________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[૭]
નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે તે વિષયમાં ઉક્ત ગાથા પણ પ્રમાણ છે. તેનો અર્થ એ છે કે જે બે પ્રકારના નય કહેવામાં આવ્યા છે તેને સમ્યગ્દષ્ટિ જાણે તો છે પરંતુ કોઈપણ નયના પક્ષને ગ્રહતો નથી, તે નયપક્ષથી રહિત છે.
આ ગાથારૂપ સૂત્રથી આ વાત સિદ્ધ થઈ કે, સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો.
બીજી વાત એ છે કે નિશ્ચયનયને પણ આચાર્ય, સવિકલ્પ કહી છે અને જેટલું સવિકલ્પ જ્ઞાન છે તેને અભૂતાર્થ કહ્યું છે.
જેમ કે પહેલા કહ્યું છે ગાથા ૫૦૬ માં,
66
यदि वा ज्ञानविकल्पो नयो विकल्पोस्ति सोप्यपरमार्थः
29
તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી પણ નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે તથા અનુભવમાં પણ એ જ વાત આવે છે કે જેટલા કોઈ નય છે તે બધા પ૨સમય-મિથ્યા છે તથા તે નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદષ્ટિ છે.
સ્વાનુભૂતિનું સ્વરૂપ
4
તે સ્વાનુભૂતિની મહિમા એ રીતે છે કે સવિકલ્પ જ્ઞાન હોતાં, નિશ્ચયનય એ વિકલ્પોનો નિષેધ કરે છે. પરંતુ “જ્યાં આગળ ન તો વિકલ્પ જ છે અને ન તો નિષેધ જ છે ત્યાં આગળ ચિદાત્મા અનુભૂતિ માત્ર છે.
99
Please inform us of any errors on rajesh@AtmaDharma.com