________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] તો તત્ત્વવેદી એમ જાણે છે કે ચિસ્વરૂપ જીવ તો ચિસ્વરૂપ જ છે. વ્યવહારનયનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. આ તો નિશ્ચયનયના નિષેધનો કાળ આવ્યો છે.
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે-એમ નથી. આત્મા તો સ્વભાવથી જ શુદ્ધ છે, અકર્તા છે, અબદ્ધ છે. જો નિશ્ચયનયે અબદ્ધ લેશો, તો વ્યવહારનયે બંધાયેલો સિદ્ધ થઈ જશે. અરે! હું આત્મા સ્વભાવથી જ મુક્ત છું. બંધાણો જ નથી ને.
વ્યવહારનયના તો પડખે જ ચડવા જેવું નથી કેમ કે એ તો અન્યથા કથન કરે છે. જ્યારે નિશ્ચયનય સ્વરૂપનું અનુમાન તો કરાવે છે, પણ એની મર્યાદા સમજી લે. એ નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કર. સ્વભાવની સન્મુખ જઈને નિશ્ચયનયના વિકલ્પને તોડી નાખ, નિષેધ કર. ખરેખર તો સ્વભાવની સમીપે જતાં નિશ્ચયનયના વિકલ્પ ઉદિત જ થતા નથી, એ જ એનો નિષેધ છે.
જેમ નિશ્ચયનયમાં આવતાં વ્યવહારનયના વિકલ્પ છૂટી જાય છે, એમ સ્વભાવમાં આવતાં નિશ્ચયનયના વિકલ્પ છૂટે છે. જેને આ સ્વભાવનો પક્ષ આવે છે એ હવે નિશ્ચયનયના પક્ષનો-કથનનો નિષેધ કરે છે. નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ અને સ્વભાવથી નિશ્ચયનયનો નિષેધ! નય તો “સ્વભાવ” માં આવતા નથી, બહાર રહી જાય છે. સ્વભાવમાં તો નય નથી પણ સ્વાભાવિક જ્ઞાન અને દષ્ટિમાં પણ નય નથી. જ્ઞાયકમાં તો નય ન જ હોય પણ જ્ઞાનમાં પણ નય ન હોય. કેમ કે અતીન્દ્રિય જ્ઞાન એ ભેદથી પોતે જ્ઞાયક જ છે ને! તેથી એમાં નય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com