Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 38
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬] “પર્યાય સ્વભાવ” સિદ્ધાંત - વસ્તુ કદી પણ પોતાના સ્વભાવને છોડે નહી. વસ્તુના બે વિભાગ. ૧. દ્રવ્ય સ્વભાવ- નિષ્ક્રિય સ્વરૂપ પોતાના અનાદિઅનંત અકર્તા સ્વભાવને છોડે નહી અને કદી પણ કર્તા થાય નહી. ૨. પર્યાય સ્વભાવ:- પર્યાય પણ એક વસ્તુ છે. સત્ અહેતુક છે. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે. અનાદિઅનંત તે પોતાના ક્રિયાના કારક ને છોડે નહી. પર્યાયમાં ક્રિયા-(સામાન્ય ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા, પરાશ્રીત કે સ્વાશ્રીત એવો ભેદ હમણાં ન પાડવો)-સમયે સમયે થયા જ કરે છે, એ એનો સ્વભાવ જ છે. થતી ક્રિયાને હું કરું એ અજ્ઞાન. થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન. પર્યાયમાં કર્તા ભોક્તા ધર્મ સ્વભાવથી જ છે. પર્યાય કરે છે. ને ભોગવે છે એ એનો સ્વભાવ જ છે. કયા નયે પર્યાયને કરે છે ને ભોગવે છે એમ નહી. બસ સ્વભાવથી જ એમાં કર્તાભોક્તાપણું છે. * અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુખને ભોગવે છે. * સાધક દશામાં વીતરાગતા-રાગને કરે છે ને આનંદ-દુઃખને ભોગવે છે. * સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને કરે છે અને પૂર્ણ આનંદને ભોગવે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47