલ્પોનો કર્તા બને છે. નયોથી ભિન્ન સ્વભાવથી વસ્તુને સિદ્ધ કરો તો નયના વિકલ્પ રહિત જ્ઞાન પ્રગટ થાય છે, જે દ્રવ્યસ્વભાવને તો જાણે છે પણ પર્યાય સ્વભાવ પણ જેમ છે તેમ એમાં જણાઈ જાય છે. જ્ઞાન વિકલ્પ વિનાનું “મધ્યસ્થ' થયું. વિકલ્પમાં પક્ષપાત હતો એટલે કે રાગ-દ્વેષ હતાં, ક્રમે ક્રમે જાણતો હતો. નયોથી છૂટું પડેલું જ્ઞાન દ્રવ્ય-પર્યાયના સ્વભાવને અક્રમે જાણે છે. બન્ને નયોનો જ્ઞાતા છે, કોઈ નયપક્ષ ગ્રહણ કરતો નથી.
દ્રવ્યથી પર્યાય ન થાય, પર્યાયના સ્વભાવથી પર્યાય થાય છે. ઉત્પાદ–વ્યય સમયે સમયે થયા જ કરે છે. આ બે સ્વભાવની વાત છેલ્લી છે. જેનો મર્મ પામતા પક્ષાપતીકાંત થઈ અનુભવ થાય છે; સાક્ષાત્ જ્ઞાતા થાય છે.
સમયસાર ગાથા ૧૪૩ “પક્ષીતિક્રાંતનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કરે છે:
નયય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નય પક્ષથી પરિહીન તે. ૧૪૩.
ગાથાર્થ- [ નયપક્ષપરિદિન] નયપક્ષથી રહિત જીવ, [ સમય પ્રતિવર્લં] સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો ) [યો: ] [નયયો:] નયોના [ મળત] કથનને [વવત્ત તુ કેવળ [નાનાતિ] જાણે જ છે (1) પરંતુ [ નય પસં] નયપક્ષને [ વિવિ પિ] જરાપણ [સ્થતિ ] ગ્રહણ કરતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પંચાધ્યાયી ભાગ-૧ લો ગાથા 576 અવયાર્થ- ( જ્ઞાન વિરુત્વ:) જ્ઞાનના વિકલ્પનું નામ (નય:) નય છે, તથા (સ: વિપ પિ) એ વિકલ્પ પણ (અપરમાર્થ: અસ્તિ) પરમાર્થભૂત નથી. (યત:) કારણ કે એ જ્ઞાનવિકલ્પરૂપ નય (શુદ્ધ જ્ઞાનું મુળ તિ) શુદ્ધજ્ઞાનગુણ (2) તથા (શેય) શેય પણ (ન) નથી, (જિંતુ) પરંતુ (તદ્યોII) જ્ઞયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com