________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] નિશ્ચયનયે શુદ્ધ કહેતાં, કોઈ નયે અશુદ્ધ છે એમ આવી જશે. નિશ્ચયનયે નિત્ય કહેતા, કોઈ નયે અનિત્ય છે એમ આવી જશે. કેમકે નય સાપેક્ષ હોય છે. અને સ્વભાવ તો નિરપેક્ષ છે.
નય સ્વભાવથી જ સાપેક્ષ હોય છે અને સ્વભાવ સ્વભાવથી જ અત્યંત નિરપેક્ષ હોય છે. વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે અને નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે.
“નય” છે એ નિર્ણય કરવા માટે છે. અપૂર્વ નિર્ણય આવે છેપરોક્ષ અનુભૂતિ થાય છે પણ એમાં આનંદ નથી. જ્ઞાન છે એ અનુભવ માટે છે. પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે–એમાં આનંદ આવે છે.
વ્યવહારદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિશ્ચયદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ એમ આવે છે. (પણ) “નિરપેક્ષ દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ' બસ નિરપેક્ષતામાં બે નયપક્ષ ઉભા જ ન થાય. અહીં નયાતીત થવાની વાત છે.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે અને સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે. નય દષ્ટિથી માત્ર એક જ ધર્મની સિદ્ધિ થાય છે, તેથી બીજા ધર્મોને જાણવાની આકુળતા ઉત્પન્ન થાય છે. નયમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે એનું કારણ જ એ છે કે નયનો ધર્મ એક એક ધર્મને જાણવાનો છે. જ્યારે સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ જણાય છે. અને કંઈપણ જાણવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com