SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [૧૩] નથી. અહાહા... બીજી રીતે કહીએ તો અજ્ઞાનમાં નય છે. (એટલે કે જ્યાં સુધી નયના વિકલ્પ છે, ત્યાં સુધી અજ્ઞાન છે. કારણ કે ત્યાં સુધી વિકલ્પની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ રહે છે. ) જ્ઞાયકસ્વભાવ નયોથી પાર છે. અરે! આ આપ શું કહો છો ? નય તો જ્ઞાનમાં હોય અને જ્ઞાનથી જ્ઞાયકનો અનુભવ થાય છે. (આ અભ્યાસી જિજ્ઞાસુ ની દલીલ છે.) (તેની સામે જ્ઞાની જણાવે છે) પ્રભુ! જ્ઞાનમાં નય જ ન હોય જ્ઞાયકમાં તો નય નથી જ પરંતુ જ્ઞાનમાં પણ નય ન હોય. સ્વભાવથી વાત આવે એમાં એકલો સ્વભાવ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. નયથી સ્વભાવ વિચારવો અને સ્વભાવથી સ્વભાવ વિચારવો એ વિચારકોટિમાં પણ મોટો ફેર છે. સ્વભાવ પોતાનો વિશ્વાસ અને જ્ઞાનનું વજન ખમી શકે છે. પરંતુ નય એ વજન ખમી શકતી નથી, કેમ કે નય સાપેક્ષ છે. દ્રવ્યલિંગીની આ જ ભૂલ છે. એ દ્રવ્યની નિરપેક્ષતામાં આવી શકતો નથી તેમ જ પર્યાયની નિરપેક્ષતામાં પણ આવી શકતો નથી. એ દ્રવ્યને પણ સાપેક્ષ જુએ છે અને પર્યાયને પણ સાપેક્ષ જુએ છે. જ્ઞાન નિશ્ચયનયથી આત્માને જાણે છે એ પણ એક જાતની સાપેક્ષતા જ છે. જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે. સ્વભાવ કહેતા નિરપેક્ષતા જ આવે છે. સંસારનો થાક ઉતરી જાય એવી વાત છે. આ રહસ્ય ખ્યાલમાં આવતાં અલ્પકાળમાં મુક્તિ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008235
Book TitleDravya Svabhaav Paryaya Svabhaav
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages47
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size447 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy