Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૫] બાકી નહીં રહેતું હોવાથી નયપક્ષના વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે અને અનુભવ થઈ જાય છે. ત્યારે ધ્યેયપૂર્વક આખો સામાન્ય-વિશેષાત્મક આત્મા જ્ઞાનનું જ્ઞય થાય છે. માટે સ્વભાવની દષ્ટિ થતાં જ પક્ષાંતિક્રાંત થવાય છે. પરંતુ નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી. જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી. આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે, એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી. પરંતુ એ કથન દ્વારા સ્વભાવનું માત્ર અનુમાન જ થઈ શકે છે. આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે. એમ નહીં પણ સ્વભાવથી જ શુદ્ધ છે. સીધા સ્વભાવને જ જુઓ તો જે નયના માધ્યમ દ્વારા વિકલ્પ આવતા હતા, એ વિકલ્પ છૂટી જશે. સ્વભાવથી વિચારતાં વચ્ચે જે નય આવતી હતી એ નીકળી જશે, એકલું જ્ઞાન રહી જશે અને અનુભવ થઈ જશે. સ્વભાવથી સ્વભાવ વિચારો (અને) નયના માધ્યમને-વિકલ્પને રહેવા દો. હું સ્વભાવથી જ શુદ્ધ છું” –એમાં વ્યવહારનયે અશુદ્ધ છું, એ દોષ છૂટી જાય છે અને નિશ્ચયનયે શુદ્ધ છું એ વિકલ્પ છૂટી જાય છે. નય છે એ વિકલ્પ છે. જેમ રાગથી અનુભવ ન થાય એમ નયથી પણ અનુભવ ન થાય. નયનો વિકલ્પ છે ત્યાં સુધી અનુભવ ન થાય. કારણ કે આડકતરી રીતે રાગની સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47